comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

આવી ગયું છે ભાજપનું સંકલ્પ પત્ર, કોને શું આપવાનું વચન, વાંચો અહેવાલ

26 નવેમ્બર 2022, 12:37 PM

આવી ગયું છે ભાજપનું સંકલ્પ પત્ર, કોને શું આપવાનું વચન, વાંચો અહેવાલ

GUJARAT ELECTIONS 2022: ભારતીય જનતા પાર્ટીએ પણ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. નોંધનીય છે કે, ભાજપ દાવો કરી રહ્યું છે કે, વર્ષ 2017માં સંકલ્પ પત્ર માંથી 70 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સંકલ્પ પત્રનાં વિમોચન કાર્યક્રમમાં ભાજપનાં અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

ભાજપનું સંકલ્પ પત્ર

અગ્રેસર એગ્રીકલ્ચર
ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ" હેઠળ 10,000 કરોડનું રોકાણ કરરાશે. જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (APMC, વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્સ વગેરે) મજબૂત કરશે.
25,000 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું, જેમાં ખૂટતી કડીઓનું નિર્માણ અને કચ્છ-ઉત્તર ગુજરાત વોટર ગ્રીડ પર વધુ ધ્યાન આપીશું.
પશુધનની સારસંભાળને સુનિશ્ચિત ગૌશાળાઓને (500 કરોડના વધારાના બજેટ સાથે) માળખાકીય રીતે મજબૂત કરીશું, 1000 એડિશનલ મોબાઈલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુ માટે રસીકરણ અને વીમાની ખાતરી કરીશું.

અગ્રેસર યુવા
મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ 10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું.
કે.કા.શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન કંડ અંતર્ગત 1000 કરોડના ખર્ચે નવી સરકારી કોલેજોનું નિર્માણ અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અધતન બનાવીશું.
ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરીશું.
IITના તર્જ પર 4 ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી”ની સ્થાપના કરીશું.
વર્ષ 2030માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સાવીશું.

અગ્રેસર આરોગ્ય
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની વાર્ષિક મર્યાદાને 10 લાખ કરીશું.
મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ” હેઠળ EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિઃશુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે 110 કરોડના ભંડોળનું નિર્માણ કરીશું.
1000 કરોડના ભંડોળથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષનું નિર્માણ કરીશું, જેથી 3 નવી સિવિલ મેડિસિટી, 2 AIIMડ સ્તરની હોસ્પિટલોનું નિર્માણ થશે અને વર્તમાન સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત બનશે.

અગ્રેસર સમરસ વિકાસ
પ્રધાનમંત્રી આવાસ યોજનાના 100% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરીશું.
કેમિલી કાર્ડ યોજના"ના માધ્યમથી દરેક પરિવાર સુધી રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચે તે સુનિશ્ચિત કરીશું.
PDS સિસ્ટમના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાધ તેલ આપીશું.
શ્રમિકોને 2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરીશું.
ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનાર દરેક OBC/ST/SC/EWS વિધાર્થીઓને 50,000નું પ્રોત્સાહન અનુદાન આપીશું.

“સંકલ્પ પત્ર માત્ર વચનોની લ્હાણી નથી”
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સંકલ્પ પત્ર માત્ર વચનોની લ્હાણી નથી. જે કહેવું તે કરવું તે ભાજપની કાર્યપદ્ધતિ છે. ગુજરાતની જનતાએ ભાજપને પ્રેમ આપ્યો છે.
“ભાજપ પર વિશ્વાસ”
સી.આર. પાટીલે સંકલ્પ પત્ર જાહેર કરતા જણાવ્યું કે, “ભાજપ પર ભાઇ બહેનોને વિશ્વાસ છે જેથી લાખોની સંખ્યામાં લોકોએ પોતાના સૂચન કર્યા છે.”

આ વખતે ભાજપનાં મેનિફેસ્ટોમાં યુવા અને રોજગારી પર પ્રાધાન્ય અપાય એવી શક્યતા દેખાઇ રહી છે. હેલ્થ સિસ્ટમ મજબૂત કરવાનો પણ ઉલ્લેખ થઇ શકે છે. આ ઉપરાંત તેઓ સ્ટાર્ટ અપ સ્કિલ ઇન્ડિયા ઉદ્યોગ નીતિ પર પણ ભાર મુકી શકે છે. OBC તથા આદિવાસી સમુદાય અંગે પણ નવા સંકલ્પ લાવી શકે છે. નબળા વર્ગ માટે પણ રાહત આપતી જાહેરાત થઈ શકે છે. ગરીબ લોકોના પાકા મકાનો અંગે ફરીવાર ઉલ્લેખ થઇ શકે છે. ઉચ્ચ શિક્ષણ તથા ફી નિયંત્રણ બિલ અંગે પણ જાહેરાત થઇ શકે છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Technical View: નિફ્ટીએ વીકલી ચાર્ટ પર બનાવી બુલિશ કેંડલ, સોમવારે કેવો રહેશે માર્કેટનો મિજાજ Technical View: નિફ્ટીએ વીકલી ચાર્ટ પર બનાવી બુલિશ કેંડલ, સોમવારે કેવો રહેશે માર્કેટનો મિજાજ
Adani fiasco: RBIએ અદાણી ગ્રૂપને લગતી ચિંતા ફગાવી, કહ્યું- અદાણી ગ્રૂપમાં માત્ર 27000 છે કરોડ રોકાયેલા Adani fiasco: RBIએ અદાણી ગ્રૂપને લગતી ચિંતા ફગાવી, કહ્યું- અદાણી ગ્રૂપમાં માત્ર 27000 છે કરોડ રોકાયેલા
Adani Group Stocks માં વેચવાલીનું ઓછુ થયુ દબાણ, જાણો માર્કેટ એક્સપર્ટ્સનું શું છે કહેવુ Adani Group Stocks માં વેચવાલીનું ઓછુ થયુ દબાણ, જાણો માર્કેટ એક્સપર્ટ્સનું શું છે કહેવુ
ભારતીય કંપનીના આઈડ્રોપથી અમેરિકામાં ગઈ પાંચ લોકોની આંખોની રોશની, એક એ ગુમાવ્યો જીવ ભારતીય કંપનીના આઈડ્રોપથી અમેરિકામાં ગઈ પાંચ લોકોની આંખોની રોશની, એક એ ગુમાવ્યો જીવ
ગત સપ્તાહે 140 સ્મૉલકેપ શેર 40% તૂટ્યા, જાણો આવનાર સપ્તાહે બજારની કેવી ચાલ રહી શકે ગત સપ્તાહે 140 સ્મૉલકેપ શેર 40% તૂટ્યા, જાણો આવનાર સપ્તાહે બજારની કેવી ચાલ રહી શકે