comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

બજાર લીલા નિશાનમાં, નિફ્ટીમાં 300થી વધુ અંકનો ઉછાળો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો

30 સપ્ટેમ્બર 2022, 09:28 AM

બજાર લીલા નિશાનમાં, નિફ્ટીમાં 300થી વધુ અંકનો ઉછાળો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો

03:30 PM

રૂપિયામાં મજબૂતી, 52 પૈસા વધીને 81.34 ના સ્તર પર બંધ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો મજબૂતી સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 52 પૈસા વધીને 81.34 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 81.86 ના સ્તર પર બંધ થયો હતો.

03:00 PM

આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક

Bajaj Finance: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹7500-7600, સ્ટૉપલૉસ - ₹7200

Oberoi Realty: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹970-980, સ્ટૉપલૉસ - ₹905

02:50 PM

Nykaa Share Price: બ્યૂટી પ્રોડક્ટ વેચવા વાળી સ્ટાર્ટઅપ નાયકા (Naykaa) ની કંપની એફએસએન ઈ-કૉમર્સ (FSN E-commerce) ના શેરોમાં આજે વેચવાલીનું દબાણ દેખાય રહ્યુ છે. એક દિવસ પહેલા તેમાં બોનસની જાહેરાત પર શાનદાર ખરીદારીનું વલણ દેખાયુ હતુ અને તે ઈંટ્રા-ડેમાં આશરે 6 ટકા ઉછળી ગયો હતો. જો કે તેની બાદ ફરી વેચવાલી શરૂ થઈ અને હજુ પણ તે સ્થિર નથી થઈ શક્યો. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બોફા સિક્યોરિટીઝ (Bofa Securities) એ તેમાં રોકાણ માટે ન્યૂટ્રલ રેટિંગ અકબંધ રાખ્યા છે. બ્રોકરેજ ફર્મે રોકાણ માટે 1685 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈઝ રાખી છે. હજુ તે બીએસઈ પર 1,264.40 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે કાલે આ 1300 રૂપિયાની પાર પહોંચ્યા હતા. એક દિવસ પહેલા એટલે કે ગુરૂવારના તે 1283.50 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો.

02:30 PM

કાર્ડનો ટોકનાઈઝેશન:- ક્રોડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ માટે RBIના ટોકનાઈઝેશન (Tokenisation of cards) નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ થઈ જશે. મર્ચેન્ટ વેબસાઈટ્સ તેના કાર્ડ નંબર, CVV અથવા એક્સપાયરી ડેટ ઑનલાઇન ટ્રાન્જેક્શન માટે તેના સર્વર પર સ્ટોર નહીં કરી શકશે. કાર્ડના યૂઝરને વેબાસાઈટ પર કોઇ સામાન ખરીદવા પહેલા એક ટોકન ક્રિએટ કરવા પડે અને તેના ખાસ વેબસાઈટ (ભવિષ્યમાં ઉપયોગ માટે) પર સેવ (Save) કરવું રહેશે. તમે ઇચ્છો તો પેમેન્ટના સમય ટોકન જનરેટ કરી શકો છો અને પછી ઉપયોગ માટે સેવ કરી શકો છો.

જોકે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ટોકનાઈઝેશન પ્રોસેસ જરૂરી નથી. કસ્ટમરની પાસે તેના કાર્ડમો મર્ચેન્ટ વેબસાઈ પર ટોકનાઈઝેશન નહીં કરવાની ચોઈસ છે. આવી સ્થિતિમાં કસ્ટમરને વેબસાઈટ પર દરેક ટ્રાન્ઝેક્શનના સમયે કાર્ડની ડિટેલ એન્ટર કરવાની રહેશે. તેમાં 16 ડિજિટનો કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને કાર્ડ વેરિફિકેશન વેલ્યૂ (CVV) સામેલ છે. ટોકનાઈઝેશનનું હેતું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગને સુરક્ષિત રાખવા બનાવ્યો છે. તેનાથી જો મર્ચેન્ટ વેબસાઈટના ડેટા લીક થઈ જાય તો ફ્રૉડ કરવા વાળા કાર્ડનો દુરઉપયોગ નહીં કરી શકે.

02:15 PM

Multibagger Stock: પારેખ ગ્રુપ કંપનીની કેમિકલનો કારોબાર કરનાર કંપની Vinyl Chemicals (India) રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થઈ છે. તેના શેર આ વર્ષે હજુ સુધી 173 ટકાથી ઉપર મજબૂત થયા એટલે કે રોકાણકારોનો પૈસા બેગણા વધુ વધી ગયા. શોર્ટ ટર્મની વાત કરીએ તો પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝના રોકાણવાળી આ કંપનીના શેર એક મહિનામાં લગભગ 20 ટકા ઉછળ્યા છે. રુસ અને યુક્રેનની વચ્ચે લડાઈ અને કેન્દ્રીય બેન્કોની સખત નાણાકીય નીતિઓ દ્વારા વર્ષે બજારમાં ઘણી ઉઠાપટક રહી છે. સ્થાનિક માર્કેટની વાત કરીએ તો આ વર્ષે 2022માં હજુ સુધી સેન્સેક્સ લગભગ સાડા ત્રણ ટકા તૂટ્યો છે પરંતુ તે દરમિયાન કેટલાક સ્ટોક્સમાં રોકાણકારોના પૈસા બેગણાથી વધુ વધ્યા છે.

02:00 PM

Gold Silver Price Today 30 September 2022: નવરાત્રિના પાંચમાં દિવસે જ્વેલરી બજારમાં સોનાએ એકવાર ફરી છલાંગ લગાવી. સોનાના ભાવ બુલિયન માર્કેટમાં 50,300 ની પાર ચાલી ગયા છે. સ્પૉટ માર્કેટમાં ગોલ્ડમાં 359 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી રહી. ત્યારે, ચાંદી 56,000 રૂપિયાની પાર ચાલી ગઈ છે. એક્સપર્ટ ગ્રાહકોને ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે રોકાવાની સલાહ આપી રહ્યા છે. જો એક્સપર્ટની માનીએ તો સોનું દિવાળી સુધી 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં આવી શકે છે.

ઓરિગો ઈ મંડીના અસિસ્ટેંટ જનરલ મેનેજર (કમોડિટી રિસર્ચ) તરૂણ તત્સંગીએ મનીકંટ્રોલ ડૉટ કૉમના ગ્રાહકોને સલાહ આપી કે જો બાયર્સ ગોલ્ડ જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છે તો તેને મહીનાના અંત કે નવેમ્બર સુધી રાહ જોવી જોઈએ. જો તે રોકાય શકે છે તો તેને જરૂર કરવુ જોઈએ કારણ કે ત્યાં સોનાના ભાવ સ્પૉટ માર્કેટમાં 48,000 રૂપિયા સુધી આવી શકે છે. તેમણે કહ્યુ કે હજુ ભાવ 50,300 રૂપિયાની આસપાસ બનેલા છે. તેમણે કહ્યુ કે ઈંટરનેશનલ અને ઘરેલૂ માર્કેટમાં કોઈપણ ફેક્ટર સોનાની કિંમતોને વધારવામાં મદદ નથી કરી રહ્યા. ફેસ્ટિવસમાં ડિમાંડ વધશે પરંતુ ઈંટરનેશનલ કારણોના લીધેથી ભાવ નહીં વધે.

01:31 PM

US Embassy આવનાર સપ્તાહોમાં H અને L વર્કર્સ વીઝા કેટેગરીમાં 1,00,000 સ્લોટ્સ ઓપન કરશે

US Embassy આવતા કેટલાક સપ્તાહોમાં H અનેL વર્કર્સ વીઝા કેટેગરીમાં 1,00,000 સ્લોટ્સ ઓપન કરશે. તે નવેમ્બરના મધ્યમાં સ્ટુડન્ટ વીઝા માટે ફરીથી ઈન્ટરવ્યુ શરૂ કરશે. દિલ્હી સ્થિત યુએસ એસેમ્બેસીમાં કન્સુલર અફેયર્સના મિનિસ્ટર કાઉન્સર ડોન હેફલિને આ જાણકારી આપી. તેમણે કહ્યું અમેરિકી વીઝાને લઈને અરજદારોની ચિંતા દૂર કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે એચ અને એલ વીઝા કેટેગરી માટે આવતા કેટલાક સપ્તાહોમાં એક લાખ એપોઈન્ટમેન્ટ ખૂલ્લી જશે. તેમનું માનવું છે કે B1(બિઝનેસ) અને B2 (વિઝિટર) વીઝા માટે ઈન્ડિયન અરજદારોની સૌથી વધુ સમય સુધી રાહ જોવી પડે છે.

01:00 PM

GEPL Capital ના વિજ્ઞાત સાવંતે આ ત્રણ સ્ટૉક્સ પર દાંવ લગાવાની સલાહ આપી તેમણે કહ્યુ કે તેમાં રોકાણ કરવાથી 2-3 સપ્તાહમાં 12 થી 23 ટકા સુધી રિટર્ન કમાણી કરી શકાય છે.

Cipla: Buy | LTP: Rs 1,115.85 | Stop-Loss: Rs 1,060 | Target: Rs 1,250 | Return: 12 percent:- સિપ્લાના સ્ટૉકે આ સપ્તાહે રાઉંડિંગ બૉટમ પેટર્નથી બ્રેકઆઉટ દેખાડયુ છે. સ્ટૉક ડેલી ચાર્ટ પર લગાતાર ઊપરી બોલિંગર બેન્ડની આસપાસ મંડરા રહ્યા છે. તેનાથી તે સંકેત મળ્યો છે કે તેના ભાવ ઉતાર-ચઢાવની સાથે ઊપરની તરફ વધવા માટે તૈયાર છે.

RITES: Buy | LTP: Rs 323.90 | Stop-Loss: Rs 285 | Target: Rs 400 | Return: 23 percent:- રાઈટ્સના શેર હાલમાં પોતાના રેકૉર્ડ ઉચ્ચ સ્તરની નજીક કારોબાર કરી રહ્યા છે. જેનાથી ખબર પડે છે કે તેના ભાવમાં પહેલાથી જ મજબૂત મોમેંટમ છે. આ વૉલ્યૂમની સાથે બ્રેકઆઉટ થયા છે જેનાથી બ્રેકઆઉટની પુષ્ટિ થઈ રહી છે. તેમાં Bollinger band ની સ્થિતિ વોલેટિલિટીની સાથે શેરના ભાવ ઊપર વધવાના સંકેત આપી રહી છે.

Jyothy Labs: Buy | LTP: Rs 188.30 | Stop-Loss: Rs 285 | Target: Rs 222 | Return: 18 percent:- તેના ભાવમાં અપસાઈડમાં બાઉંસ જોવાને મળ્યુ છે જેનાથી તેમાં ઊપરની તરફ વધારે ટ્રેંડ શરૂ થઈ રહ્યુ છે. ડેલી ટાઈમ ફ્રેમ પર તેના ભાવ પ્રમુખ મૂવિંગ એવરેજની ઊપર છે જેનાથી તેમાં અપટ્રેંડની પુષ્ટિ થાય છે. વીકલી અને ડેલી ટાઈમ ફ્રેમ પર આરએસઆઈ 50 અંકથી ઊપર બનેલા છે. તેનાથી સ્ટૉકમાં મજબૂત મોમેંટમના ખબર પડે છે.

12:45 PM

Adani Enterprises નિફ્ટી50માં સામેલ થવા વાળી અદાણી ગ્રુપની બીજી કંપની

અદાણી ગ્રૂપ (Adani Group)ની દિગ્ગજ કંપની અડાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) સતત તેના કારોબારને વિસ્તાર કરી રહી છે અને નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહી છે. તેની સાથે અદાણી ગ્રૂપના એક વધું ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે. 30 સપ્ટેમ્બર એટલે કે આજથી શ્રી સિમેન્ટ (Shree Cements)ને બદલે ઘરેલૂ ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 (nifty 50)માં સામેલ થવા વાળી તે અડાણી ગ્રુપની બીજી કંપની છે. તેના પહેલા અદાણી પોર્ટ એન્ડ એસઈજેડ પણ તેમાં સામેલ થઈ ગઇ છે. જો કે તેની અસર આજે તેના શેરો પર હજી નથી જોવા મળી રહી અને તેમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ શેર બીએસઈ પર 3453 રૂપિયાના ભાવ (Adani Enterprises Share prices) પર ટ્રેડ થઈ રહ્યો છે.

12:35 PM

Vande Bharat: PM મોદીએ અમદાવાદને આપી ત્રીજી વંદેભારત એક્સપ્રેસની ભેટ

તો આજે વડાપ્રધાન મોદીએ ગુજરાતને મોટી ભેટ આપી છે. આજે સવારે 10.30 વાગ્યે ગાંધીનગર કેપિટલ અને મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેનને લીલી ઝીંડી આપી છે અને સાથે જ અમાદાવાદમાં મેટ્રો ટ્રેનન પણ ઝંડી આપી છે. તમને જણાવી દઈએ કે આ દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. દેશમાં હજુ 2 વંદે ભારત ટ્રેન ચાલે છે. એક નવી દિલ્હીથી બનારસની વચ્ચે, તો બીજી નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણો દેવી કટરાની વચ્ચે ચાલે છે. હવે ગાંધીનગરથી મુંબઈની વચ્ચે આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે, જેની શરૂઆત પીએમ મોદીએ કરી દીધી છે.

12:20 PM

Apple Inc Shares: એક એનાલિસ્ટની ડાઉનગ્રેડની રેટિંગની સાથે વેચવાલીના દબાણ દ્વારા એપલ ઈન્કના શેરોમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો. તેનાથી અમેરિકાની સૌથી મોટી ટેક્નોલોજી સ્ટોક્સની માર્કેટ વેલ્યુમાં અરબો ડોલરની કમી આવી ગઈ. જો કે બેન્ક ઓફ અમેરિકાએ એપલની લોકપ્રિય ડિવાઈસિઝ માટે નબળા કન્ઝ્યુમર ડિમાન્ડની ચેતવણી આપતા તેના શેર માટે બાય થી ઘટીને ન્યુટ્રલ રેટિંગ કરી દીધી. તેનાથી એપલના શેરોમાં 4.9 ટકાનો ઘટાડો આવ્યો છે. ભારે વેચવાલી દ્વારા એપલના માર્કેટ કેપિટલાઈજેશનમાં લગભગ 120 અબજ ડોલર (9.72 લાખ કરોડ રૂપિયા) નો ઘટાડો જોવા મળ્યો છે.

11:51 AM

Multibagger Stock: છેલ્લા અમુક દિવસોથી ઘરેલૂ ઇક્વિટી માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું છે અને મોટી-મોટી કંપનીઓના શેરોમાં ઘટાડાનો વલણ છે. તેના કારણે રોકાણકાર સુરક્ષિત વિકલ્પોની શોધમાં છે પરંતુ આ ઘટાડાના વલણમાં કેટલાક રોકાણકારોએ એવા સ્ટૉકથી ઘણા પૈસા કમાયા જે બહુ લોકપ્રિય નથી. આ શેરોમાં પૈસા સતત રોકાણકારોએ મહજ એક ક્વાર્ટરમાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે અમુક સ્ટૉક્સથી રોકાણકારોએ 1560 ટકા સુધી રિટર્ન ઓછી લિધો છે.

11:36 AM

CLSA ની HINDALCO પર રોકાણ સલાહ

CLSA એ HINDALCO પર રોકાણ સલાહ આપતા કહ્યુ કે તેમાં ખરીદારી કરવાની સલાહ રહેશે. તેમણે તેના શેરનું લક્ષ્ય 525 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના બારામાં આગળ માંગને લઈને ચિંતા છે. નોવાલિસના નફાની ચિંતાથી શેર તૂટ્યા છે. જો કે Q2 માં નબળા પ્રદર્શનને બજારે પચાવી લીધુ છે. પરંતુ જો મેટલના ભાવ વધે છે તો શેરની રી-રેટિંગ થશે.

11:22 AM

Morgan Stanley ની Gujarat Gas પર રોકાણ સલાહ

Morgan Stanley ની Gujarat Gas પર રોકાણ સલાહ આપતા કહ્યુ કે તેમણે આ શેર પર અંડરપરફૉર્મ રેટિંગ આપ્યા છે. તેની સાથે જ તેના શેરનું લક્ષ્ય 466 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમાં ડિમાંડને લઈને ચિંતા દેખાય રહી છે. ગ્લોબલ પેટ્રોકેમિકલ પ્રોડક્ટમાં માંગ નબળાઈ જોવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે અમારૂ માનવુ છે કે આ કંપની માટે આવવા વાળુ ક્વાર્ટર મુશ્કિલ ભરી રહી શકે છે. જો કે તેને ગુજરાત ગેસના મુકાબલે IGL વધારે પંસદ આવી રહ્યા છે.

11:15 AM

RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે જીડીપી ગ્રોથ 7 ટકા કર્યો જાહેર

આરબીઆઈએ કરન્ટ ફાયનાન્શિયલ યર 2022-23માં જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડ્યું છે. તેણે કહ્યું કે આ ફાયનાન્શિયલ યરમાં જીડીપીનો ગ્રોથ 7 ટકા રહેશે. પહેલા તેમણે આ ફાયનાન્શિયલ યરમાં જીડીપી ગ્રોથ 7.2 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે 30 સપ્ટેમ્બરના મોનેટરી પોલિસી જાહેર કરી. તેમાં તેણે કહ્યું કે આ ફાયનાન્શિયલ યરની બીજી ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.3 ટકા રહેશે. ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 4.6 ટકા રહેવાનું અનુમાન છે. ચોથી ત્રિમાસિક એટલે કે જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિકમાં પણ જીડીપી ગ્રોથ 4.6 ટકા રહેવાનું અનુમાન છે.

11:00 AM

LIC stake in Deepak Nitrite: દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીએ ગુરુવાર, 29 સપ્ટેમ્બરે કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની દીપક નાઇટ્રાઇટમાં Licનો હિસ્સો વધીને પેડ અપ કેપિટલના 5.028 ટકા થઈ ગયો છે. તેના પહેલા, જીવન વીમા કંપનીના દીપક નાઇટ્રાઇટમાંમાં હિસ્સો 4.977 ટકા હતો. Deepak Nitriteનો શેર છેલ્લા એક વર્ષમાં 17 ટકા, છ મહિનામાં 11 ટકા અને 5 દિવસમાં 8 ટકા તૂટ્યો છે. એલઆઈસીની પાસે હવે કંપનીના 6858414 ઇક્વિટી શેર એટલે કે 5.028 ટકા હિસ્સો છે, જ્યારે પહેલા તેની પાસે 6788327 ઈક્વિટી શેર એટલે કે 4.977 ટકા હસ્સો હતો. એલઆઈસીની આ ડીલ 28 સપ્ટેમ્બરે કારોબારના દરમિયાન કરી અને તેના સરેરાશ કૉસ્ટ 2074.49 રૂપિયા પ્રતિ શેર રહી. Deepak Nitrite, ઑર્ગેનિક, ઇનૉર્ગેનિક, ફાઈન અને સ્પેશિયલ્ટી કેમિકલ્સના પ્રમુખ મેન્યુફેક્ચરર છે.

10:45 AM

RBI Monetary Policy: દુનિયાભરના કેન્દ્રીય બેન્કોની જેમ રિઝર્વ બેન્કે પણ મોંઘવારીનો સામનો કરવા માટે આજે ફરી રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્કની મૉનેટરી પૉલિસી કમિટીએ આજે રેપો રેટ 50 બેસિસ અંક એટલે કે 0.50% વધારીને 5.90% કરી દીધો છે. પહેલા રેપો રેટ 5.40% હતો. તેનું કારણ એ છે કે ઈનફ્લેશન હજુ પણ કેન્દ્રીય બેન્કના ટાર્ગેટથી વધારે છે. એટલા માટે RBI એ હાલમાં મોંઘવારીને કાબૂમાં કરવા પર પોતાનો ફોક્સ બનાવી રાખ્યો છે.

તેનાથી પહેલા રેપો રેટ 5.40 ટકા પર હતો. વૃદ્ઘિની બાદ તે 5.90 ટકા પર પહોંચી ગયા, જો એપ્રિલ 2019 ની બાદ સૌથી વધારે રેપો રેટ છે. આ વર્ષ મે થી અત્યાર સુધી RBI રેપો રેટ 1.40 ટકા વધારી ચુક્યા છે. RBI આ સ્પષ્ટ કરી ચુકી છે કે હાલમાં તેની પ્રાથમિકતા મોંઘવારીને કાબૂમાં કરવાની છે. ઓગસ્ટમાં રિટેલ ઈનફ્લેશન ફરીથી 7 ટકા પર પહોંચી ગયા. જુલાઈમાં તેમાં થોડી નરમાઈ જોવાને મળી હતી. ત્યારે તે 6.71 ટકા હતો.

10:30 AM

RBI એ ઈન્ટરેસ્ટ રેટમાં કર્યો 0.50 ટકાનો વધારો, બેન્કમાંથી લોન લેવી થશે મોંઘી

આરબીઆઈએ ઈન્ટરેસ્ટ રેટ 0.50 ટકા વધારી દીધો છે. તેનું અનુમાન પહેલાથી જ કરવામાં આવ્યું હતું. મે મહિનાથી ઈન્ટરેસ્ટ રેટમાં તે ચોથી વૃદ્ધિ છે. તેનું કારણ તે છે કે ઈનફ્લેશન હજુ પણ કેન્દ્રીય બેન્કના ટારગેટથી વધુ છે. આ માટે આરબીઆઈએ હાલમાં મોંઘવારીમાં લેવા પર ફોક્સ વધાર્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 30 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યે રેપો રેટ વધારવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે રેપો રેટમાં 0.50 ટકાના વધારાના પ્રસ્તાવ પર મોનિટરી પોલિસી કમેટીના 6 સભ્યોમાંથી 5 એ સહમતિ આપી. તેમણે કહ્યું કે કેન્દ્રીય બેન્ક Accommodative Policy પાછી લેવાનો નિર્ણય કર્યો છે.

10:08 AM

RBI Credit Policy: RBIએ વ્યાજ દર વધાર્યો. RBI એ 50 bps વ્યાજ દર વધાર્યો. જે સતત ચોથી વખત પૉલિસી રેટ વધારવામાં આવ્યો છે. RBIએ રેપો રેટ 0.50% વધારી 5.90% કર્યો. RBIએ રેપોરેટ 5.40%થી વધારીને 5.90% કર્યો. રેપો રેટના હવે આ લેવલ કોરોનાવાયરસ સંક્રમણથી પહેલાના સમયથી વધારે થઈ ચુક્યા છે. મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રિઝર્વ બેન્ક મે ની મૌદ્રિક સમીક્ષામાં 0.50% રેપો રેટ વધારી ચુક્યા છે. તેની પહેલા સપ્ટેમ્બરમાં પણ રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.50% નો વધારો કર્યો હતો. આજથી પહેલા રેપો રેટ 5.40% હતો. હજી રેપો રેટ 5.40 ટકા છે. જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી હજી 5.15 ટકા છે.

09:46 AM

Petrol Diesel Price: આજે દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં બદલાવ નથી આવ્યો પરંતુ રાજસ્થાનના સિવાય 3 રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. હજુ 2 દિવસ પહેલા જ રાજસ્થાન સરકારે રાજ્ય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 4 ટકા વધારીને 38 ટકા કર્યુ છે. અહીં લોકોને પેટ્રોલના વધતા રેટ પરેશાન કરી શકે છે. રાજસ્થાનના સિવાય જમ્મૂ અને કાશ્મીર, કર્ણાટક અને મણિપુરમાં પેટ્રોલ અને ડીઝલના રેટ વધાર્યા છે. રાજસ્થાનમાં પેટ્રોલ 34 પૈસા વધીને 108.85 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે ડીઝલ 94.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે ડીઝલ 94.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. તેલંગાનામાં પેટ્રોલ 34 પૈસા ઘટીને હવે 111.32 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 33 પૈસા ઘટીને 99.36 પ્રતિ લીટર થઈ ગયા છે.

09:34 AM

Air India: એર ઈન્ડિયાએ ભાડાને વ્યવસ્થિત કરવાના કવાયજના હેઠળ સ્ટૂડેન્ટ અને સિનીયર સિટીજન્સ માટે કંસેશનમાં કાપ કરી દીધું છે. ગુરૂવાર, 29 સપ્ટેમ્બરએ આ જાહેરાત કરતા એર ઈન્ડિયાએ કહ્યું કે સીનિયર સિટીઝન્સ અને સ્ટૂડેન્ટસ માટે કંસેશન હવે 50 ટકાથી ઘટીને 25 ટકા કરી દીધું છે. એક નિવેદનમાં Air Indiaએ કહ્યું કે બજારની હાલતને જોતા સીનિયર સિટીઝન અને સ્ટૂડેન્ટસના કંસેશનમાં ઘટાડો કરી રહી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે, આ ફેરફાર છતાં બીજી પ્રાઈવેટ એરલાઈન્સની સરખામણીમાં સ્ટૂડેન્ટ્સ અને સીનિયર સિટીઝન્સ માટે એર ઈન્ડિયાના બેસ ફેર પર ડિસ્કાઉન્ટ લગભગ બે ગુણો રહેશે. નોંધપાત્ર છે કે બીજા વર્ગો માટે કંસેશનમાં કોઈ કાપ નથી કર્યો.

09:21 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 16,800 ની નીચે છે અને સેન્સેક્સ 56,241 પર છે. સેન્સેક્સે 168 અંકો સુધી લપસ્યો છે, જ્યારે નિફ્ટીએ 38 અંક સુધી ઘટ્યો છે.

જો કે મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મામૂલી વધારો જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.13 ટકા સુધી ઘટીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.46 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.03 ટકા નજીવા વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 168.59 અંક એટલે કે 0.33% ના ઘટાડાની સાથે 56,241.37 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 38.50 અંક એટલે કે 0.23% ટકા ઘટીને 16,779.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.02-1.11% ઘટાડાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.37 ટકા ઘટાડાની સાથે 16,756.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજી, મેટલ, ફાર્મા અને હેલ્થકેરના શેરોમાં મજબૂતી દેખાય રહી છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટાટા મોટર્સ, એશિયન પેંટ્સ, ટેક મહિન્દ્રા, એચડીએફસી, એચડીએફસી લાઈફ, ટીસીએસ, એચડીએફસી બેન્ક 0.94-1.52 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, અપોલો હોસ્પિટલ, અદાણી એન્ટરપ્રાઈઝ, સન ફાર્મા, રિલાયન્સ, એલએન્ડટી અને સિપ્લા 0.86-1.90 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં આઈજીએલ, સચેફ્લર ઈન્ડસ્ટ્રીઝ, મેક્સ હેલ્થકેર, જીએમઆર ઈન્ફ્રા અને નેટકો ફાર્મા 1.4-3.18 ટકા સુધી ઘટાડો છે. જ્યારે લ્યુપિન, પીએન્ડજી, જિંદાલ સ્ટીલ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ અને સેલ 1.69-2.39 ટકા વધારો છે.

સ્મૉલકેપ શેરોમાં જ્યોતિ રેસિન્સ, રજાપલયમ, મુથૂટ કેપિટલ, રાણે મદ્રાસ અને સેન્ટ્રમ કેપિટલ 3.27-5 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઈનસેક્ટિસાઈડ, ટેક્સમેકો રેલ, ટેક્સમેકો ઈન્ફ્રા, સિમેક અને સિંધુ ટ્રેડ 4.37-16.64 ટકા સુધી ઉછળા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા
Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ
આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર
Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની
Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ