નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં ભારતી એરટેલનો નફો 2.4 ગણો વધીને 2007.8 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતી એરટેલનો નફો 829.6 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં ભારતી એરટેલની રૂપિયામાં આવક 5.5 ટકા વધીને 31,500 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતી એરટેલની રૂપિયામાં આવક 29,866.6 કરોડ રૂપિયા રહી હતી.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જાન્યુઆરી-માર્ચમાં ભારતી એરટેલના એબિટડા 14,904.7 રૂપિયાથી વધીને 15,998.4 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ભારતી એરટેલના એબિટ માર્જિન 49.9 ટકાથી વધીને 50.7 ટકા રહ્યા છે.