comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

સુઝલૉન એનર્જીના ફાઉન્ડર તુલસી તાંતીનું હાર્ટ એટેક બાદ નિધન

02 ઓક્ટોબર 2022, 11:04 AM

સુઝલૉન એનર્જીના ફાઉન્ડર તુલસી તાંતીનું હાર્ટ એટેક બાદ નિધન

એનર્જી સેક્ટરની દિગ્ગજ કંપની સુઝલૉન એનર્જીના ફાઉન્ડર ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તુલસી તાંતીનું નિધન થઇ ગયું છે. 1 ઓક્ટોબરના મોડી રાત્રે કંપનીએ શેર બજારને આની જાણકારી આપી. કંપનીએ જણાવ્યું કે કાર્ડિયક અરેસ્ટના કારણે તાંતીનું નિધન થયું છે. જણાવી દઇએ કે તુલસી તાંતીની ઉંમર 64 વર્ષ હતી.

એક અધિકારીએ જણાવ્યું કે તાંતી ઇન્ડિયન વિંડ ટર્બાઇન મેન્યુફેક્ચર્ડ એસોસિયેશનના અધ્યક્ષ પણ હતું. તેઓ અમદાવાદથી પુણે જઇ રહ્યા હતા. ત્યારે તેમને કાર્ડિયક અરેસ્ટ થયું.

સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 204% વધ્યું, ટાટા-હ્યુંડઇના આંકડા પણ સારા

તુલસી તાંતીનો જન્મ 1958માં ગુજરાતના રાજકોટમાં થયો હતો. તેમણે સુઝલૉન એનર્જીની સ્થાપના 1995માં કરી હતી. તેમના પરિવારમાં દિકરી નિધિ અને દિકરો પ્રણાવ છે. તાંતી સુઝલૉન એનર્જીની સ્થાપનાની સાથે જ ભારતમાં વિંડ એનર્જી સેક્ટરની આગેવાની પણ કરી. તેમણે ભારતીય રિન્યુએબલ એનર્જીમાં પણ ગ્લોબલ પડકારો વચ્ચે વર્ચસ્વ બનાવવાના પ્રયત્નો કર્યા. તાંતીએ રિન્યુએબલ એનર્જીની કલ્પના એવા સમયમાં કરી હતી. જ્યારે આ સેક્ટરમાં ઇન્ટરનેશનલ ખેલાડીઓનો દબદબો હતો. સાધારણ રીતે લોકો માટે આ મુશ્કેલ હતું. તાંતીનું નિધન એવા સમયે થયું છે જ્યારે કંપની 240 કરોડ શેર્સના રાઇટ્સ ઇશ્યૂ થકી અંદાજે 1,200 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારી કરી રહી છે.

વીજળીની અછતના કારણે થઇ હતી સુઝલૉન એનર્જીની સ્થાપના

તુલસી તાંતી કપડા વ્યવસાયી હતા. પરંતુ વીજળીની અછતના કારણે ઉત્પાદનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેના કારણે તેમને 1995માં જ કપડા કંપનીની ઉર્જા જરૂરતોને પુરી કરવા માટે પવન ઉર્જા ઉત્પાદનમાં પગલું ભર્યું અને સુઝલૉન એનર્જીની સ્થાપના કરી. આ બાદ તેમણે 2001માં કપડા વ્યવસાયને વેચી દીધો અને 2003માં, સુઝલૉનને દક્ષિણ-પશ્ચિમી મિનેસોટામાં 24 ટર્બાઇનની આપૂર્તિ માટે ડેનમાર એન્ડ એસોસિયેટ્સથી યુએસએમાં પહેલો ઓર્ડર મળ્યો.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Hot Stocks: શૉર્ટ ટર્મમાં કરવા ઈચ્છો છો ડબલ ડિજિટ કમાણી તો આ સ્ટૉક્સ પર લગાવો દાંવ, નહીં થશો નિરાશ Hot Stocks: શૉર્ટ ટર્મમાં કરવા ઈચ્છો છો ડબલ ડિજિટ કમાણી તો આ સ્ટૉક્સ પર લગાવો દાંવ, નહીં થશો નિરાશ
HDFC Securities એ સૂચવ્યા 5 સ્મૉલકેપ સ્ટૉક, જે તમને શૉર્ટ ટર્મમાં કરાવશે જોરદાર કમાણી HDFC Securities એ સૂચવ્યા 5 સ્મૉલકેપ સ્ટૉક, જે તમને શૉર્ટ ટર્મમાં કરાવશે જોરદાર કમાણી
Trade Spotlight: ગુરૂવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: ગુરૂવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Market live Update: સેન્સેક્સ 400 અંક તૂટ્યો, નિફ્ટી 18700ની આસપાસ, પાવર, આઈટી, ઑટો શેર લપસ્યા Market live Update: સેન્સેક્સ 400 અંક તૂટ્યો, નિફ્ટી 18700ની આસપાસ, પાવર, આઈટી, ઑટો શેર લપસ્યા
ભારતીય ઇક્વિટીમાં બુલ રન ચાલુ રહેશે, તેના આગળ બજારનું પ્રદર્શન મજબૂત બનાવશે - મનીષ સોનથાલિયા ભારતીય ઇક્વિટીમાં બુલ રન ચાલુ રહેશે, તેના આગળ બજારનું પ્રદર્શન મજબૂત બનાવશે - મનીષ સોનથાલિયા