શુ હોય છે LEED સર્ટિફિકેશન?
LEED અટલે કે LEADERSHIP IN ENERGY & ENVIRNMENTEL DESIGN પૂરૂ નામ છે. LEEDએ દુનિયાભરમાં સ્વીકૃત ગ્રીન બિલ્ડિંગ રેટિંગ આપી છે. ઉર્જા, પાણીની બચત ગ્રીન બિલ્ડિંગ્સમાં થતી હોય છે. બિલ્ડિંગનુ મેન્ટેનન્સ ઓછુ કરવામાં ગ્રીન બિલ્ડિંગ્સ ઉપયોગી છે. ઘણા ડેવલપર ગ્રીન બિલ્ડિંગનો કોનસેપ્ટ અપનાવી રહ્યાં છે.
રિયલ એસ્ટેટમાં સસ્ટેનેબિલિટીનુ મહત્વ વધી રહ્યું છે. ગ્રીન બિલ્ડિંગની માંગ વધી છે. કમર્શિયલ બિલ્ડિંગમાં ગ્રીન બિલ્ડિંગની માગ ખૂબ વધી છે. એનર્જી એફિશિયન્સીની જરૂરિયાતને કારણે પણ ગ્રીન બિલ્ડિંગની માંગ થઈ રહી છે. LEED સર્ટિફાઇડ ગ્રોસ એરિયા છે.
કઇ રીતે સર્ટિફિકેશન અપાય છે?
LEEDના 4 લેવલના સર્ટિફિકેટ અપાતા હોય છે. પ્લેટિનમ રેટિંગ સર્ટિફિકેશન માટે 80થી વધુ પોઇન્ટ જરૂરી છે. ગોલ્ડ રેટિંગ સર્ટિફિકેશન માટે 60થી વધુ પોઇન્ટ જરૂરી છે. સિલ્વર રેટિંગ સર્ટિફિકેશન માટે 50થી વધુ પોઇન્ટ જરૂરી છે. બેઝિક સર્ટિફિકેશન માટે 40 પોઇન્ટ જરૂરી છે. ભારતમાં દરેક કોર્પોરેટ પ્લેટિનમ સર્ટિફાઇડ થવાનુ ઇચ્છે છે. 10 મહિનામાં 82 પ્લેટિનમ સર્ટિફિકેશન થયા છે. NCRમાં 22 પ્લેટિનમ, 9 ગોલ્ડ અને 2 સિલ્વર રજીસ્ટ્રેશન છે.
બેંગ્લુરૂમાં 11 પ્લેટિનમ, 12 ગોલ્ડ અને 1 સિલ્વર રજીસ્ટ્રેશન છે. પુણેમાં 19 પ્લેટિનમ, 5 ગોલ્ડ રજીસ્ટ્રેશન છે. ચૈન્નઇમાં 12 પ્લેટિનમ, 5 ગોલ્ડ રજીસ્ટ્રેશન છે. હૈદરાબાદમાં પુણેમાં 10 પ્લેટિનમ, 8 ગોલ્ડ રજીસ્ટ્રેશન છે. MMRમાં 6 પ્લેટિનમ, 8 ગોલ્ડ. 1 સિલ્વર રજીસ્ટ્રેશન છે. કોલકત્તામાં 2 પ્લેટિનમ, 3 ગોલ્ડ રજીસ્ટ્રેશન છે.
LEED ક્રેડિટ કેટેગરી
સસ્ટેનેબિલિટી, વોટર એફિસિન્યસી વગેરે જેવા 9 કેટેગરી છે. પાણીની બચત, હવાના શુધ્ધીકરણ માટે ઘણુ પ્લાનિંગ કરાતુ હોય છે. એનર્જીની બચત સાથે ગ્રીન બિલ્ડિંગનુ મેન્ટેનન્સ કરવામાં આવે છે.
કઇ કઇ બિલ્ડિંગ લઇ શકે LEED બિલ્ડિંગ?
જુની બિલ્ડિંગમાં પણ LEED સર્ટિફિકેશન લઇ શકાય છે. ડેવલપર્સ દ્વારા નવા બનતા બિલ્ડિંગનુ LEED સર્ટિફિકેશન કરાવાય છે. લીઝ પર લીધેલી પ્રોપર્ટીનુ ઇન્ટિરયર્સ માટે સર્ટિફિકેશન થઇ શકે છે.
ઇનડોર એર ક્વોલિટી કઇ રીતે જળવાય છે?
કાબર્ન ડાયોકસાઇડનુ પ્રમાણ ઓછુ રહે એવુ પ્લાનિંગ કરાય છે. ઓછુ વપરાયુ હોય એવા મટીયરલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.