comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Gujarat Election Result 2022: ગુજરાતમાં 12 ડિસેમ્બરે નવી સરકાર લેશે શપથ, PM મોદી પણ થશે સામેલ

08 ડિસેમ્બર 2022, 03:24 PM

Gujarat Election Result 2022: ગુજરાતમાં 12 ડિસેમ્બરે નવી સરકાર લેશે શપથ, PM મોદી પણ થશે સામેલ

Gujarat Election Result 2022: 12 ડિસેમ્બર બપોરે 2 વાગ્યે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. આ સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે ગુરુવારે આ માહિતી આપી હતી. મહત્વનું છે કે, ગુજરાતના ચૂંટણી વલણ અનુસાર, શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે.

ગુજરાતમાં ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. ભગવા પાર્ટી 1995 પછી રાજ્યમાં એકપણ વિધાનસભા ચૂંટણી હારી નથી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ભાજપ 150 સીટો પર, કોંગ્રેસ 14 અને આમ આદમી પાર્ટી (AAP) 5 સીટો પર આગળ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુરુવારે સવારે રાજ્યના 37 મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની હાજરી વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી.

આ પણ વાંચો- ભાજપ ગુજરાતમાં 27 વર્ષનો રેકોર્ડ તોડવા માટે તૈયાર, સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર

શરૂઆતના વલણમાં ભાજપના કેટલાક ધારાસભ્યો આગળ છે. હાર્દિક પટેલની જીત થઈ છે, જ્યારે પૂર્ણેશ મોદી સહિત અન્ય ઘણા લોકપ્રિય ચહેરાઓ આગળ છે. આ વખતે ચૂંટણી મેદાનમાં AAPની એન્ટ્રી થતાં જ હરીફાઈ ત્રિકોણીય બની ગઈ છે, જેના કારણે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુજરાતમાં બહુમતી માટે કુલ 182 બેઠકોમાંથી કોઈપણ પક્ષે 92ના આંકડાને સ્પર્શ કરવો પડશે. મતદાન પછીના સર્વેમાં ભાજપ માટે આરામદાયક જીત અને સતત સાતમી ટર્મ માટે રાજ્યમાં સરકાર બનાવવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જનાદેશ હવે સ્પષ્ટ છે, અહીંના લોકોએ બે દાયકાથી ચાલી રહેલી ગુજરાતની આ વિકાસ યાત્રાને ચાલુ રાખવાનું મન બનાવી લીધું છે. અહીંના લોકોએ ફરી એકવાર ભાજપમાં અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી 12મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શપથ લેશે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શપથ સમારોહમાં ભાગ લેશે-ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ pic.twitter.com/xEaCv7GaUo

— ANI (@ANI) 8 ડિસેમ્બર, 2022
તો બીજીતરફ, હિમાચલ પ્રદેશમાં 68 સભ્યોની વિધાનસભા બેઠકો પર વિપક્ષ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે નજીકની લડાઈ છે. ગુરુવારે મતગણતરીના પ્રથમ બે કલાકના પ્રારંભિક વલણો શાસક ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સખત લડાઈ દર્શાવે છે. ચૂંટણી પંચના વલણમાં કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાં બહુમતી મળી છે. તમામ 68 સીટો માટેના ટ્રેન્ડમાં કોંગ્રેસ 37 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 27 સીટો પર આગળ છે. ત્રણ બેઠકો પર અપક્ષો આગળ ચાલી રહ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Nykaa Share Price: નાયકાના સ્ટૉકમાં આવ્યો ઉછાળો, જાણો શું છે આ તેજી નું કારણ Nykaa Share Price: નાયકાના સ્ટૉકમાં આવ્યો ઉછાળો, જાણો શું છે આ તેજી નું કારણ
અત્યારે સેન્ટિમેન્ટ નબળા છે પણ ફંડામેન્ટલ મજબૂત: પ્રકાશ દિવાન અત્યારે સેન્ટિમેન્ટ નબળા છે પણ ફંડામેન્ટલ મજબૂત: પ્રકાશ દિવાન
Adani Groupના શેરોને બદલશે ફ્રી ફ્લોટ સ્ટેટસ! જાણો શું થઈ શકે છે તેની અસર Adani Groupના શેરોને બદલશે ફ્રી ફ્લોટ સ્ટેટસ! જાણો શું થઈ શકે છે તેની અસર
Closing Bell: નિફ્ટી 17890 ની ઊપર, સેન્સેક્સ 142 અંક ઉછળીને બંધ Closing Bell: નિફ્ટી 17890 ની ઊપર, સેન્સેક્સ 142 અંક ઉછળીને બંધ
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી