comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Gold Silver Price: સોનાના ભાવમાં આવી તેજી, ચાંદી 61000 ની ઊપર, જાણો શું છે આજના લેટેસ્ટ રેટ

07 ઓક્ટોબર 2022, 02:35 PM

Gold Silver Price: સોનાના ભાવમાં આવી તેજી, ચાંદી 61000 ની ઊપર, જાણો શું છે આજના લેટેસ્ટ રેટ

Gold Silver Price Today: જ્વેલરી બજારમાં સોનાના ભાવમાં તેજી હજુ પણ ચાલુ છે. બુલિયન માર્કેટમાં 10 ગ્રામ ગોલ્ડના રેટ 52,000 રૂપિયાની નજીક આવી ગયા છે. સોનામાં આજે 70 રૂપિયાની તેજી આવી અને તે 51,900 રૂપિયાની વચ્ચે ચાલી ગઈ છે. ચાંદીના રેટ આજે 61,000 રૂપિયાની ઊપર ચાલી ગયા છે. કારોબારીઓના મુજબ આવતા સપ્તાહે કળવાચોથ હોવાને કારણે ફિઝિકલ ગોલ્ડની ડિમાંડ વધી છે અને ગ્રાહક ખરીદારી માટે બજારમાં આવી રહ્યા છે.

સોનાના ભાવમાં આવી તેજી

દિલ્હીમાં જ્વેલર્સને હોલસેલર અને અસોસિએશનના ચેરમેન જ્વેલર યોગેશ સિંધલે જણાવ્યુ કે સોનાની ડિમાંડમાં તેજી જોવામાં આવી અને ગ્રાહક દુકાનોમાં સોનું ખરીદવા માટે નિકળી રહ્યા છે. આવનારા લગ્નની સીઝન માટે પણ સોનું જ્વેલરી જેવા હાર, ઈયરિંગ, રિંગ, મંગળસૂત્ર, કડાનું વેચાણ વધ્યુ છે. જ્વેલર્સનું માનવું છે કે ગ્રાહકોને લાગી રહ્યુ છે કે ફેસ્ટિવ અને પછી લગ્નની સિઝનના કારણે કિંમત વધશે જેના કારણે તે હવે ખરીદારી માટે નિકળી રહ્યા છે.

IBJA પર 7 ઑક્ટોબરના રેટ

IBJA ની વેબસાઈટ પર આજે સોનાના ભાવ 51,908 રૂપિયા રહ્યા. નીચે ટેબલમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાથી લઈને 14 કેરેટ સોનાના રેટ આપવામાં આવ્યા છે. જ્યારે, એક કિલો ચાંદીના આજના ભાવ બતાવામાં આવ્યા છે. ચાંદીમાં તેજી આવી છે. આ રહ્યા બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવ..

મેટલ

07 ઑક્ટોબરના રેટ

(રૂપિયા/10ગ્રામ)

06 ઑક્ટોબરના રેટ

(રૂપિયા/10ગ્રામ)

રેટમાં બદલાવ

(રૂપિયા/10ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 51908 51838 70
Gold 995 (23 કેરેટ) 51700 51630 70
Gold 916 (22 કેરેટ) 47548 47484 64
Gold 750 (18 કેરેટ) 38931 38879 52
Gold 585 (14 કેરેટ) 30366 30325 41
Silver 999 61154 Rs/Kg 60670 Rs/Kg 484 Rs/Kg


દિવાળી સુધી આ રહી શકે છે ભાવ

ઓરિગો ઈ મંડીના આસિસ્ટેંટ જનરલ મેનેજર (કમોડિટી રિસર્ચ) તરૂણ તત્સંગીએ મનીકંટ્રોલ ડૉટ કૉમ ગુજરાતીના ગ્રાહકોને સલાહ આપી કે જો બાયર્સ ગોલ્ડ જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છે તો તેને આવતા મહીના સુધી રાહ જોવી જોઈએ કારણ કે ભાવ 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે.

Commodity Report: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
આવી ગયું છે ભાજપનું સંકલ્પ પત્ર, કોને શું આપવાનું વચન, વાંચો અહેવાલ આવી ગયું છે ભાજપનું સંકલ્પ પત્ર, કોને શું આપવાનું વચન, વાંચો અહેવાલ
શું ભારતમાં બે સિમ કાર્ડની પ્રથા ખત્મ થશે? મોંઘા રિચાર્જ પ્લાન બની શકે છે કારણ શું ભારતમાં બે સિમ કાર્ડની પ્રથા ખત્મ થશે? મોંઘા રિચાર્જ પ્લાન બની શકે છે કારણ
પ્રોપર્ટી ગુરુ: ગ્રીન સર્ટિફિકેશનને લઈ જાગૃતતા પ્રોપર્ટી ગુરુ: ગ્રીન સર્ટિફિકેશનને લઈ જાગૃતતા
Adani Groupએ NDTV માટે ઓપન ઑફર રજૂ કર્યા, આ ઑફરને જોરદાર રિસ્પાંસ મળ્યું Adani Groupએ NDTV માટે ઓપન ઑફર રજૂ કર્યા, આ ઑફરને જોરદાર રિસ્પાંસ મળ્યું
Nykaa Share Price: Nykaaના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો, જાણો Nykaaમાં હવે શું કરવું રોકાણકારોએ Nykaa Share Price: Nykaaના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો, જાણો Nykaaમાં હવે શું કરવું રોકાણકારોએ