comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

સેન્સેક્સ 400 અંક તૂટ્યો, નિફ્ટી 15,650ની આસપાસ, રિયલ્ટી, FMCG શેરોમાં વધારો

01 જુલાઈ 2022, 09:23 AM

સેન્સેક્સ 400 અંક તૂટ્યો, નિફ્ટી 15,650ની આસપાસ, રિયલ્ટી, FMCG શેરોમાં વધારો

03:30 PM

રૂપિયામાં નબળાઈ, 08 પૈસા ઘટીને 79.04 ના સ્તર પર બંધ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 08 પૈસા ઘટીને 79.04 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે ગુરુવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 78.96 ના સ્તર પર બંધ થયો હતો.

03:10 PM

Paytm ના પૂર્વ પ્રેસિડેંટ દીપાંકર સાનવલકા Grant Thornton માં સીનિયર પાર્ટનર બન્યા

Paytm ના પૂર્વ પ્રેસિડેંટ દીપાંકર સાનવલકા (Deepankar Sanwalka) એ અકાઉંટિંગ ફર્મ Grant Thornton Bharat LLP ને જોઈન્ટ કર્યા છે. તે આ કંપનીમાં સીનિયર પાર્ટનર બન્યા છે. તેમણે પોતે આ બારામાં 1 જુલાઈના Linkedin પર જણાવ્યુ છે. સાનવલકા પેટીએમમાં એક વર્ષથી થોડા વધારે સમય સુધી રહ્યા. તે પેટીએમથી હાલમાં રાજીનામુ આપવા વાળી ઘણા સીનિયર અધિકારીઓ માંથી એક છે. તેનાથી પહેલા પેટીએમ પેમેંટ બેન્કના સીઓઓ અભિષેક અરૂણ, ઑફલાઈન પેમેંટ્સની સીઓઓ રેનૂ સત્તી, એસવીપી અભિષેક ગુપ્તા છેલ્લા સાત મહીનામાં નોકરી છોડી ચુકી છે

02:50 PM

Gold Silver Price Today: આજે શુક્રવારના જ્વેલરી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવાને મળી. 10 ગ્રામ 24 કેરેટ સોનાના રેટ 986 રૂપિયા વધીને 50,970 રૂપિયા પર ખુલ્યો. જ્યારે, ચાંદીનો ભાવ 58,400 રૂપિયા પર ખુલ્યો. સર્રાફા બજારમાં 22 કેરેટ ગોલ્ડના ભાવ જેમાં વધારેતર જ્વેલરી બનાવામાં આવે છે, 47,400 રૂપિયાની આસપાસ બનેલા છે. આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 51,849 રૂપિયા પર ખૂલ્યો. કાલે બુધવારના સર્રાફા બજારમાં સોનાના ભાવ 50,863 રૂપિયા પર બંધ થયા. આજે રેટમાં 986 રૂપિયાનો ઘટાડો જોવાને મળ્યો. 23 કેરેટ સોનાની સરેરાશ કિંમત 51,641 રૂપિયા રહી. 22 કેરેટ સોનાના હાજર ભાવ 47,494 રૂપિયા રહ્યા. જ્યારે, 18 કેરેટના ભાવ 38,887 રૂપિયા પર પહોંચી ગયા. 14 કેરેટ ગોલ્ડના રેટ 30,332 રૂપિયા રહ્યા.

02:25 PM

Parag Milk Foodsના શેરમાં 12 ટકા ઘટ્યો

પરાગ મિલ્ક ફૂડના શેર શુક્રવાર, 1 જુલાઈ 2022એ ઇન્ટ્રા ડે માં 12 ટકાના ઘટાડા સાથે 65.5 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા, જે તેનો 52 સપ્તાહના નિચલા સ્તર છે. બપોરે બે વાગ્યા શેર 7.50 ટકા નબળા થઈને 68.40 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.

ખરેખર, ઇનવેન્ટ્રીના બટ્ટે ખાતામાં જવાથી કંપનીને માર્ચ, 2022માં સમાપ્ત ક્વાર્ટર દરમિયાન કુલ 592 કરોડ રૂપિયાની ખોટ થઈ, જેની અસર શેર પર જોવા મળી રહી છે. એક વર્ષ પહેલા સમાન સમય ગાળામાં કંપનીને 9.64 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. જ્યારે આ દરમિયાન કોર કેટેગરીઝના પ્રદર્શનમાં સુધારને કારણે કંપનીના કંસોલિડેટેડ રેવેન્યૂ 29 ટકા વધીને 562 કરોડ રૂપિયા થઈ ગયા. કંપનીએ કહ્યું કે વિતરમમાં સુધારની સાથે સમગ્ર ડિમાન્ડ વધવાના પ્રદર્શનમાં સુદાર થયો છે.

02:05 PM

ગોલ્ડ પર વધ્યો ઈંપોર્ટ ટેક્સ, Titan ને લાગ્યો ઝટકો, શેર 3% તૂટ્યા

જ્વેલરી અને ઘડીયાળ બનાવા વાળી Titan કંપનીના શેર આજે એટલે કે 1 જુલાઈના કારોબારી સત્રમાં આશરે 3 ટકા તૂટ્યા છે. તમને જણાવી દઈએ કે સરકાર પર લગાવા વાળા ઈંપોર્ટ ટેક્સને 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે રૂપિયો રેકૉર્ડ લો પર પહોંચી ગયો છે. રૂપિયાના આ ઘટાડાને થોભવા માટે સરકારે ગોલ્ડ ઈંપોર્ટ પર લાગવા વાળા ટેક્સને વધાર્યો છે. જેનાથી દેશમાં આયાત થવા વાળા સોનાને ઓછુ કરવામાં આવી શકે. સોનાની આયાત માટે ડૉલરનો ઉપયોગ થાય છે. ઈંપોર્ટ ડ્યુટી વધારવાથી આ આયાતમાં ઘટાડો આવી શકે છે.

01:49 PM

સરકારે સોના ઉપર ઈમ્પોર્ટ ટેક્સ વધારીને 12.5% કર્યો, સ્થાનિક બજારમાં વધશે સોનાની કિંમતમાં ભાવ વધારો

સોનાના ઈમ્પોર્ટ પર પહેલા 7.5 ટકા ટેક્સ લાગતો હતો જે હવે વધીને 12.5 ટકા કરવામાં આવ્યો છે.
ભારત સરકારે ગોલ્ડ ઉપર ઈમ્પોર્ટ ડ્યુટી 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી છે. તેના કારણે હવે સોનાની કિંમતમાં ભાવ વધારો જોવા મળશે. સરકારે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડીને તેની જાણકારી આપી હતી. ભારત દુનિયાનું બીજું સૌથી મોટું ગોલ્ડ કન્ઝ્યુમર છે. સરકાર સોનાની માંગમાં ઘટાડો કરવા માટે આ તરકીબ અજમાવી રહી છે. ભારતમાં સોનાની માંગ ઈમ્પોર્ટ કરવાથી પૂરી કરી શકાય છે. ગોલ્ડ ઈમ્પોર્ટના કારણે રુપિયા પર સતત દબાણ વધતું જાય છે. શુક્રવારે રુપિયો ગગળીને 79ના સપાટીને પાર કરી ગયો છે. આ અઠવાડિયાની શરુઆતમાં રુપિયાએ તેના રેકોર્ડના નીચલા સ્તર પર હતો.

01:22 PM

Byjusએ 2500 એમ્પ્લૉઈઝને નોકરીથી હટાવ્યા

Byjusએ 2500 એમ્પ્લૉઈઝને નોકરીથી હટાવી દીધા છે. જો કે, કંપનીનો દાવો છે ખે તેણે 500 થી ઓછા એમ્પ્લૉઈઝને કાઢ્યા છે. નોકરીથી હયાવ્યા ઘણા કર્મચારીને ઝટકો લાગ્યો છે. તેમણે સનજ નહીં આવી રહ્યું હતું કે તેમણે ગલતી શું હતું. તે સારા ફ્યૂચરની આશામાં કંપની માટે ખરી મહેનત કરી રહ્યા હતા. તેમણે સમજ નહીં આી રહ્યું કે તેમણે ફરી ક્યારે નોકરી મળશે. તેમણા ખર્ચા કેવી રીતે પૂરા થશે. નોકરીથી કાઢેલી એક એમ્પ્લૉઈઝએ linkedIn પર પોતોના અનુભવ શેર કર્યો છે.

01:00 PM

CITI ની ICICI SECURITIES પર સલાહ

CITI એ ICICI SECURITIES પર વેચવાલીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના લક્ષ્ચ 600 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કર્યા છે. તેમનું કહેવુ છે કે જુનમાં NSE પર સરેરાશ કેશ ટર્નઓવરમાં ઘટાડો દેખાય શકે છે. તેમાં Q4 ના સ્તરથી સરેરાશ કેશ ટર્નઓવર 30% નીચે છે. જ્યારે FY23/24 ના અનુમાનમાં તેમણે 19/18% કપાત કરી છે.

12:44 PM

Jamna Autoના શેર એખ સપ્તાહમાં 17 ટકા મજબૂત, હવે શું રહેશે રોકાણની સ્ટ્રેટજી?

જમના ઑટોના શેર શુક્રવારે બીએસઈ પર ઇન્ટ્રા ડે માં 6 ટકાની મજબૂતી સાથે 129.80 રૂપિયાના રિકૉર્ડ હાઇ પર પહોંચી ગઈ. બજારમાં નબળાઈની વચ્ચે, હેલ્દી આઉટલુકને કારણે શરમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. સવારે લગભગ 9.30 વાગ્યા શેર 5 ટકા મજબૂતીની સાથે 128.70 રૂપિયા પર હતી. શરૂઆતી 20 મિનિટના કારોબાર દરમિયાન એનએસઈ અને બીએસઈ પર કુલ 21 વાખ ઇક્વિટી શેરોનો સોદો થઈ ગયો હતો. ગયા બે સપ્તાહના દરમિયાન સરેરાશ 20 લાખ શેરોના સોદો થયો. ગયા એક સપ્તાહ દરમિયાન ઑટો એન્સિલરી કંપનીના શેરોમાં 17 ટકાની તેજી આવી ગઈ છે, જ્યારે સેન્સેક્સમાં 1 ટકા મજબૂતી જોવા મળી છે.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિડીએ 155 રૂપિયા પ્રતિ શેરના ટારગેટની સાતે સ્ટૉક પર ખરીદીની રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યા છે. બ્રોકરેજ ફર્મએ એક અપડેટમાં કહ્યું, બહારી સમસ્યા બની રહી છે અને એવામાં જમના ઑટો ક્લાઇન્ટ મિક્સની સાખે તેના ઉત્પાદોમાં વિવિધતા લાવવાના યોજના પર કામ કરી રહી છે. બ્રોકરેજના નવા બજારોમાં હિસ્સો વધવાની સાથે નાણાકીય વર્ષ 2022-24ના દરમિયાન માર્જિન 14 ટકા પર યથાવત રહેવાની આશા વ્યક્ત કરી છે.

12:30 PM

Nomura ની Maruti પર સલાહ

Nomura એ Maruti પર સલાહ આપતા કહ્યુ તેના પર ન્યૂટ્રલ રેટિંગ આપી છે. તેમણે તેના શેરના લક્ષ્ય 8627 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY23 માં માર્કેટ શેર સુધરીને 45% સુધી પહોંચવું સંભવ છે. નવી ગાડી Compact ની પ્રી-બુકિંગ શાનદાર જોવાને મળી. તેને 45000 બુકિંગ મળી છે. તેની સાથે જ તેમાં FY23/24 માં 25%/9% વૉલ્યૂમ ગ્રોથ સંભવ છે.

12:12 PM

ONGC અને oil india પર વધી વિંડફૉલ ટેક્સની માર, સ્ટૉક્સે લગાવ્યો ગોતો

1 જુલાઈના કારોબાર સત્રોમાં ONGC અને Oil Indiaના શેરોમાં ભારી ઘટાડો જોવા મળી રહ્યો છે. 12 વાગ્યાની આસપાસ ONGCના શેર 17.65 રૂપિયા એટલે કે 11.65 ટકા તૂટીને 133.90 રૂપિયા પર જવા મળી રહ્યું છે જ્યારે oil indiaના શેર 20.70 રૂપિયા એટલે કે 8.02 ટરા તૂટીને 230.80 રૂપિયા પર જોવા મળી રહ્યું છે. જણાવી દઇએ કે ભારત સરકારે ક્રૂડ ઑઇલ પ્રોડક્શન પર 23250 રૂપિયા પ્રતિ ટનના સ્પેશલ અતિરિક્ત એક્સાઇઝ ડ્યૂટી લગાવી છે. આ વિષયમાં જાહેર તેના અધિસૂચનામાં સરકારે કહ્યું કે તેલ ઉત્પાદન કંપનીઓ પર લગાવ્યો એકમુશ્ત ટેક્સ છે.

જણાવી દઈએ કે આ પ્રકારે ટેક્સના વિંડફૉલ ટેક્સ પણ કહે છે. આ ટેક્સતે કંપનીઓ પર લગાવામાં આવે છે કે કોઇ અપ્રત્યાશિત સ્થિતિ અપ્રત્યાશિત નફો ઓછી રહ્યો છે અે તેના માટે કંપની પોતોની ક્ષમતા મજબૂત નહીં રહેતી.

11:54 AM

સરકારે પેટ્રોલ-ડીઝલ અને ATFના એક્સપોર્ટ પર વધાર્યો ટેક્સ, ઘરેલૂ બજાર પર નહીં થશે અસર

ન્દ્રએ પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના એક્સપોર્ટ પર ટેક્સ વધાર્યો છે. હવે આ પ્રોડક્ટ એક્સપોર્ટર માટે પહેલા ઘરેલૂ બજારની જરૂરિયાતોને પૂરી કરવી ફરજિયાત કરી છે. સરકારે ઘરેલૂ રિફાઇનરિંગઓના લાભ પર Windfall Tax લગાવાની જાહેરાત કરી છે. સરકારે આ નિર્ણયની અસર ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલના રેટ પર નથી પડવા દીધી.

સરકારે લગાવ્યો ટેક્સ

સરકારી સૂત્રોએ સીએનબીસી ટીવી-18એ કહ્યું કે સરકારે ફક્ત રિફાઇનરીના આંશિક લાભ પર ટેક્સ લગાવ્યો છે. સરકારે રિફાઇનરીને અમુક પ્રોફિટને છોડ્યું છે, તેના પર ટેક્સ નથી લગાવ્યો. સરકારે એટીએફ અને પેટ્રોલ એક્સપોર્ટ પર 6 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ લગાવ્યો છે. તેણે ડીઝલ એક્સપોર્ટ પર 13 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ લગાવ્યો છે. જો કે, તેની અસર ઘરેલૂ પેટ્રોલ-ડીઝલના રેટ પર નહીં પડશે.

11:34 AM

બજાજ ઑટોના ટુ વ્હીલર વહાનોના વેચાણમાં આવ્યો ઘટાડો, કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર લપસ્યા

બજાર ઑટો (Bajaj Auto) કંપની દ્વારા જૂન મહિના માટે ટુ વ્હીલર વહાનોના વેચાણમાં નબળા રહ્યા કે સૂચના આપ્યા બાદ બજાજ ઑટોના શેરોમાં આજે એટલે કે શુક્રવારે 1 જુલાઇએ ઘટાડો જોવા મળ્યો. બજાજ ઑટોના ઘરેલૂ ટુ વ્હીલર વહાનોના વેચાણમાં વર્ષના આધાર પર 20 ટકા ઘટાને 125083 વહાનો રહી. જ્યારે એક વર્ષ પહેલા આ મહિનામાં Covid-19 મહામારીના બીજા વેવના આંશિકા અસર પણ જોવા મળી હતી.

કુલ મળિને જોઇએ તો ટુ વ્હીલર વહાનોના વેચાણમાં વર્ષના આધાર પર ગયા મહિનામાં ફક્ત 2 ટકા વધીને 315948 વહાનો રહી ગઈ. તેના પછળનું એક કારણે આ પણ રહ્યું છે કે કંપનીને સેમીકંડક્ટર પ્રાપ્ત કરવાના સંબંધિત પડકારોનો સામનો કરવા પડ્યો છે.

11:20 AM

ક્રૂડમાં દબાણ

મોટી તેજી બાદ સપ્તાહના અંતે ક્રૂડમાં દબાણ છે. જૂન મહિનામાં ક્રૂડની કિંમતો 11% ઘટી. નવેમ્બર બાદ જૂનમાં પહેલો માસિક ઘટાડો નોંધાયો. OPEC+ આઉટપુટ વધારશે તેવા નિર્ણયથી કિંમતો ઘટી. જુલાઈ-ઓગસ્ટ સુધી OPEC+ 6.48 લાખ bpd ઉત્પાદન વધારશે. મજબૂત ડૉલર અને ઘટતી માંગના કારણે ચિંતા બની. લિબિયા તરફથી સપ્લાય વિક્ષેપના કારણે પણ ક્રૂડમાં નરમાશ દેખાણી. ગલ્ફમાં ઓઈલ આઉટપુટ હાલ સુધીના સૌથી ઉચત્તમ સ્તરે છે. USમાં ચૂંટણીના કારણે ક્રૂડની કિંમતો જલ્દી 100 ડૉલરની નીચે જવાની શક્યાતા છે.

10:56 AM

GEPL CAPITALના Vidnyan Sawantના આજની 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે મજબૂત કમાણી

Linde India: Buy | LTP: Rs 3198 | આ સ્ટૉકમાં 2651 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 4200 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ રહેશે. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 31 ટકા સુધીની તેજી જોવાને મળી શકે છે.

TVS Motors Company: Buy | LTP: Rs 842 | આ સ્ટૉકમાં 765 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 1000 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ રહેશે. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 19 ટકા સુધીની તેજી જોવાને મળી શકે છે.

ITC: Buy | LTP: Rs 273.5 | આ સ્ટૉકમાં 250 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 350 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ રહેશે. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 28 ટકા સુધીની તેજી જોવાને મળી શકે છે.

10:30 AM

CCI એ ભારતી એરટેલમાં ગૂગલ ઈંટરનેશનલની 1.28% ભાગીદારી ખરીદવાના પ્રસ્તાવને આપી મંજૂરી

CCI એ આ બારામાં પોતાના બયાનમાં કહ્યુ છે "અધિગ્રહણકર્તા (Google International) અને અધિગ્રહણના ટાર્ગેટ (Bharti Airtel) એ એક ઈનવેસ્ટમેન્ટ કરાર (IA) કર્યા છે, જેના મુજબ અધિગ્રહણકર્તા (Acquirer) ટાર્ગેટમાં 1.28 ટકા માઈનોરિટી અને નોન-કંટ્રોલિંગ ઈક્વિટી સ્ટેકની ભાગીદારી અધિગ્રહિત કરશે. આ આ રોકાણ કરાર સાથે. હસ્તગત કરનાર અને લક્ષ્યાંકે પણ તેમના ભાગીદારો દ્વારા અમુક વ્યાપારી કરારો કર્યા છે. બંને પક્ષો ભવિષ્યમાં કેટલીક અન્ય વ્યાપારી વ્યવસ્થા પણ કરવા માગે છે. આ નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે CCI એ Google ઇન્ટરનેશનલ દ્વારા સબમિટ કરેલા સુધારાના આધારે સૂચિત સંયોજનને મંજૂરી આપી છે.

10:20 AM

TDS on Cryptocurrencies: જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરો છો તો આજે 1 જુલાઈથી તમારા પર ટેક્સનો ભાર વધી જશે. આજથી ક્રિપ્ટોકરન્સીના દરેક ટ્રાંજેક્શન પર 1 ટકા TDS આપવાનો રહેશે. આ વર્ષ સામાન્ય બજેટમાં મંત્રી નિર્મલા સીતારમણએ તમામ ક્રિપ્ટોકરન્સી ટ્રાંજેક્શન પર 1 ટકા TDS લગાવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. નાણા મંત્રીએ ક્રિપ્ટોકરન્સી, નૉન-ફંઝિબલ ટોકન (NFT) સહિત તમામ વર્ચૃઅલ ડિજિટલ અસેટથી થવા વાળી કમાણી પર 30 ટકા ટેક્સ લગાવાની પણ જાહેરાત કરી હતી. CBDTએ કહ્યું કે ક્રિપ્ટો પ્લેટફૉર્મ્સને ટીડીએસ કાપથી વિસ્તૃત જાણકારીને હવે ઇનકમ ટેક્સ વિભાગની સાથે કરવું રહેશે. તેના હેઠળ તેમણે ટ્રાંજેક્શનની તારીખથી લઇને પેમેન્ટની રીતના વિષયમાં પણ બતાવું પડશે.

10:16 AM

LPG Price 1 July: શુક્રવાર 1 જુલાઈના રસોઈ ગેસ સિલેંડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 1 જુલાઈના ઈંડેન ગેસ સિલેંડરના ભાવ 198 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. મુંબઈમાં 190.50 રૂપિયા અને ચેન્નઈમાં તેને 187 રૂપિયા સિલેંડર પર ભાવ ઓછા કરવામાં આવ્યા છે. આજે પેટ્રોલિયમ કંપની ઈંડિયન ઑયલે કમર્શિયલ સિલેંડરના રેટમાં કપાત કરવામાં આવી છે. જો કે, ઘરોમાં ઉપયોગ થવા વાળા 14 કિલોગ્રામ LPG સિલેંડરના રેટમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો છે.

10:00 AM

Silver Peral Hospitality & luxury Space-
કંપનીએ અત્યાર સુધી કુલ 3.50 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. જ્યારે દક્ષિણ દોવામાં હોટલ પરિસરના અધિગ્રહમ માટે 6.80 કરોડ રૂપિયાનો ફાઇનલ ચૂકવણી કરી છે. આ દીલ સપ્ટેમ્બર 2022ના અંત સુધી પૂરો થવાની સંભાવના છે.

09:56 AM

Lupin-
ફાર્મા કંપની લ્યુપિનને યુએસ એફડીએથી તેના એબ્રેવિએટેડ ન્યૂ ડ્રગ એપ્લીકેશન (ANDA)- પૈવીપરિડોન એક્સટેન્ડેડ-રિલીઝ ટેબલેટ માટે મંજૂરી મળી ગઈ છે. આ દવાનો ઉપયોગ Schizophrenaiના સારવારમાં થયા છે.

09:51 AM

Cryptocurrency Prices Today 1 July 2022: ક્રિપ્ટોકરન્સી બજારમાં આજે તેજી જોવા મળી રહી છે. છેલ્લા સેશનમાં બિટકૉઈન 19,000 ડૉલરની નીચે આવી ગયું હતું પરંતુ આજે તેમાં વધારો જોવા મળ્યો. છેલ્લા 24 કલાક દરમિયાન દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી, બિટકૉઈન 2 ટકાની તેજી સાથે 20,413 ડૉલર પર કારોબાર કરતો જોવા મળ્યો છે. બિટકૉઈનમાં આ વર્ષે 56 ટકાનો ઘટાડો આવ્યો છે. નવેમ્બર, 2021માં બિટકૉઇન 69,900 ડૉલરનો ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો પરંતુ તે પછીથી બિટકૉઇનમાં ઘટાડો ચાલુ છે. ક્રિપ્ટોકરન્સી બજારના માર્કેટ કેપ આજે પણ 1 ટ્રિલિયનથી નીચે રહ્યો. ફેડરલ રિઝર્વના વ્યાજ દરો વધારવા અને અમેરિકામાં મોંઘવારીની અસર ક્રિપ્ટો બજાર પર જોવા મળી કહી છે. બીજી તરફ ઇથર, અથેરિયમ બ્લૉકચેનથી સંબંધિત ક્રિપ્ટોકરેન્સી લગભગ 1 ટકાથી વધુ વધીને 1099 ડૉલર પર આવી ગયું. તેના 15 મહિનામા ન્યુનતમ સ્તર પર છે. આ દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે. આ વચ્ચે dogecoin આજે ફ્લેટ રહ્યા અને 0.06 ડૉલર પર જોવા મળ્યો. જ્યારે, શીબા ઈનુમાં થોડી તેજી જોવા મળી અને આ 0.000010 ડૉલર પર કારોબાર કરતા જોવા મળી રહ્યો છે.

09:17 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ભારી ઘટાડાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 15680 ની નીચે છે અને સેન્સેક્સ 52690 પર છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 328 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, જ્યારે નિફ્ટીએ 105 અંકો સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.59 ટકા સુધી લપસીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.56 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.48 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 328.68 અંક એટલે કે 0.62% ના ઘટાડાની સાથે 52690.26 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 105.10 અંક એટલે કે 0.67% ઘટીને 15675.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.17-2.18 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં મળ્યુ. બેન્ક નિફ્ટી 0.97 ટકાના ઘટાડાની સાથે 33,101.75 ના સ્તર પર છે. જ્યારે આઈટી શેરોમાં મજબૂતી છે.

દિગ્ગજ શેરોમાં ટાઈટન, ડૉ.રેડ્ડીઝ, બજાજ ઑટો, ટાટા મોટર્સ, એચડીએફસી, એમએન્ડએમ, ઓએનજીસી અને કોટક મહિન્દ્રા બેન્ક 0.91-2.23 ટકા સુધી તૂટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, બીપીસીએલ, શ્રી સિમેન્ટ, એચડીએફસી લાઈફ, યુપીએલ, હિરોમોટોકૉર્પ, ટેક મહિન્દ્રા, સિપ્લા અને ટીસીએસ 0.32-1.06 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ શેરોમાં આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, ઑયલ ઈન્ડિયા, શ્રીરામ ટ્રાન્સફર, વોલ્ટાસ અને બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ 2.02-2.38 સુધી લપસ્યા છે. જ્યારે મિડકેપ શેરોમાં મુથૂટ ફાઈનાન્સ, બાયોકૉન, ક્રિસિલ, કોલગેટ અને આઈઆરસીટીસી 0.44-0.62 ટકા સુધી વધ્યા છે.

સ્મૉલોકપ શેરોમાં પેજ મિલ્ક ફૂડ્ઝ, હિરક્યુલ્સ હોઇસ્ટ્સ, પેસલો ડિજિટલ, મેટરિમની ડૉટ કૉમ અને મુથૂટ કેપિટલ 3.37-6.76 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ટેક્નોક્રાફ્ટ ઈન્ડસ્ટ્રીઝ, રેસ્પોન્સિવ ઈન્ડસ્ટ્રીઝ, લાસા સુપરજેનર, મેક્સ ઈન્ડિયા અને ટુરિઝમ ફાઈનાન્સ 5.68-9.02 ટકા સુધી ઉછળા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Sensex@60,000: નાના સમયમાં આવેલી તેજીની રેલી બાદ હવે ઈક્વિટી રોકાણકારો શું કરશે? Sensex@60,000: નાના સમયમાં આવેલી તેજીની રેલી બાદ હવે ઈક્વિટી રોકાણકારો શું કરશે?
ICICI Bank ના શેર રેકૉર્ડ હાઈ પર, જાણો બ્રોકરેજ ફર્મોની શું છે આ સ્ટૉક પર રણનીતિ ICICI Bank ના શેર રેકૉર્ડ હાઈ પર, જાણો બ્રોકરેજ ફર્મોની શું છે આ સ્ટૉક પર રણનીતિ
Hot Stocks: હવે બજારમાં જલ્દી ઘટાડો કે કરેક્શન જોવા મળશે, તો કેવા સ્ટૉક્સ પર છે શૉર્ટ ટર્મમાં કમાણીની તક Hot Stocks: હવે બજારમાં જલ્દી ઘટાડો કે કરેક્શન જોવા મળશે, તો કેવા સ્ટૉક્સ પર છે શૉર્ટ ટર્મમાં કમાણીની તક
Market Live Update: બજારમાં નીચલા સ્તરથી આવી રિકવરી, નિફ્ટી 17,900ની આસપાસ, Tata Consumer, Kotak Bank, SBI Life ટૉપ ગેનર Market Live Update: બજારમાં નીચલા સ્તરથી આવી રિકવરી, નિફ્ટી 17,900ની આસપાસ, Tata Consumer, Kotak Bank, SBI Life ટૉપ ગેનર
Yes Bank એ કર્યું સ્ટાર્ટઅપ્સ ઈનક્યુબેટર વેન્ચર કેટાલિસ્ટસમાં રોકાણ, અન્ય બેન્કોને મળશે પ્રોત્સાહન Yes Bank એ કર્યું સ્ટાર્ટઅપ્સ ઈનક્યુબેટર વેન્ચર કેટાલિસ્ટસમાં રોકાણ, અન્ય બેન્કોને મળશે પ્રોત્સાહન