સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

RIL Q2 Result: નફો 46% વધીને 15,479 કરોડ રૂપિયા પર રહ્યો, આવકમાં પણ 50%નો વધારો

23 ઓક્ટોબર 2021, 08:50 AM

RIL Q2 Result: નફો 46% વધીને 15,479 કરોડ રૂપિયા પર રહ્યો, આવકમાં પણ 50%નો વધારો

માર્કેટ કેપ દ્વારા દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. 30 સપ્ટેમ્બર 2021એ સમાપ્ત ક્વાર્ટરમાં RILનો નફો 13,680 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે અગાઉના એટલે કે જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 12,273 કરોડ રૂપિયા રહ્યો હતો. જણાવી દઈએ કે બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 12,480 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન કરવામાં આવ્યો હતો.

30 સપ્ટેમ્બર 2021એ સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ આવક 1.67 લાખ કરોડ રૂપિયા રહી છે. નોંધપાત્ર રીતે, આ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ આવક 1.40 લાખ કરોડ રૂપિયા રહી હતી. જ્યારે CNBC-TV18ના અનુમાન પોલમાં તે 1.58 લાખ કરોડ રૂપિયા હોવાનો અનુમાન કરવામાં આવ્યો હતો.

ટકાવારીના આધાર પર જોઇએ તો વર્ષના આધાર પર કંપનીના નફામાં 46 ટકા વધારો જોવા મળ્યો છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર તેમાં 12.1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ગયા વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીનો નફો 10,602 કરોડ રૂપિયા પર રહ્યો હતો. જ્યારે, ક્વાર્ટરના આધાર પર જોઇઓ તો આ નાણકિય વર્ષના જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 13,806 કરોડ રૂપિયા પર રહ્યો હતો.

જ્યારે જો કંપનીની આવક પર નજર કરીએ, તો ટકાવારીના આધાર પર તેમાં વર્ષના આધાર પર 49.8 ટકાથી વધારો જોવા મળ્યો છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર 20.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીનું કોન્સોલિડેટેડ EBITDA છેલ્લા ક્વાર્ટરના 23368 કરોડ રૂપિયાથી વધીને 26,020 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે કન્સોલિડેટેડ EBITDA માર્જિન 15.5 ટકા પર રહી છે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ પ્રસંગ પર કહ્યું છે કે નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે.

કંપનીને તેની આંતરિક મજબૂતી સાથે જ ભારતીય અને ગ્લોબલ ઇકોનૉમીમાં થઈ રહી રિકવરીનો મજબૂત ફાયદો મળ્યો છે. અમારા તમામ બિઝનેસ વર્ટિકલ્સમાં કારોબારમાં પ્રી-કોવિડ લેવલથી વધારે ગ્રોથ જોવા મળી છે. તેમણે વધુમાં કહ્યું કે કંપનીની ઑપરેશનલ અને નાણાકીય કામગીરી કંપનીના રિટેલ ઑઈલ અને કેમિકલ અને ડિજિટલ કારોબારમાં આવી મજબૂત ગ્રોથનો પ્રદર્શન કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે કંપનીના O2C કારોબારને તમામ પ્રોડક્ટ્સની માંગમાં આવી મજબૂત વધારો અને હાયર ટ્રાન્સપોર્ટેશન ફ્યુઅલ માર્જિનથી ફાયદો મળ્યો છે. રિલાયન્સ રિટેલના કારોબારમાં ડિજિટલ અને ફિઝિકલ બન્ને પ્રાકારના પ્લેટફોર્મની ગ્રોથની અસર જોવા મળી છે. આ કારણે કંપનીના રિટેલ કારોબારની આવક અને માર્જિન બન્નેમાં વધારો જોવા મળ્યો છે.

અંબાણીએ વધુમાં કહ્યું કે રિલાયન્સ જિયો ભારતના બ્રૉડ બેન્ડ માર્કેટમાં પરિવર્તન લાવવા માટે પ્રેરક બળ છે. આગળ જતાં, તે ઇન્ડસ્ટ્રી માટે નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે. નોંધપાત્ર રીતે, 19 ઓક્ટોબરે કંપનીના શેર 2,750 રૂપિયાના નવા રેકોર્ડ હાઇ પર પહોંચ્યા હતા. કંપનીનું માર્કેટ કેપ 18 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું.

કંપનીએ હાલમાં સોલર એનર્જી માટે કરાર કર્યા છે. જુલાઈથી અત્યાર સુધી આ શેર 24 ટકા વધ્યો છે અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 18.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ 617 અંક વધ્યો, નિફ્ટી 17170 ની ઊપર સેન્સેક્સ 617 અંક વધ્યો, નિફ્ટી 17170 ની ઊપર
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી
Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર
Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ? Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ?