comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ

30 નવેમ્બર 2022, 09:24 AM

બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ

03:30 PM

રૂપિયામાં મજબૂતી, 30 પૈસા વધીને 81.42 ના સ્તર પર બંધ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો મજબૂતી સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 30 પૈસા વધીને 81.42 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે મંગળવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 81.72 ના સ્તર પર બંધ થયો હતો.

02:35 PM

Gold Silver Price Today 30th November 2022: લગ્ન (Wedding Season) ના સીઝનમાં ગોલ્ડ જ્વેલરી ખરીદવા વાળા માટે સારા સમાચાર છે કારણકે આજે પણ રેટ ઓછા થયા છે. આજે સપ્તાહના ત્રીજા દિવસે બુધવારના સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડના રેટ આજે 24 રૂપિયા સસ્તુ થયુ છે. એક કિલોગ્રામ ચાંદીના રેટ 85 રૂપિયા ઓછા થઈને 61,600 રૂપિયાના ભાવ પર આવી ગયા. ગોલ્ડ પર નજર રાખવા વાળા એક્સપર્ટના મુજબ હોલ્ડ એક રેન્જમાં કારોબાર કરી રહ્યા છે. કાલે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડના રેટ 52,775 રૂપિયા પર બંધ થયા પરંતુ આજે 52,751 રૂપિયાના લેવલ પર આવી ગયા. ગોલ્ડના અત્યાર સુધીના પીક 56,600 રૂપિયા હતા. આ હજુ પોતાના પીકથી આશરે 3,900 રૂપિયા પાછળ ચાલી રહ્યા છે. જ્યારે, 22 કેરેટ ગોલ્ડ જેમાં વધારેતર જ્વેલરી બનાવામાં આવે છે તે 22 રૂપિયા સસ્તી થઈને 48,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા છે.

02:25 PM

સ્થાનિક માર્કેટમાં મલ્ટિ કેપ વલણ રાખવુ જોઇએ: સુનીલ સુબ્રમણ્યમ

સુનીલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે તેલના ભાવમાં ઘટાડો અપેક્ષિત છે. કોમૉડિટી અને તેલના ભાવ પર દબાણ સારૂ છે. કોમૉડિટી અને તેલના ભાવ નીચા રહેવાથી ભારતીય બજારને ફાયદો થશે. FIIsના પૈસા ભારતમાં હજુ પરત આવવાના બાકી છે. ભારતમાં ગ્રોથ મજબૂત લાગી રહ્યો છે. ઇમર્જિગ માર્કેટ્સમાં ભારતનો ગ્રોથ 6% પર રહેવાનું અનુમાન છે. ગ્લોબલ સ્લો ડાઉન આવતા ભારત પર વધુ અસર નહી થાય. ભારતના ઉંચા ગ્રોથ અને તેલના ભાવમાં ઘટાડાનો ફાયદો થાય છે. જેને કારણે FIIs ભારતને જ રોકાણ માટે પસંદ કરશે.

ભારતમાં રોકાણ સિવાય FIIs પાસે વધુ વિકલ્પ નથી. આજે પણ ભારત FIIs પોર્ટફોલિયોમાં UNDERWEIGHT છે. સ્થાનિક માર્કેટમાં મલ્ટિ કેપ વલણ રાખવુ જોઇએ. FIIsને સ્ટ્રેટજીને અનુસરવી જોઇએ. મેટલ્સના ભાવમાં કરેક્શનથી ભારતમાં પણ ભાવ ઘટશે. કન્ઝ્યુમર ડ્રિસ્ક્રીશનરી પર ફોકસ રાખવુ જોઇએ. એક્સપોર્ટને લગતા સેક્ટરમાં પણ થોડી ખરીદારી આવશે. આંતરરાષ્ટ્રીય બજારથી દૂર રહેવાની સલાહ છે. ધીમા ગ્રોથને કારણે વેલ્યુએશન ઘટ્યા છે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ પર ફોકસ રાખવું. ઇન્ડસ્ટ્રીયલ્સ પર રોકાણ માટે ફોકસ રાખવું. IT અને FMCG પર પણ નજર રાખવી.

02:00 PM

5G Services in india: જો તમે ફ્લાઈટથી સફર કરવાના છો તો તમે 5G સેવાનો લાભ નહીં લઈ શકો. ગઈકાલે ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને રનવે નજીક 5G સેવા બંધ કરવાનો આદેશ આપ્યો છે. ટેલિકોમ વિભાગએ કંપનીઓથી કહ્યું કે રનવેના બન્ને છેડાથી 2100 મીટર અને રનવેની સેન્ટ્રલ લાઇફથી 910 મીટરથી દૂર 3.3 GHz-3.67 Ghz ફ્રીક્વેન્સી રેન્જ માટે કોઈ બેસ એસ્ટેશન નહીં હોવું જોઈએ. આ સમાચાર પર વિસ્તારથી જાણકારી આપતા સીએનબીસી-બજાર સાથે અસીમ મનચંદાએ કહ્યું કે ટેલીકોમ કંપનીઓના એરપોર્ટના રનવેની બન્ને અને 2 કિલોમીટર સુધી 5G સેવા નહીં આપાવાની છે. સાથે રનવેના 910 મીટર સુધી પણ કંપનીઓ સેવા નહીં આપશે. જણાવી દઈએ કે દેસોમાં 5જી સર્વિસને લઇને કેસ આવ્યા હતા. ફ્રાન્સ સહેત અમુક દેસોએ આ સમસ્યાથી બચવા માટે એરપોર્ટની આસપાસ "બફર ઝોન" બનાવ્યો છે, જ્યારે 5G સિગ્નલ પ્રતિબંધિત છે.

01:30 PM

JK Lakshmi Cement Share price: જેકે લક્ષ્મી સિમેન્ટનો શેર બુધવાર, 30 નેવમ્બરના બીએસઈ પર ઈન્ટ્રા ડે માં લગભગ 4 ટકાની મજબૂતી સાથે 712.15 રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ, જો તેના રિકૉર્ડ હાઈ છે. બપોરે 12.30 વાગ્યા શેર 2.21 ટકા મજબૂત થઈને 771 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહી છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધી શેર 28 ચકા મજબૂત થઈ ગયો છે. સ્ટૉક તેના 52 સપ્તાહના હાઈ 683.85 રૂપિયાથી પણ ઉપર નિરળી ગયો છે, જો તેના 20 સપ્ટેમ્બર, 2022એ પહોંચ્યો હતો. બીજી તરફ છ મહિનામાં JK Lakshmi Cementના શેર લગભગ 57 ટકા મજબૂત થઈ ગયો છે અને એક વર્ષમાં શેર 10 ટકાનું રિટર્ન આપ્યો છે.

01:05 PM

આજની 3 ટૉપ પિક્સ જેમાં શૉર્ટ ટર્મમાં થઈ શકે છે ડબલ ડિજિટ કમાણી

CCL Products India: Buy | LTP: Rs 539 | આ સ્ટૉકમાં 510 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 620 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદારી કરો. આ સ્ટૉકમાં અમે શૉર્ટ ટર્મમાં 15 ટકા રિટર્ન મળી શકે છે.

IRB Infrastructure Developers: Buy | LTP: Rs 273.5 | આ સ્ટૉકમાં 255 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 302 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદારી કરો. આ સ્ટૉકમાં અમે શૉર્ટ ટર્મમાં 10 ટકા રિટર્ન મળી શકે છે.

Affle India: Buy | LTP: Rs 1,251.5 | આ સ્ટૉકમાં 1,180 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 1,500 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદારી કરો. આ સ્ટૉકમાં અમે શૉર્ટ ટર્મમાં 20 ટકા રિટર્ન મળી શકે છે.

12:50 PM

Spam Calls Blocker: TRAI Spam કોલ્સ અને મેસેજીસનો સામનો કરવા માટે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. આ સિસ્ટમ હેઠળ, ગ્રાહકોને એક ઇકોસિસ્ટમ મળશે, જેની મદદથી વપરાશકર્તાઓ ટેલિમાર્કેટિંગ કૉલ્સને ટાળી શકશે. નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે ઓથોરિટી સંયુક્ત એક્શન પ્લાન પર પણ કામ કરી રહી છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની કોલર આઈડી એપ વિશે આપણે ઘણી વાર સાંભળ્યું છે. હવે ઓથોરિટીએ આ અંગે સત્તાવાર માહિતી આપી છે. સોમવારે, TRAIએ કહ્યું કે તેઓ ઘણી ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે, જે હેરાન કરતા કોલ અને SMSને શોધી શકે છે.

12:45 PM

Glenmark pharma પર Nomura

નોમુરાએ ગ્લેનમાર્ક ફાર્મા પર ખરીદારીની સલાહ આપતા 580 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપ્યો છે. બ્રોકરેજ હાઉસ કહે છે કે કેશ ફ્લોની સ્થિતિ વધુ સારી છે અને Ichnosથી રિ-રેટિંગની અપેક્ષા રાખે છે. કંપનીની ગ્રોથ અને માર્જિન આઉટલુક આશાથી સારી છે. કંપની લોન ઘટાડવા માટે ઉપાય કરી રહી છે અને આગળ વેલ્યૂએશન વધી છે.

12:40 PM

Gland Pharma પર Morgan Stanley

Morgan Stanleyએ Gland Pharma પર ઓવરવેટ રેટિંગની સલાહ આપી છે અને તેના માટે 2558 રૂપિયાનું લક્ષ્ય આપ્યું છે. કંપની ટૂંકા ગાળામાં પડકારના દ્વારા કોર કારોબાર પર ભાર આપી રહી છે. કારોબારી વર્ષ 2024માં ગ્રોથ જોવા મળી શકે છે. Cenexi ગ્રુપના અધિગ્રહણથી કંપનીને ફાયદો મળશે.

12:35 PM

WhatsApp: યુઝર્સને જોરદાર એક્સપિરિયન્સ આપવા માટે કંપનીએ બે નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. આની મદદથી iOS યુઝર્સ કેપ્શન સાથે મેસેજ ફોરવર્ડ કરી શકે છે. જ્યારે એન્ડ્રોઇડ યુઝર્સ પોતાની જાતે ચેટ કરી શકે છે. અહીં તમને બંને ફીચર્સ વિશે જણાવવામાં આવી રહ્યું છે. વોટ્સએપના આ નવા ફીચરથી iOS યુઝર્સ કોઈપણ ઈમેજ કે વીડિયોને કેપ્શન સાથે ફોરવર્ડ કરી શકે છે. હવે જ્યારે તમે કોઈપણ મીડિયાને ફોરવર્ડ કરવાનો પ્રયાસ કરશો, ત્યારે તમને નીચે એક કેપ્શન બોક્સ પણ દેખાશે.

12:20 PM

પેન્ટાગોનનો રિપોર્ટ: ચીન આગામી 10 વર્ષમાં 1000થી વધુ પરમાણુ હથિયારો બનાવશે

પેન્ટાગોનના રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર ચીન 2035 સુધીમાં લગભગ 1,000 થી વધુ પરમાણુ હથિયારો બનાવવાની યોજના બનાવી રહ્યું છે. હાલમાં ચીનના પરમાણુ હથિયારોની અંદાજિત સંખ્યા 400ની આસપાસ છે. ચીનની મહત્વાકાંક્ષી સૈન્ય શક્તિ વિસ્તરણ યોજનાઓ પર કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવેલા તેના વાર્ષિક અહેવાલમાં બેઇજિંગે તેના પરમાણુ દળોને આધુનિક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

12:15 PM

Jeevan Praman Patra or Life Certificate: પેન્શનરોને તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય છે. મતલબ કે, હવે પેન્શનધારકો પાસે તેમના જીવન પ્રમાણપત્રો જમા કરાવવા માટે માત્ર થોડા જ કલાકો બાકી છે. જો તમે હજુ સુધી તમારું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બહાર નીકળ્યું નથી, તો અહીં તમને બધી માહિતી મળશે. તમે તમારું પ્રમાણપત્ર ઑનલાઇન કેવી રીતે ડાઉનલોડ અને સબમિટ કરી શકો છો? અહીં તમને જણાવવામાં આવી રહ્યું છે કે SBIમાં ફેસ એપ, વીડિયો કોલ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન કેવી રીતે જમા કરવું. દર વર્ષે પેન્શન મેળવવા માટે, પેન્શનરોએ તેમનું જીવન પ્રમાણપત્ર (પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર) સબમિટ કરવું પડશે. જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનો અર્થ છે કે પેન્શનર જીવિત છે. જો 30 નવેમ્બર સુધીમાં લાઇફ સર્ટિફિકેટ જમા નહીં થાય તો તેમને પેન્શન નહીં મળે.

12:00 PM

Loan Against Car: જે તમે કાર (Car)નો ઉપયોગ કરે છો, તો તમને આ સમાચાર જરૂર વાચવી જોઈએ. સામાન્ય રીતે લોન કાર ખરીદતા સમયે બેન્કથી લોન લઈએ છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે કાર તમારા નાણાકીય સંકટમાં સાથી બની શકે છે. કહેવાનું અર્થ આ છે કે તમારી કાર પણ ખૂરાબ સમયે પૈસા અપાવી શકે છે. ખરેખર, ઇમરજેન્સીમાં તમે તમારી કાર પર લોન લઈ શકો છો. આવું આ માટે કારણ કે કાર પર લોન એક સિક્યોર્ડ લોન છે. જેથી બેન્ક તમને સરળતાથી અને ઓછા વ્યાજ પર લોન આપે છે. કાર પર લોન લેવીની પ્રક્રિયા પણ ઘણી ઝડપી રહી છે. તમે કાર લોન બેન્ક, નૉન-બેન્કિંગ જેવી નાણાકિય સંસ્થાઓથી પણ લઈ શકો છો. આ રીતે લોન એક સિક્યોર્ડ લોનની કેટેગરીમાં આવે છે. તમારી કાર માટે ડિફોલ્ટ થવાના કેસમાં લોન અમાઉન્ટ ચુકાવામાં કોઈ પણ પ્રકારની મુશ્કિલી નહીં આવશે.

11:50 AM

Indian Army 2022: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સારી તક આવી છે. ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC 137) ભરતી 2022 ની સૂચના બહાર પાડી છે. અપરિણીત એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટે ભારતીય સેનામાં જોડાવાની શ્રેષ્ઠ તક છે. જો તમે આ ભરતી માટે લાયક છો, તો તમે ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ Joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. આ માટે 16મી નવેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તેની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2022 છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 40 જગ્યાઓ ભરવામાં આવશે.

11:45 AM

Financial Rules Changing from 1st December: 1 ડિસેમ્બરથી તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. પ્રથમ સપ્તાહમાં દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં સીએનજી, પીએનજીના ભાવ નક્કી કરવામાં આવે છે. યસ બેંકની એક સેવા 1લી ડિસેમ્બરથી બંધ થવા જઈ રહી છે. આ સાથે PNB બેંકના ATMમાંથી ફાઇનાન્સ ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. આવો જાણીએ આ નિયમો વિશે.

11:40 AM

Sam Bankman Fried: FTXના પતનના કેન્દ્રમાં રહ્યા ક્રિપ્ટોના ચર્ચિત વૉસ સેમ બેન્કમેન-ફ્રાઇડએ કહ્યું છે કે તેના બેન્ક ખાતામાં લગભગ 1,00,000 ડૉલર વચ્યા છે. સોમવારની રાતે AXiosને આપેલા એક ઈન્ટરવ્યૂમાં Bankman-Friedએ તેના ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સના બર્બાદી માટે તેની વ્યક્તિગત ખામીઓ અને રેગુલેટરી ખામીઓને દોષી ઠેરવે છે. એફટીએક્સે આ મહિનાની શરૂઆતમાં અમેરિકામાં બેન્કરપ્સી (bankruptcy) માટે અરજી કરી છે.

11:35 AM

સોના-ચાંદીમાં ફ્લેટ

ફેડ ચેરમેન જેરોમ પૉવેલના ભાષણ પહેલા સોનામાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો, જ્યાં COMEX પર ભાવ 1754 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં પા ટકાથી વધુની તેજી સાથે 52,510ના સ્તર જોવા મળ્યા. ડૉલર ઇન્ડેક્સમાં પણ કોઈ મોટી મૂવમેન્ટ ન હોવાથી સોનાની કિંમતોમાં ઘટાડો સિમિત રેન્જમાં રહેતો દેખાઈ રહ્યો છે. ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કરોબાર રહ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 21 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 61,375ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

11:25 AM

ક્રૂડમાં રિકવરી

ક્રૂડ ઓઈલમાં ફરી નીચલા સ્તરેથી રિકવરી આવતા બ્રેન્ટમાં 83 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, અને NYMEX ક્રૂડની કિંમતોમાં આશરે 1 ટકાની તેજી રહેતા 79 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે. ચાઈના કોવિડના પ્રતિબંધોમાં હળવાશ કરી શકે તેવા સમાચારે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળ્યો, હવે બજારની નજર 4 ડિસેમ્બરે થનાર OPEC+ની બેઠક પર રહેશે. અને OPEC+ ઉત્પાદન કાપ યથાવત્ રાખે તેવી આશંકા પણ બની રહી છે.

11:20 AM

PM Awas Yojana Gramin : મહારાષ્ટ્ર, તમિલનાડુ, આસામ, ઓડિશા અને બિહાર PM આવાસ યોજના ગ્રામીણ (PMAY G) હેઠળ તેમના ભૂમિહીન લાભાર્થીઓને જમીન પ્રદાન કરવામાં પછાત રાજ્યોની યાદીમાં ટોચ પર છે. સરકારી ડેટા અનુસાર, આ રાજ્યોમાં કુલ બાકી રહેલા ભૂમિહીન લાભાર્થીઓના લગભગ 92 ટકા હિસ્સો છે. આ કારણે કેન્દ્ર સરકારે આ રાજ્યોને પત્ર દ્વારા ચેતવણી આપવી પડી છે કે જો આ વર્ષે 15 ડિસેમ્બર સુધીમાં આ લાભાર્થીઓને જમીન ફાળવવામાં નહીં આવે, તો આ રાજ્યોમાંથી ટાર્ગેટ પાછો ખેંચી લેવામાં આવશે અને અન્ય રાજ્યોને આપવામાં આવશે જે "સારી" કામગીરી કરે છે. આપવામાં આવશે.

11:10 AM

GUJARAT ELECTIION: પ્રથમ તબક્કાના મતદાનને લઈને પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે... સરળ અને વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ તમામ તૈયારીઓને આખરી આપ પણ આપી દીધો છે... ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે શું છે તૈયારી... 1 ડિસેમ્બરે સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં મતદાન થશે... 89 બેઠક માટે યોજાનારી આ ચૂંટણીમાં કુલ 39 રાજકીય પર્ટીના કુલ 788 ઉમેદવારો મેદાને છે... જેમનું ભાવી 1 ડિસેમ્બરનો સુરજ આથમતાની સાથે જ EVMમાં કેદ થઈ જશે...

10:55 AM

RBI Digital Rupee: RBIએ મંગળવાર 29 નવેમ્બરે ડિજિટલ રૂપી (Digital rupee)ને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. તે 1 ડિસેમ્બરથી ઉપયોગ માટે ઉપલબ્ધ થશે. જોકે, શરૂઆતમાં તેનું પાયલોટ લૉન્ચિંગ થઈ રહી છે. મતલબ કે તેને ચાર શહેરોમાં લૉન્ચ કરવામાં આવી રહી છે. જેમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વર સામેલ છે. RBIના ડિજિટલ રૂપીને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકોના મનમાં તેને લઇને ઘણા સવાલ છે. આ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરેન્સી (CBDC) કહ્યું છે. આ વર્ચુઅલ કરેન્સીનો ઉપયોગ તમે નાની-મોટી ખરીદારી માટે કરી શકશો. RBIએ મંગળવારે કહ્યું કે ડિજિટલ રૂપી એટલે કે e-R ડિજિટલ ટોકનના રૂપમાં થશે. ખરેખર, છેલ્લા વર્ષ 1 ફેબ્રુઆરીએ રજૂ થયા બજેટમાં નાણામંત્રી Nirmala Sitharamanએ કહ્યું હતું કે આરબીઆઈ ડિજિટલ કરેન્સી લૉન્ચ કરેશે. તેનો હેતુ ડિજિટલ ઇકોનૉમી (Digital Economy)ને વધારો આપવાનો હતો.

10:40 AM

GUJARAT ELECTION: ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના “રાવણ” સાથે કરવાનો આરોપ લગાવ્યો છે. આની નિંદા કરીને, ભાજપે જનતાને લોકશાહી રીતે "ગુજરાતના પુત્ર" ના આ "અપમાન" નો બદલો લેવાની અપીલ કરી. અમદાવાદના બહેરામપુરામાં એક ચૂંટણી રેલીને સંબોધતા ખડગેએ સોમવારે મ્યુનિસિપલ સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીના નામ પર મત માંગવા બદલ ભાજપ પર કટાક્ષ કર્યો હતો.

10:28 AM

Budget 2023: નાણા મંત્રી નિર્મલા સીતારમણના યૂનિયન બજેટ (Budget 2023) થી સ્ટૉક માર્કેટ અને રોકાણકારોને ઘણી આશા છે. સ્ટૉક બ્રોકર્સના પ્રતિનિધિત્વ કરવા વાળી સંસ્થા એસોસિએશન ઑફ નેશનલ એક્સચેન્જ મેંબર્સ ઑફ ઈન્ડિયા (ANMI) એ ફાઈનાન્શિયલ મિનિસ્ટ્રીને પોતાની આશાના બારામાં જણાવ્યુ છે. એસોસિએશનએ કહ્યુ છે કે સિક્યોરિટીઝ ટ્રાંજેક્શન ટેક્સ (STT) અને કમોડિટીઝ ટ્રાંજેક્શન ટેક્સ (CTT) માં ફરીથી રિબેટ આપવામાં આવી જોઈએ. તેમાં માર્કેટમાં વૉલ્યૂમ અને પાર્ટિસિપેશન વધશે. તેમને કહ્યુ છે કે ઈંડિયા એવો દેશ છએ જ્યાં ડેરિવેટિવ અને કમોડિટીઝ સેગમેન્ટ્સમાં એસટીટી અને સીટીટી લાગે છે. ANMI એ સીબીડીટી ચેરમેન નિતિન ગુપ્તાને પોતાનો પ્રસ્તાવ સોંપયો છે. તેમાં શૉર્ટ ટર્મ કેપિટલ ગેન્સ (STCG) માં 1 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટની પણ માંગ કરવામાં આવી છે. એવુ થવાથી ઈનવેસ્ટર્સને ઘણી રાહત મળશે.

09:45 AM

જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના શેર્સ

Philip Carbon: ખરીદો, લક્ષ્ય - ₹155, સ્ટૉપલૉસ - ₹130

MCX India: ખરીદો, લક્ષ્ય - ₹1620, સ્ટૉપલૉસ - ₹1544

09:34 AM

SBI સિક્યોરિટીઝના સુદીપ શાહની પસંદગીના શેર્સ

Sun Pharma: ખરીદો, લક્ષ્ય - ₹1090, સ્ટૉપલૉસ - ₹1010

ITC: ખરીદો, લક્ષ્ય - ₹353-356, સ્ટૉપલૉસ - ₹333

09:24 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 18,650 ની ઊપર છે અને સેન્સેક્સ 62850 ની પાર છે. સેન્સેક્સે 175 અંકો સુધી વધ્યો છે, જ્યારે નિફ્ટીએ 58 અંક સુધી ઉછળો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.37 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.36 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.38 ટકા ઉછળીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 175.09 અંક એટલે કે 0.28% ના વધારાની સાથે 62856.93 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 58.50 અંક એટલે કે 0.31% ટકા વધીને 18676.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.02-0.68% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.43 ટકા વધારાની સાથે 43,239.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજીના શેરોમાં ઘટાડો આવ્યો.

દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, બજાજ ઑટો, એમએન્ડએમ, ડૉ.રેડ્ડીઝ, એચડીએફસી લાઈફ, ગ્રાસિમ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 0.89-1.74 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, પાવરગ્રિડ, અપોલો હોસ્પિટલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ અને બીપીસીએલ 0.12-0.73 ટકા સુધી તૂટ્યા છે.

મિડકેપ શેરોમાં ટીવીએસ મોટર, ઑયલ ઈન્ડિયા, એબીબી ઈન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સ અને બીએચઈએલ 1.17-2.39 ટકા સુધી ઉછળા છે. જ્યારે ગ્લેન્ડ, ન્યૂ ઈન્ડિયા એસ્યોર, ડિલહેવરી, સીજી કંઝ્યુમર અને જુબિલન્ટ ફૂડ્ઝ 0.99-3.12 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં પ્લાસ્ટિબ્લેન્ડ્સ, આઈનોક્સ વિંડ, કલ્યાણ જ્વેલર્સ, ટેનફેક ઈન્ડસ્ટ્રીઝ અને જ્યોતિ રેસિન્સ 4.50-7.37 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કામધેનુ, ઓરમ પ્રોપટેક, ટિટાગ્રહ વેગન્સ અને ત્રિવેણી એન્જીનિયર 2.73-3.17

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
રોકાણકારો હાલ ઘટાડે મિટિરિયલ ખરીદી રહ્યાં છે પરંતુ વેચતા નથી: દેવેન ચોક્સી રોકાણકારો હાલ ઘટાડે મિટિરિયલ ખરીદી રહ્યાં છે પરંતુ વેચતા નથી: દેવેન ચોક્સી
Dealing Rooms Check| ડિલર્સે 1 સ્ટૉકમાં ખરીદારી અને 1 સ્ટૉકમાં વેચવાલીની સલાહ આપી, જાણો ક્યા છે સ્ટૉક્સ Dealing Rooms Check| ડિલર્સે 1 સ્ટૉકમાં ખરીદારી અને 1 સ્ટૉકમાં વેચવાલીની સલાહ આપી, જાણો ક્યા છે સ્ટૉક્સ
India Energy Week 2023:PM મોદીએ કહ્યું- પેટ્રોલમાં 20% ઈથેનોલ મિક્સ કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ભારત India Energy Week 2023:PM મોદીએ કહ્યું- પેટ્રોલમાં 20% ઈથેનોલ મિક્સ કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ભારત
Closing Bell - સેન્સેક્સ 334 અંક તૂટ્યો, નિફ્ટી 17770 ની નીચે બંધ Closing Bell - સેન્સેક્સ 334 અંક તૂટ્યો, નિફ્ટી 17770 ની નીચે બંધ
Voda Ideaમાં આવી 25 ટકાની જોરદાર તેજી, જાણો એક્સપર્ટની સલાહ Voda Ideaમાં આવી 25 ટકાની જોરદાર તેજી, જાણો એક્સપર્ટની સલાહ