comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

ભારતને 5જી સેવાઓ માટે હવે વધુ રાહ નહીં જોવી પડેઃ પીએમ મોદી

15 ઓગસ્ટ 2022, 02:13 PM

ભારતને 5જી સેવાઓ માટે હવે વધુ રાહ નહીં જોવી પડેઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કહ્યું છે કે ભારતમાં જલ્દીથી હાઈ સ્પીડ 5જી મોબાઈલ સેવાઓ શરુ થઈ જશે. લાલ કિલ્લાના પ્રાચીર પર સંબોધન કરતા કહ્યું કે દેશ 5જી ટેક્નોલોજીની તરફ આગળ વધી રહ્યું છે. હવે આપણે 5જી માટે લાંબી રાહ જોવા નહીં પડે.

તેમણે આગળ કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા મુમેન્ટ, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કના વિસ્તાર અને સેમીકન્ડક્ટરને આપવામાં આવતા બુસ્ટથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૃષિ ક્ષેત્રોમાં આપણને આગળ નવી ક્રાંતિ જોવા મળશે.

PLI સ્કીમથી પ્રોત્સાહિત થઈને દુનિયાની તમામ કંપનીઓ તેની નવી ટેક્નોલોજી એકમો સ્થાપવા માટે ભારત આવી રહી છે. તેના દ્વારા ભારત આગળ જતા દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે અને તેનાથી આત્મનિર્ભર ઈકોનોમીનો મજબૂત પાયો નખાશે. આ સિવાય પીએમ મોદીએ ડિજિટલ માધ્યમથી ગ્લોબલ ફાયનાન્શિયલ લેણ-દેણમાં ભારતની વધતી હિસ્સેદારીના પણ વખાણ કર્યા હતા.

તમને જણાવી દઈએ કે 8 ઓગસ્ટના દૂરસંચાર મંત્રાલયના રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ કહ્યું હતું કે ભારતમાં બહુપ્રતિક્ષિત 5જી સેવાઓ લગભગ 1 મહિનામાં શરુ થઈ જશે. ઓગસ્ટ મહિનામાં જ દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું ટેલિકોમ સ્પેક્ટ્રમ ઓક્શન પણ પૂરું થઈ ગયું છે. આ ઓક્શનમાં 1.5 લાખ કરોડ રુપિયાનો રેકોર્ડ વધ્યો છે. રિલાયન્સ જિયોએ આ ઓક્શનમાં લગભગ અડધું એયરવેવ પ્રાપ્ત કર્યું છે.

(ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટનો માલિકાના હક છે. આની બેનફિશિયરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
SBI પર ઘરેલૂ બ્રોકરેજ હાઉસ બુલિશ, પ્રભુદાસ લીલાધરે આપી ખરીદારીની સલાહ SBI પર ઘરેલૂ બ્રોકરેજ હાઉસ બુલિશ, પ્રભુદાસ લીલાધરે આપી ખરીદારીની સલાહ
Yes Bank ના શેરોમાં આવ્યો 5% થી વધારાનો ઉછાળો, જાણો શું છે કારણ Yes Bank ના શેરોમાં આવ્યો 5% થી વધારાનો ઉછાળો, જાણો શું છે કારણ
September Auto Sales: તહેવારોની સિઝનમાં જોશ, સપ્ટેમ્બરમાં મહિનામાં રિટેલ વેચાણમાં વર્ષના આધાર પર 11% નો વધારો September Auto Sales: તહેવારોની સિઝનમાં જોશ, સપ્ટેમ્બરમાં મહિનામાં રિટેલ વેચાણમાં વર્ષના આધાર પર 11% નો વધારો
Multibagger Stock: વઘારે કમાણી માટે આ મલ્ટિબેગરમાં કરો રોકાણ, માત્ર 14000ના રોકાણ પર બન્યા કરોડપતિ Multibagger Stock: વઘારે કમાણી માટે આ મલ્ટિબેગરમાં કરો રોકાણ, માત્ર 14000ના રોકાણ પર બન્યા કરોડપતિ
PM Kisan Samman Nidhi: આ ખેડૂતોના ફસાઈ શકે છે 2000 રૂપિયા, જાણો શું છે મોટું કારણ PM Kisan Samman Nidhi: આ ખેડૂતોના ફસાઈ શકે છે 2000 રૂપિયા, જાણો શું છે મોટું કારણ