comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Max HealthCare બાદ KKR મણિપાલ હોસ્પિટલ્સમાં ખરીદી શકે છે હિસ્સેદારો, મનીકન્ટ્રોલ એક્સક્લુઝિવ

05 ઓક્ટોબર 2022, 01:30 PM

Max HealthCare બાદ KKR મણિપાલ હોસ્પિટલ્સમાં ખરીદી શકે છે હિસ્સેદારો, મનીકન્ટ્રોલ એક્સક્લુઝિવ

અમેરિકાની ખાનગી ઇક્વિટી ફંડ કંપની કેકેઆર (KKR) એ ઓગષ્ટમાં રેકોર્ડ સોદા હેઠળ હોસ્પિટલ ચેન મેક્સ હેલ્થકેરમાં પોતાની હિસ્સેદારી વેચી દીધી હતી. હવે કેકેઆર દેશના હેલ્થકેર સેક્ટરમાં વધુ એક દાવ રમવા જઇ રહી છે. મેક્સ હેલ્થકેરની હિસ્સેદારી વેચ્યા બાદ હવે કેકેઆર દેશની બીજી મોટી હોસ્પિટલ ચેન મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝમાં હિસ્સો ખરીદી શકે છે.

કેકેઆર એ ઓગષ્ટમાં મેક્સ હેલ્થકેરમાં પોતાની 27.5 ટકા હિસ્સેદારી 9 હજાર કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. આ ભારતમાં કોઇ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ માટે અત્યાર સુધીમાં સૌથી મોટી સિંગલ બ્લૉક ડીલ છે.

મણિપાલ હેલ્થમાં ટીપીજી કેપિટલ વેચી રહી છે પોતાની હિસ્સેદારી

સૂત્રો તરફથી મનીકન્ટ્રોલને મળી જાણકારી પ્રમાણે મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝમાં ટીપીજી કેપિટલ પોતાની હિસ્સેદારી વેચવા ઇચ્છે છે. ટીપીજી કેપિટલની પાસે સાત વર્ષથી આમાં હિસ્સેદારી છે અને હવે તે વેચવાની તૈયારી કરી રહી છે. આમાં કેકેઆરની સાથે ડીલ ઘણી આગળ વધી ચૂકી છે. સૂત્રોના પ્રમાણે કેકેઆર અને ટીપીજી ની વચ્ચે એગ્રીમેન્ટ સાઇન પણ થઇ ચૂક્યું છે.

OPEC+ ની બેઠકમાં નિર્ણય પહેલા કાચા તેલની કિંમતોમાં તેજી

એક-બે વર્ષમાં આઇપીઓ લાવવાની તૈયારીમાં મણિપાલ હેલ્થ

મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇસિસ આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. 15 માર્ચના મનીકન્ટ્રોલે જાણકારી આપી હતી કે આ પહેલા મણિપાલ હેલ્થના પ્રમોટર ગ્રુપે ટીપીજીની હિસ્સેદારી ખરીદવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ સફળ નહોતો થયો. ટીપીજી કેપિટલે ફેબ્રુઆરી 2015માં આમાં 21 ટકા માઇનોરિટી હિસ્સેદારી ખરીદી હતી.

મણિપાલ ગ્રુપની વાત કરીએ તો આવનાર એકથી બે વર્ષોમાં આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે અને આના પહેલા આ કંસોલિડેશન કરી રહી છે. આના દેશભરની 28 હોસ્પિટલમાં અંદાજે 8 હજાર બેડ્સ છે. નવેમ્બર 2020માં આને ઇન્ડિયન એસેટ્સ ઑફ કોલંબિયા એશિયા હોસ્પિટલ્સને 2100 કરોડ રૂપિયા અને જૂન 2021ના અંતે બેંગ્લૂરુની વિક્રમ હોસ્પિટલ્સને 350 કરોડમાં ખરીદી હતી.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા
Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ
આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર
Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની
Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ