comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

14 જિલ્લાની 93 બેઠકો ઉપર આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત, 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર

03 ડિસેમ્બર 2022, 01:09 PM

14 જિલ્લાની 93 બેઠકો ઉપર આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત, 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર

GUJARAT ELECTION: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો પહેલો તબક્કો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ચૂક્યો છે ત્યારે હવે આગામી પાંચમી ડીસેમ્બરે બાકી રહેલા 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાશે. જેના માટે આજે શનિવારે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે. બીજા તબક્કાના મતદાનમાં 833 ઉમેદવારોનું ભાવિ સોમવારે ઈવીએમમાં સીલ થઈ જશે અને જેનો ફેંસલો 8મી ડીસેમ્બરે આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને આવરી લેતી 93 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ અંતિમ ચરણના પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. સોમવારે પાંચમી ડીસેમ્બરે સવારે 8 વાગ્યાથી સાજે પાંચ વાગ્યા સુધી 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાશે. જે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 2017માં આ 93 બેઠકોમાંથી ભાજપના ફાળે 51 જ્યારે કોંગ્રેસના ફાળે 39 બેઠકો આવી હતી. ભાજપે અને કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે કોને સફળતા મળે છે તેનો ફેંસલો 8મી ડીસેમ્બરે જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડી જશે. પહેલી ડીસેમ્બરે 89 બેઠકો માટે 63.144 ટકા મતદાન થયું છે અને જેમાં 788 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે.

14 જિલ્લા કયા કયા અને બેઠકો કઈ કઈ
બનાસકાંઠા : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (એસટી), વડગામ (એસસી), પાલનપુર, ડીસા, દીયોદર, કાંકરેજ
પાટણ : રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્વપુર
મહેસાણા : ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
સાબરકાંઠા : હિંમતનગર, ઈડર (એસસી), ખેડબ્રહ્મા (એસટી), પ્રાંતિજ
અરવલ્લી : ભિલોડા (એસટી), મોડાસા, બાયડ
ગાંધીનગર : દહેગામ, ગાંધીનગર (દક્ષિણ), ગાંધીનગર (ઉત્તર), માણસા, કલોલ
અમદાવાદ જિલ્લો : વિરમગામ, સાણંદ, દસ્ક્રોઈ, ધોળકા, ધંધુકા
અમદાવાદ શહેર : ઘાટલોડીયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડીયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી અને અસારવા
આણંદ : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમેરઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
ખેડા ; માતર, નડીયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
મહીસાગર : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
પંચમહાલ : શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ
દાહોદ : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢબારિયા
વડોદરા જિલ્લો : સાવલી, વાઘોડીયા, ડભોઈ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરજણ
છોટા ઉદેપુર : જેતપુર પાવી, છોટા ઉદેપુર

આ પણ વાંચો - પદ્મ ભૂષણ મળવાથી અભિભૂત સુંદર પિચાઈએ કહ્યું- ભારત મારો હિસ્સો, હું જ્યાં પણ જાઉં હંમેશા મારી સાથે

 

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Indian Oil Q3: નફો 87% ઘટ્યો, આવક 17% વધી Indian Oil Q3: નફો 87% ઘટ્યો, આવક 17% વધી
Budget 2023: 49 વર્ષ પહેલા રજૂ કરવું પડ્યું હતું Black Budget, જાણો સંપૂર્ણ ડિટેલ્સ Budget 2023: 49 વર્ષ પહેલા રજૂ કરવું પડ્યું હતું Black Budget, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
બજેટ આશા મની મેનેજર: ટેક્સને લાગતી કઈ રાહત મળી શકે છે આ બજેટમાં? બજેટ આશા મની મેનેજર: ટેક્સને લાગતી કઈ રાહત મળી શકે છે આ બજેટમાં?
Economic survey 2023: મહિલાઓ, ખેડૂતો અને આમ આદમી સરકારની પ્રાથમિકતા, રાષ્ટ્રપતિના ભાષણના મુખ્ય અંશ Economic survey 2023: મહિલાઓ, ખેડૂતો અને આમ આદમી સરકારની પ્રાથમિકતા, રાષ્ટ્રપતિના ભાષણના મુખ્ય અંશ
Economic Survey 2023: ગ્રામીણ વિસ્તારોના વિકાસ પર જોર, બજેટની પહેલા રજુ થયો આર્થિક સર્વે Economic Survey 2023: ગ્રામીણ વિસ્તારોના વિકાસ પર જોર, બજેટની પહેલા રજુ થયો આર્થિક સર્વે