comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

નિફ્ટી 17400ની પાર, બેન્ક નિફ્ટીમાં પણ મજબૂતી, મિડકેપમાં સૌથી વધારે લગભગ સવા એક ટકાનો ઉછાળો

06 ઓક્ટોબર 2022, 09:31 AM

નિફ્ટી 17400ની પાર, બેન્ક નિફ્ટીમાં પણ મજબૂતી, મિડકેપમાં સૌથી વધારે લગભગ સવા એક ટકાનો ઉછાળો

03:30 PM

રૂપિયામાં નબળાઈ, 37 પૈસા ઘટીને 81.89 ના સ્તર પર બંધ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 37 પૈસા ઘટીને 81.89 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે મંગળવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 81.52 ના સ્તર પર બંધ થયો હતો.

02:00 PM

મુકેશ અંબાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ ઝડ્પાયો

મુંબઈ પોલીસે 6 ઓક્ટોબરે બિહારના દરભંગાથી રાકેશ કુમાર મિશ્રાને પકડી પાડ્યો છે. મિશ્રા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ના ચેરમેન મુકેશ અંબાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. મિશ્રાને બ્રહ્મપુરા ગામમાંથી પકડી પાડવામાં આવ્યો. પોલીસે તેની પાસેથી તે મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે, જેનો ઉપયોગ ધમકી આપવા માટે કરવામાં આવ્યો હતો. એક અજાણી વ્યક્તિએ અંબાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા પછી મુંબઈ પોલીસે 5 ઓક્ટોબરના આ બાબતે તપાસ શરૂ કરી હતી. આ ધમકી પર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (Sir HN Reliance foundation Hospital)ના લેન્ડલાઈન નંબર પર આપવામાં આવી હતી. ફોન કરનાર વ્યક્તિએ હોસ્પિટલને પણ ઉડાડી દેવાની વાત કરી હતી. તેની ફરિયાદ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ હજુ પણ આ બાબતની તપાસ કરી રહી છે.

01:44 PM

JSW Energy ના શેરમાં ઉછાળો, જાણો શું છે તેજીનું કારણ

આજે એટલે કે 06 ઑક્ટોબર 2022 ના કારોબારમાં JSW Energy ના શેરમાં 10 ટકાથી વધારાની તેજી જોવાન મળી છે. નોંઘનીય છે કે કંપનીની સબ્સિડિયરીએ મહારાષ્ટ્ર સરકારની સાથે એક કરાર કર્યા છે. આ કરારની હેઠળ આ સબ્સિડિયરી મહારાષ્ટ્રમાં એક હાઈડ્રોપંપડ સ્ટોરેજ લગાવશે. આ સમાચારના ચાલતા આ શેર આજે જોશમાં રહ્યુ. તમને જણાવી દઈએ કે JSW Energy એ મહારાષ્ટ્ર સરકારની સાથે એક કારર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારની હેઠળ કંપની રાજ્યના રાયગઢ જિલ્લામાં 960 મેગાવાટ ક્ષમતાની એક હાઈડ્રોપંપ સ્ટ્રોરેજ પ્રોજેક્ટની સ્થાપના કરશે. તમને જણાવી દઈએ કે હાઈડ્રોપંપ એક જાણીતુ-માણીતી ટેક્નોલૉજી છે.

01:25 PM

Bharat Forge Shares: ભારત ફોર્જ (BFL) નો શેર ગુરૂવારે 6 ઓક્ટોબરના બીએસઈ પર ઈન્ટ્રાડેમાં 9 ટકાની દમદાર રેલીની સાથે 773 રૂપિયા પર પહોંચી ગયો. જો કે મીડિયા રિપોર્ટસ મુજબ સંકેત મળી રહ્યા છે કે યુએસ ક્લાસ 8 ટ્રક (US Class 8 truck) માટે સપ્ટેમ્બરમાં સારો ઓર્ડર મળ્યો. આ કારણથી શેરમાં હેવી વોલ્યુમની સાથે તેજી જોવા મળી રહી છે. સવારે 12 વાગ્યા આસપાસ આ શેર 8.80 ટકા મજબૂત થઈને 770 રૂપિયા પર બનેલો છે. જ્યારે ટ્રેડિંગ વોલ્યુમની વાત કરીએ તો એનએસઈ અને બીએસઈ પર 45 લાખ શેરોનો સોદો થઈ ગયો હતો, જે સામાન્યથી લગભગ 3 ગણો વોલ્યુમ છે. છેલ્લા એક વર્ષથી Bharat Forge ના શેરમાં એક રેન્જ બનેલી છે. શેરે એક વર્ષમાં 7 ટકા, 2022માં 8 ટકા અને છ મહિનામાં 6 ટકા રિટર્ન આપ્યું છે. જો કે છેલ્લા એક મહિનામાં શેર લગભગ ફ્લેટ રહ્યું છે.

01:00 PM

Daily Voice: પડકારથી ભરેલા ગ્લોબલ માહોલમાં ઘરેલૂ બજાર ચમકતા દેખાયા

આગળ ફાર્મા સેક્ટરને ડૉલરના મુકાબલે રૂપિયાની નબળાઈનો ફાયદો મળતો જોવામાં આવશે. રૂપિયાની નબળાઈની ચાલતા ફાર્મા કંપનીઓની એક્સપોર્ટથી થવા વાળી કમાણી વધશે. તેના સિવાય ઘરેલૂ બજારમાં નવા પ્રોડક્ટ લૉન્ચ અને અમેરિકામાં બ્રાંડેડ જેનરિકના વધતા વેચાણથી પણ ફાર્મા કંપનીઓને ફાયદો થશે. વિક્રમ કસાટને કેપિટલ માર્કેટના 13 વર્ષથી વધારાનો અનુભવ છે. આ વાતચીતમાં તેમણે આગળ કહ્યુ કે બીજા ક્વાર્ટરના પરિણામની સિઝન શરૂ થવાની છે. એવામાં આગળ અમે કંપનીના માર્જિનમાં સારી રિકવરી જોવાને ઉમ્મીદ છે. બીજા ક્વાર્ટરમાં કંપનીના વૉલ્યૂમ અને નવા ક્ષમતા વિસ્તારના મોર્ચાથી પણ સારા સમાચાર આવશે. ભારતે વધતી મોંઘવારીથી ખુબ સારી રીતથી થઈ છે. મૉનસૂન પણ સારૂ રહ્યુ છે તેના સિવાય ફેસ્ટિલ સિઝન પણ સારૂ રહેવાની સંભાવના છે. તેના આગળ અમે ઈક્વિટી માર્કેટથી સારૂ પ્રદર્શનની આશા છે.

12:38 PM

Electronics Mart: દેશની ચોથી સૌથી મોટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રિટેલ ચેન ઈલેક્ટ્રોનિક્સ માર્ટના આઈપીઓને લઈને રોકાણકારોમાં શાનદાર વલણ જોવા મળ્યું છે. પહેલા જ દિવસે આ ઈશ્યુ ઓવરસબ્સક્રાઈબ થઈ ગયો હતો અને તે આજે પણ તેમાં રોકાણ કરી રહ્યા છે. આ સમાચાર લખતા સમયે તે ઈશ્યુ 26 ટકા સબ્સક્રાઈબ થઈ ગયો છે. બધા શ્રેણીઓને લઈને આરક્ષિત હિસ્સો ઓવર સબસ્ક્રાઈબ થયો છે અને સૌથી વધુ રિટેલ રોકાણકારોના આ ઈશ્યુ માટે વલણ સારું જોવા મળી રહ્યું છે. આ ઈશ્યુ દ્વારા 500 કરોડ રૂપિયાના નવા શેર જાહેર થશે.

12:22 PM

Credit Suisse ની INDIGO પર સલાહ

Credit Suisse એ INDIGO પર સલાહ આપતા આઉટપરફૉર્મ રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 2,350 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વિમાનભાડુ વધાવાથી ટ્રાફિક પર અસર નહીં પડે. ક્રૂડની તેજી, કરેન્સી રિસ્ક આગળ ઘટવાથી ફાયદો થશે.

12:15 PM

GS ની Godrej Consumer પર સલાહ

GS ની Godrej Consumer પર સલાહ આપતા તેના પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 1,100 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. હોમ કેર ગ્રોથમાં સુધારો જોવાને મળ્યો છે. ઈંડોનેશિયાઈ કારોબારમાં રિકવરીના સંકેત દેખાય રહ્યા છે. કંપની ટર્નઅરાઉંડની પ્રબળ દાવેદાર છે. કંપનીના આફ્રીકી કારોબારમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવામાં આવ્યો છે.

12:00 PM

આવો આનંદરાઠીના જિગર એસ પટેલથી જાણીએ કે આજે આ શેરો પર શું હશે ટ્રેડિંગ રણનીતિ

IndusInd Bank - બની રહો, લક્ષ્ય 1375 રૂપિયા, સ્ટૉપલૉસ - 1125 રૂપિયા

Adani Ports - જેની પાસે આ શેર છે તે બની રહે. વર્તમાન ભાવ પર નવી ખરીદી પણ કરવામાં આવી શકે છે. 900 રૂપિયાના લક્ષ્ય માટે આ સ્ટૉકમાં 760 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવો.

Mazagon Dock Shipbuilders - વર્તમાન સ્તર પર નવી ખરીદી ના કરો. સ્ટૉક પર વેટ એન્ડ વૉચની રણનીતિ અપનાવો. તેનું કારણ એ છે કે છેલ્લા 4 મહીનામાં આ સ્ટૉક 150 ટકાથી વધારે ભાગી ચુક્યા છે અને હવે તે ઘણી ઓવરસોલ્ડ જોવામાં આવી રહી છે. જેની પાસે આ શેર છે તે 555-580 રૂપિયાની વચ્ચે આ સ્ટૉકમાં થોડી નફાવસૂલી કરી લે.

11:52 AM

Happiest Minds Share: આઈટી કંપની હેપીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલૉજિસના બોર્ડએ બુધવાર, 5 ઓક્ટોબરે ઈક્વિટી અથવા ડેટ બૉન્ડ્સના દ્વારા 1400 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવાની મંજૂરી આપી દીધી છે. કંપનીએ એક રેગુલેટરી ફાઈલિંગથી આ જાણકારી આપી છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં ગુરુવાર, 6 ઓક્ટોબરની તેજી જોવા મળી રહી છે. બીએસઈ પર ઇન્ટ્રા ડે માં શેરોએ લગભગ 3 ટકા મજબૂતીની સાથે 1025ના હાઈ પર પહોંચી છે. સવારે 10.10 વાગ્યા શેર 2.30 ટકા મજબૂત થઈને 1020.40 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી શરે પર દબાણ બન્યો છે. એખ વર્ના દરમિયાન હેપીએસ્ટ માઇન્ડ્સના શેર 26 ટકા, 2022માં 24 ટકા અને છ મહિનામાં 10 ટકા નબળા થઈ ગયો છે. જો કે, એક મહિનામાં શેરએ મામૂલી રિટર્ન આપ્યું છે.

11:40 AM

EPF ના એકાઉન્ટમાં પૈસા જમા ન થતા કર્મચારીઓ પરેશાન, tweet કરી ફાયનાન્સ મિનિસ્ટ્રીએ કરી સ્પષ્ટતા

EPF એકાઉન્ટમાં ઈન્ટરેસ્ટના પૈસા ન આવવાથી કરોડો એમ્પલોઈઝ નિરાશ છે. ફાયનાન્શિયલ યર 2021-22 પૂરું થતા 6 મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો છે, પરંતુ હજુ સુધી પ્રાઈવેટ એમ્પ્લોઈઝના ઈપીએફ એકાઉન્ટમાં ઈન્ટરેસ્ટના પૈસા આવ્યા નથી. એમ્પલોઈઝને પૈસા આવવામાં મોડું થતા ઈન્ટરેસ્ટ એમાઉન્ટમાં પણ લોસનો ડર પણ લાગી રહ્યો છે. ફાયનાન્સ મિનિસ્ટ્રીએ એમ્પલોઈઝની આ ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. ફાયનાન્સ મિનિસ્ટ્રીએ 5 ઓક્ટોબરના મોડી રાત્રે એક ટ્વીટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈપીએફ સબ્સક્રાઈબર્સને ઈન્ટરેસ્ટમાં કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય. તેણે એ પણ કહ્યું છે કે પૈસા ઈપીએફના બધા સબ્સક્રાઈબર્સના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી રહ્યા છે.

11:30 AM

આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી

Apar Industries: Buy | LTP: Rs 1,435.55 | આ સ્ટૉકમાં 1300 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 1600 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 11 ટકા રિટર્ન મળી શકે છે.

Campus Activewear: Buy | LTP: Rs 596.25 | આ સ્ટૉકમાં 560 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 666 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 12 ટકા રિટર્ન મળી શકે છે.

Lemon Tree Hotels: Buy | LTP: Rs 91.1 | આ સ્ટૉકમાં 84 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 106 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 16 ટકા રિટર્ન મળી શકે છે.

10:58 AM

Gambia Cough Syrup Deaths: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગામ્બિયામાં 66 બાળકોના મોત પછી ભારતમાં બનેલા 4 કફ સિરફને લઈને એલર્ટ જાહેર કર્યું છે. WHOએ ચેતવણી આપી હતી કે આ બાળકોના મૃત્યુનો સંબંધ ભારતમાં બનેલા 4 કફ સિરપથી હોય શકે છે. આ કફ સિરપનું ઉત્પાદન મેડન ફાર્માસ્યુટિકલ્સે કર્યું છે. ન્યુઝ એજેન્સી એએફએપીએ એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. WHO એ આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રની હેલ્થ એજેન્સીએ એ પણ કહ્યું કે આ વાતની પણ શક્યતાઓ છે કે આ દવાઓને ગામ્બિયાની બહારના કેટલાક દેશોમાં પણ વેચાણ માટે મોકલી હશે. એવામાં ગ્લોબલ લેવલ પર આ માટે જોખમ કારક હોય શકે છે. તમને જણાવી દઈએ કે ગામ્બિયા, પશ્ચિમી આફ્રિકામાં સ્થિત એક દેશ છે.

10:25 AM

Macquarie ની Bajaj Finance પર સલાહ

Macquarieની Bajaj Finance પર આઉટપરફૉર્મ રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરના લક્ષ્ય 5000 રૂપિયા પ્રતિ શર નક્કી કર્યા છે. વર્ષના આધાર પર AUM ગ્રોથ અનુમા કરતા વધારે રહ્યું છે. લોન વોલ્યુમ FY20ની સાનેલ ફ્લેટ રહ્યો છે.

10:00 AM

Jefferies ની Bajaj Finance પર સલાહ

Jefferiesની Bajaj Finance પર સલાહ વ્યક્ત કરતા કહ્યુ કે તેમણે તેના પર ઓવરવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના માટે 8000 રૂપિયાના લક્ષ્ય નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોર AUM માં સારી ગ્રોથ જોવામાં આવ્યો છે. કંપનીએ કસ્ટમર ફ્રેન્ચાઈઝીમાં વધારો પણ નવા લોનના બૂકિંગ ઘટતા જોવા મળ્યા છે.

09:50 AM

નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુપતાણીની પસંદગીના સ્ટૉક્સ

JK Tyre: ખરીદો, લક્ષ્યાંક - ₹182, સ્ટૉપલૉસ - ₹166

Anant Raj: ખરીદો, લક્ષ્યાંક - ₹112, સ્ટૉપલૉસ - ₹96

09:36 AM

kushghodasara.comના કુશ ઘોડાસરાની પસંદગીના સ્ટૉક્સ

RBL Bank: ખરીદો, લક્ષ્યાંક - ₹128, સ્ટૉપલૉસ - ₹116

Bajaj Auto: ખરીદો, લક્ષ્યાંક - ₹3675-₹3780, સ્ટૉપલૉસ - ₹3510

09:26 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 17,400 ની નજીક છે અને સેન્સેક્સ 58440 પર છે. સેન્સેક્સે 374 અંકો સુધી વધ્યો છે, જ્યારે નિફ્ટીએ 112 અંક સુધી ઉછળો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.85 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.00 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.82 ટકા ઉછળીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 374.86 અંક એટલે કે 0.65% ના વધારાની સાથે 58440.33 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 112.30 અંક એટલે કે 0.65% ટકા વધીને 17,386.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.14-1.87% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.50 ટકા વધારાની સાથે 39,304.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજીના શેરોમાં ઘટાડો આવ્યો.

દિગ્ગજ શેરોમાં કોલ ઈન્ડિયા, હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, એલએન્ડટી, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ અને ટેક મહિન્દ્રા 1.32-3.20 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં સિપ્લા, બજાજ ફાઈનાન્સ, ડિવિઝ લેબ, એચયુએલ અને એચડીએફસી 0.18-0.93 ટકા સુધી તૂટ્યા છે.

મિડકેપ શેરોમાં ભારત ફોર્જ, પરસિસ્ટન્ટ, મધરસન સુમી, ઝિ એન્ટરટેન અને અદાણી પાવર 3.05-7.52 ટકા સુધી ઉછળા છે. જ્યારે ગ્લેન્ડ, બાયોકૉન, એનએચપીસી, લ્યૂપિન અને કોલગેટ 0.56-1.35 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં વિનસ પાઈપ્સ, મેક્સ વેંચર્સ, કિટેક્સ ગાર્મેન્ટ્સ, સ્પાઈસ જેટ અને એચઈજી 5.31-11.48 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં જ્યોતિ રેસિન્સ, ત્રિવેણી ટર્બાઈન, સિમેક, એડીએફ ફૂડ્ઝ અને એસપી એપરલ્સ 2.16-4.29 ટકા સુધી તૂટ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Market Live Update: રિકૉર્ડ ઊંચાઈ પર સેન્સેક્સ-નિફ્ટી, પાવર, ફાર્મા, મેટલ શેરોમાં તેજી Market Live Update: રિકૉર્ડ ઊંચાઈ પર સેન્સેક્સ-નિફ્ટી, પાવર, ફાર્મા, મેટલ શેરોમાં તેજી
SIP માં કરો છો રોકાણ, તો જાણો Good EMI અને Bad EMI ની રમત SIP માં કરો છો રોકાણ, તો જાણો Good EMI અને Bad EMI ની રમત
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ
Rupee Open: રૂપિયામાં મજબૂતી, ₹81.58 પર ખૂલ્યો Rupee Open: રૂપિયામાં મજબૂતી, ₹81.58 પર ખૂલ્યો