સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Jio Platforms Q2 results: રિલાયન્સ જિયોનો નેટ પ્રાફિટ 23.5% વધીને 3528 કરોડ રૂપિયા રહ્યો, આવક 18735 કરોડ રૂપિયા

23 ઓક્ટોબર 2021, 10:34 AM

Jio Platforms Q2 results: રિલાયન્સ જિયોનો નેટ પ્રાફિટ 23.5% વધીને 3528 કરોડ રૂપિયા રહ્યો, આવક 18735 કરોડ રૂપિયા

Jio Platforms Q2 results: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ની ટેલિકૉમ ઇકાઇ રિલાયન્સ જિયો (Reliance Jio)નો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 3528 કરોડ રૂપિયા રહી. આ વર્ષે જૂન ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 3501 કરોડ રૂપિયા હતો.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની સ્ટેન્ડઅલોન આવક 18735 કરોડ રૂપિયા રહી. તેના પહેલા જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક 17,994 કરોડ રૂપિયા હતી. કંપનીના સ્ટેન્ડઅલોન એબિટડા (arnings, before interest, depreciation and amortization) સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8989 કરોડ રૂપિયા રહી. આ સમયગાળા દરમિયાન કંપનીનો માર્જિન 48 ટકા રહ્યો.

શું છે એવરેજ રેવેન્યૂ પ્રતિ યૂઝર (ARPU)

સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં જિયો ની એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર્સ (ARPU) પ્રતિ મહિના 143.6 રૂપિયા રહી. આ ક્વાર્ટર માટે કુલ ડેટા ટ્રાફિક ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 50.9 ટકાથી વધીને 23 અરબ GB રહ્યો.

30 સપ્ટેમ્બર 2021 સુધી જિયોના કુલ ગ્રાહક આધાર 429.5 કરોડ યૂઝર્સ હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2.38 કરોડ નવા યુઝર્સ ઉમેરાયા છે.

જિયો અને ગૂગલ મળીને JioPhone Next પર કામ કરી રહ્યા છે. દિવાળી પહેલા આ ફોન લૉન્ચ થવા જઈ રહ્યો છે. આ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.

કેવા રહ્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણા?

માર્કેટ કેપ દ્વારા દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. 30 સપ્ટેમ્બર 2021એ સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીનો નફો 13,680 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે અગાઉના એટલે કે જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 12,273 કરોડ રૂપિયા રહ્યા હતો. જણાવી દઈએ કે બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 12,480 કરોડ રૂપિયા પર રહેવાનુ અનુમાન કરવામાં આવ્યો હતો.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ 617 અંક વધ્યો, નિફ્ટી 17170 ની ઊપર સેન્સેક્સ 617 અંક વધ્યો, નિફ્ટી 17170 ની ઊપર
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી
Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર
Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ? Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ?