comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

સ્વતંત્રતાના દિવસે SBI એ ગ્રાહકોને આપ્યો ઝટકો, MCLR માં વધારો કરતા મોંઘી થઈ તમામ લોન

15 ઓગસ્ટ 2022, 01:20 PM

સ્વતંત્રતાના દિવસે SBI એ ગ્રાહકોને આપ્યો ઝટકો, MCLR માં વધારો કરતા મોંઘી થઈ તમામ લોન

દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેન્ક એસબીઆઈ એ સ્વતંત્રતા દિવસે ગ્રાહકોને ઝટકો આપ્યો છે. એસબીઆઈ એ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ ( MCLR)  એટલે કે લોનનો દર વધારી દીધો છે. આ વધારેલો દર આજથી લાગુ થઈ ગયો છે.  SBI ના આ પગલાથી તમામ લોનની EMI મોંઘી થઈ જશે. લાંબા સમયની લોન  MCLR થી લિન્ક થાય છે. તેમાં કાર લોન, હોમ લોન વગેરેનો સમાવેશ થાય છે.

SBI એ વધારી MCLR

SBI એ ઓવરનાઈટથી ત્રણ મહિનાની SBIMCLR દર 7.15 ટકા વધારીને 7.35 ટકા કરી દીધો છે. SBI એ છ મહિનાનો એમસીએલઆર 7.45 ટકાથી 7.65 ટકા, એક વર્ષથી 7.7 ટકા, 7.5 ટકાથી બે વર્ષ, 7.7 ટકાથી 7.9 ટકા અને ત્રણ વર્ષથી 7.8 ટકાથી વધીને 8 ટકા થઈ ગઈ છે. છેલ્લા મહિને, એસબીઆઈએ અલગ-અલગ ટાઈમ પીરિયડવાળા લોન માટે એમસીએલઆર માં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.

મોંઘી થશે બધી લોન

એમસીએલઆરમાં વધારાનો મતલબ છે કે બધી લોન જેમ કે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન જેવી બધી લોન મોંઘી થઈ જશે. તમારા હોમ લોનની દર મહિનાની ઈએમઆઈ મોંઘી થઈ જશે. બેન્કની વેબસાઈટ મુજબ 8 ઓગસ્ટથી એક વર્ષની એમસીએલઆર વધીને 7.7 ટકા થઈ ગઈ છે.

રાકેશ ઝુનઝુનવાલાએ Concord Biotech માં 20% ના હિસ્સાથી ₹475.30 કરોડનું કર્યું રોકાણ, સેબીમાં IPO માટે કરી અરજી

આ બેન્કોએ મોંઘી કરી લોન

આઈસીઆઈસીઆઈ બેન્કે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (I-EBLR) ને રિઝર્વ બેન્કના વધારેલા રેપો રેટ અનુસાર કરવામાં આવી છે. બેન્કે આઈ-ઈબીએલઆર 9.10 ટકા વાર્ષિક કરી દીધી છે. આ નવો દર 5 ઓગસ્ટ 2022થી લાગુ થઈ ગઈ છે. પબ્લિક સેક્ટર બેન્ક પીએનબીએ RLLR ને 7.40 ટકા વધારીને 7.90 ટકા કરી દીધી છે. આ નવો દર 8 ઓગસ્ટથી લાગુ થશે. બેન્કે કહ્યું કે આરબીઆઈ એ રેટ વધાર્યા બાદ બેન્કે લોન મોંઘી કરી છે. HDFC એ પણ લોન મોંઘી કરી છે.

આરબીઆઈ એ વધાર્યો રેપો રેટ

ભારતીય રિઝર્વ બેન્કએ રિટેલ મોંઘવારીને કાબુમાં કરવા માટે રેપોરેટમાં એક વખત ફરી વધારો કર્યો છે. આરબીઆઈએ કાલે રેપોરેટમાં 0.50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા વધારા પછી રેપો રેટ વધારીને 5.4 ટકા થઈ ગયો છે. આરબીઆઈના રેપોરેટ વધ્યા બાદ બેન્કોએ લોન મોંઘી કરવાનું શરુ કર્યું છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
SBI પર ઘરેલૂ બ્રોકરેજ હાઉસ બુલિશ, પ્રભુદાસ લીલાધરે આપી ખરીદારીની સલાહ SBI પર ઘરેલૂ બ્રોકરેજ હાઉસ બુલિશ, પ્રભુદાસ લીલાધરે આપી ખરીદારીની સલાહ
Yes Bank ના શેરોમાં આવ્યો 5% થી વધારાનો ઉછાળો, જાણો શું છે કારણ Yes Bank ના શેરોમાં આવ્યો 5% થી વધારાનો ઉછાળો, જાણો શું છે કારણ
September Auto Sales: તહેવારોની સિઝનમાં જોશ, સપ્ટેમ્બરમાં મહિનામાં રિટેલ વેચાણમાં વર્ષના આધાર પર 11% નો વધારો September Auto Sales: તહેવારોની સિઝનમાં જોશ, સપ્ટેમ્બરમાં મહિનામાં રિટેલ વેચાણમાં વર્ષના આધાર પર 11% નો વધારો
Multibagger Stock: વઘારે કમાણી માટે આ મલ્ટિબેગરમાં કરો રોકાણ, માત્ર 14000ના રોકાણ પર બન્યા કરોડપતિ Multibagger Stock: વઘારે કમાણી માટે આ મલ્ટિબેગરમાં કરો રોકાણ, માત્ર 14000ના રોકાણ પર બન્યા કરોડપતિ
PM Kisan Samman Nidhi: આ ખેડૂતોના ફસાઈ શકે છે 2000 રૂપિયા, જાણો શું છે મોટું કારણ PM Kisan Samman Nidhi: આ ખેડૂતોના ફસાઈ શકે છે 2000 રૂપિયા, જાણો શું છે મોટું કારણ