શુ આ બાયર્સ માર્કેટ છે?
પ્રોપર્ટીની કિંમતો ઘણા સમય થી વધી નથી. પ્રોપ્રટીની કિંમતો સ્થિર રહી છે. 84 ટકા લોકોને લાગે છે કે આ ઘર ખરીદવાનો સારો સમય છે. 5 ટકા લોકો માને છે કે રિયલ એસ્ટેટમાં રોકાણની સારી તક છે. માર્કેટમાં ખરીદારો વધી રહ્યાં છે. ઘરોની માગ ખૂબ સારી છે. યુવાલોકો પણ મોટી સંખ્યામાં ઘર ખરીદી રહ્યાં છે. ગ્રાહકોને હવે મોટા ઘર જોઇએ છે. ગ્રાહકોના બજેટ પણ વધતા દેખાયા છે. 1 કરોડની વધુ કિંમતના ઘરોની માગ વધી છે.
ભાડે ઘર લેનાર લોકીની માગ
પાછલા વર્ષે ભાડાના ઘરની માગ ઘટી હતી. કોવિડ વેવ-2 પછી ભાડાના ઘરની માગ ઘટી હતી. દિવાળી પછી ભાડાના ઘરોની માગ વધી રહી છે. ભાડાના ઘર માટે પણ મોટા ઘરની માગ વધી રહી છે. લોકો મોટા ઘર માટે ભાડાના ઘર બદલી પણ રહ્યાં છે. છુટા ઘરોની માગમાં વધારો થયો છે. હૈદરાબાદ,ચૈન્નઇ,બેંગ્લોરમાં ભાડાના ઘરોની માગ વધી છે. લોકો રિયલ એસ્ટેટ વેબસાઇટથી ઘર શોધે છે.
લેન્ડલોર્ડની સ્થિતી અંગે ચર્ચા
પાછલા વર્ષે ભાડાની આવક ઘટી હતી. દિવાળી બાદ ભાડાના ઘરોની માગ વધી છે. મોટા શહેરોમાં 5 ટકા ભાડુ વધ્યુ છે. કોવિડની ભાડાના ઘરની માગ પર અસર થઇ શકે છે.
જુના ઘર વેચાણની કેવી છે સ્થિતી?
જુના ઘર વેચવામાં હાલ મુશ્કેલી ઓછી છે. તમારે ઘરની કિંમત યોગ્ય ઓફર કરવી જરૂરી છે.
રિયલ એસ્ટેટ અને ટેકનોલોજી
મહામારીમાં રિયલ એસ્ટેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. લોકો ઓનલાઇન પ્રોપર્ટી જોવાનુ પસંદ કરે છે. વિડીયો વોક થ્રુનુ ચલણ વધ્યું છે. વિડીયો જોઇ પ્રોપર્ટીની પસંદગી સરળ છે. ટેકનોલોજીના ઉપયોગથી સમયની બચત કરી રહી છે. 77 ટકા લોકો પ્રોપર્ટી પસંદ કરવા વિડીયો વોક થ્રુ પસંદ કરે છે.
રિયલ એસ્ટેટમાં લોકેશન નુ મહત્વ કેટલુ?
વર્ક ફ્રોમ હોમને કારણે લોકેશનનુ મહત્વ ઘટ્યુ છે. લોકોને શહેરથી દુર પણ મોટા ઘરની ઇચ્છા છે. ઑફિસથી પાસે રહેવાનો ટ્રેન્ડ ઘટ્યો છે.
કિંમતોમાં સમય સાથે સ્થિર રહી છે. વ્યાજદર હાલમાં ખૂબ ઓછો છે. ડેવલપર્સ દ્વારા ડિસ્કાઉન્ટ પણ અપાયા છે. લોકોની વેકેશનન થવાથી બચત પણ થઇ છે. ઘર ખરીદવાની અફોર્ડિબિલિટી વધી છે. આવનારો સમય રિયલ એસ્ટેટનો હોય શકે છે. રિયલ એસ્ટેટનો ગ્રોથ ખૂબ સારો થશે. રિયલ એસ્ટેટમાં રોકાણનો સારો સમય છે.
બાંધકામ ખર્ચ વધતો જઇ રહ્યો છે. હોમલોનના વ્યાજદર ઓછા છે. લોકોની અફોર્ડિબિલિટી વધી છે. હાલના સમયમાં ઘર લેવુ વધુ હિતાવહ છે.