comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Airtel Vs Vodafone Idea Vs Jio: 28 દિવસની વેલિડિટીનો મજબૂત રિચાર્જ પ્લાન, જાણો કોણ આપી રહ્યા છે બેસ્ટ ડીલ

19 જાન્યુઆરી 2022, 07:20 PM

Airtel Vs Vodafone Idea Vs Jio: 28 દિવસની વેલિડિટીનો મજબૂત રિચાર્જ પ્લાન, જાણો કોણ આપી રહ્યા છે બેસ્ટ ડીલ

Best Prepaid Plans: ટેલિકૉમ ઈન્ડસ્ટ્રીમાં વધતી કૉમ્ટિશન વચ્ચે કંપનીઓ તેમના ગ્રાહકો માટે વધુ સારા રિચાર્જ પ્લાન લૉન્ચ કરવાનું ચાલુ રાખે અને ઘણી વાર જૂના પ્લાનમાં જ ફેરફાર કરવાનું ચાલુ રાખે છે. કંપનીઓ તેમના ગ્રાહકોને પ્લાન હેઠળ ઇન્ટરનેટ, ઇનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને SMS સહિત અન્ય ઘણી ઑફર પ્રદાન કરે છે. અહીં તમને એરટેલ, વોડાફોન આઈડિયાના 28 દિવસની વેલિડિટી વાળા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. ઘણી વખત ગ્રાહકો માટે એ સમજવું મુશ્કેલ બની જાય છે કે કઈ કંપનીનો કયો રિચાર્જ પ્લાન તેમના માટે વધુ સારો સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે વધુ સારો પ્રીપેડ રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો તો તમારી શોધ અહીં પૂર્ણ થઈ શકે છે.

ભારતી એરટેલ (Bharti Airtel)

ટેલિકૉમ કંપની ભારતી એરટેલનો 265 રૂપિયાનો રિચાર્જ પ્લાન છે. તેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 1GB ડેટા, દરરોજ 100 SMS, અનુલિમિટેડ વૉઇસ કૉલિંગ અને એમેઝોન પ્રાઇમ વિડિયો (મોબાઇલ એડિશન)નો ફાયદો પણ લઈ શકો છો. એરટેલનો 239 રૂપિયાના પ્લાનમાં 1.5GB ડેટા અને 28 દિવસની વેલિડિટી મળે છે.

આ સિવાય એરટેલ 449 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ આપી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તમે દરરોજ 2.5GB ડેટા, દરરોજ 100 SMS, એમેઝોન પ્રાઇમ વિડિયો (મોબાઇલ એડિશન) અને અનુલિમિટેડ વૉઇસ કૉલિંગનો ફાયદો પણ ઉઠાવી શકો છો.

રિલાયન્સ જિયો

રિલાયન્સ જિયોનું તમે 249 રૂપિયાનો રિચાર્જ પ્લાન ખરીદી શકો છો. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ સિવાય આ પ્લાન હેઠળ તમે અનુલિમિટેડ વૉઇસ કૉલિંગ, દરરોજ 100 SMS અને Jio એપ્સ જેવા JioTv, JioCinema પણ ફાયદો લઈ શકો છો.

વોડાફોન-આઇડિયા

ટેલિકૉમ કંપની વોડાફોન-આઇડિયા તેના ગ્રાહકો માટે 299 રૂપિયાનો એક રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ સાથે તેમાં તમને Vi Movies અને TVની ઍક્સેસ પણ મળે છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
IOC Q4| નફો 2.7% વધ્યો, આવક 6.3% આવક IOC Q4| નફો 2.7% વધ્યો, આવક 6.3% આવક
Bharti Airtel Q4| નફો 2.4 ગણો વધ્યો, આવક 5.5% વધી Bharti Airtel Q4| નફો 2.4 ગણો વધ્યો, આવક 5.5% વધી
મની મેનેજર: ડેટના રોકાણ માટે કેવી રણનિતી રાખવી? મની મેનેજર: ડેટના રોકાણ માટે કેવી રણનિતી રાખવી?
Indoco Remedies Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી Indoco Remedies Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી
Abbott Laboratories Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી Abbott Laboratories Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી