comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Bangaluru માં આવતા ત્રણ દિવસ સુધી ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી રિક્ષા સેવાઓ પર

07 ઓક્ટોબર 2022, 05:58 PM

Bangaluru માં આવતા ત્રણ દિવસ સુધી ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી રિક્ષા સેવાઓ પર

બેગ્લુરૂ (Bangaluru)માં આવતા ત્રણ દિવસો સુધી ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી રિક્ષા સેવાઓ બંધ રહેશે. કર્ણાટકના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એક નોટિસમાં આ કંપનીઓએ આવતા 3 દિવસો સુધી તેની સેવાઓ બંધ રાખવા અને સરપ્રાઈઝિંગને લઈને એક રિપોર્ટ જમા કરાવવા માટે કહ્યું છે.

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ કેબ એગ્રીગેટર્સ તરફથી ચલાવવામાં આવતી ઓટો સેવાઓને ઓન ડિમાન્ડ ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજી એક્ટ 2016 દ્વારા ગેરકાનૂની કરાર કર્યો છે.

ટ્રાન્સપોર્ટ કમિશ્નર THM કુમારે ગુરૂવારે એક જાહેર નોટીસમાં કહ્યું, “ઓન-ડિમાન્ડ ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજી એક્ટ 2016ના પ્રાવધાનો મુજબ, એગ્રીગેટર્સના કોન્ટ્રાક્ટ પર પબ્લિક સર્વિસ પરમિટની સાથે માત્ર ટેક્સી સેવાઓ પ્રાપ્ત કરવા માટે લાઈસન્સ આપવામાં આવે છે. અહીં ટેક્સીનો મતલબ એક મોટર કેબ છે તેમાં ડ્રાઈવરને છોડીને વધુમાં વધુ 6 લોકોને બેસાડવાની ક્ષમતા હોય શકે છે.”

ક્રિપ્ટો માર્કેટમાં હેકિંગની બાબત સામે આવતા માર્કેટમાં કડાકો, 20 હજાર ડોલરની નીચે આવ્યો બિટકોઈન

તેમણે કહ્યું,“ આ માટે આ સેવા દ્વારા ઓટો રિક્ષા સર્વિસને બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.” નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ડિપાર્ટમેન્ટની જાણકારીમાં આ વાત પણ સામે આવી છે કે ગ્રાહકો પાસેથી સરકાર દ્વારા નક્કી કરેલા દરોથી વધુ ભાવ વસૂલવામાં આવી રહ્યા છે.

જો કે આ પહેલા 9 સપ્ટેમ્બરના, કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ કહ્યું હતું કે ઓલા, ઉબર અને મેરુ જેવા કેબ એગ્રીગેટર્સ (CA) કંપનીઓને સરપ્રાઈઝિંગના કારણે થતી કમાણીના ડ્રાઈવર અને કંપનીઓના ભાગને લઈને વધુ સ્પષ્ટ અને પારદર્શી નીતિઓ બનાવવી પડશે.

ભારત સરકારે નવેમ્બર 2020માં કેબ એગ્રીગેટર્સ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. તેમાં આ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બિઝી સમય અથવા વધુ માંગની સ્થિતિમાં સરપ્રાઈઝિંગ બેઝ ફેયરનું અધિકતમ 1.5 ગણું હોય શકે છે.

ઓથોરિટીએ છેલ્લા વર્ષે ઓટો માટે બેસ પ્રાઈઝના રૂપમાં 30 રૂપિયા નક્કી કર્યા હતા અને તેના પ્રત્યેક કિલોમીટર માટે 15 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો.

જો કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઉછાળો અને વધતી મોંઘવારીની વચ્ચે કેબ એગ્રીગેટર્સે છેલ્લા 6 થી 8 મહિનામાં બેસ ભાડું લગભગ 50-60 રૂપિયાથી વધારીને 100-115 રૂપિયા કર્યું છે.

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “કંપનીઓના અવૈધ ઓટોરિક્ષા ઓપરેશન્સ વિશે સ્પષ્ટીકરણ આપવું પડશે. તમને સલાહ આપવામાં આવે છે કે આ 3 દિવસોની અંદર જમા કરો. આવું નહીં કરો તો તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
તંત્રએ મતગણતરીની તૈયારીઓ કરી પૂર્ણ, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ તંત્રએ મતગણતરીની તૈયારીઓ કરી પૂર્ણ, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ
RBI Policy: મોંઘવારીના આ સમયમાં તમારી લોનની EMI માં વધારો, જાણો ક્રેડિટ પૉલિસી પર બજારના દિગ્ગજોની સલાહ RBI Policy: મોંઘવારીના આ સમયમાં તમારી લોનની EMI માં વધારો, જાણો ક્રેડિટ પૉલિસી પર બજારના દિગ્ગજોની સલાહ
IDFC First Bankના શેરે છ મહિનામાં 71 ટકા રિટર્ન આપ્યું, જાણો ટારગેટ પ્રાઈઝ IDFC First Bankના શેરે છ મહિનામાં 71 ટકા રિટર્ન આપ્યું, જાણો ટારગેટ પ્રાઈઝ
Dealing Rooms માં આ શેરોમાં થઈ બંપર કમાણી, જાણો ક્યા સ્ટૉક્સ પર દાંવ લાગાવ્યો Dealing Rooms માં આ શેરોમાં થઈ બંપર કમાણી, જાણો ક્યા સ્ટૉક્સ પર દાંવ લાગાવ્યો
USમાં વ્યાજદર વધશે તો RBIએ પણ વ્યાજદરમાં વધારો કરવો પડશે: સુનિલ સુબ્રમણ્યમ USમાં વ્યાજદર વધશે તો RBIએ પણ વ્યાજદરમાં વધારો કરવો પડશે: સુનિલ સુબ્રમણ્યમ