comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 204% વધ્યું, ટાટા-હ્યુંડઇના આંકડા પણ સારા

02 ઓક્ટોબર 2022, 10:49 AM

સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 204% વધ્યું, ટાટા-હ્યુંડઇના આંકડા પણ સારા

સપ્ટેમ્બર મહિનામાં કાર વેચાણના આંકડા આવી ચૂક્યા છે. વેચાણના મામલામાં દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીનો જલવો આ મહિને પણ યથાવત્ રહ્યો અને તેના વેચાણમાં વાર્ષિક આધાર પર બમણાથી પણ વધુ ઉછાળો આવ્યો છે. ત્યારે ટાટા મોટર્સ અને હ્યુંડઇ મોટરના વેચાણમાં પણ સપ્ટેમ્બરમાં સારી તેજી જોવા મળી. જોકે નિસાન મોટર માટે સપ્ટેમ્બર મહિનો સારો નથી રહ્યો અને તેનું વેચાણ અંદાજે 16 ટકા ઘટ્યું છે. આવો વિસ્તારથી જાણીએ બધી કંપનીઓના આંકડા

મારૂતિ સુઝુકી

દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેનું હોલસેલ વેચાણ બમણાંથી પણ વધુ (204%) વધીને 1,76,306 યુનિટ્સ રહી. છેલ્લા વર્ષે આ મહિનામાં કંપનીએ ડીલરોને 86,380 યુનિટ્સ મોકલ્યા હતા.

કંપનીનું સ્થાનિક બજારમાં વેચાણ બમણાંથી પણ વધુ વધીને 1,54,903 યુનિટ્સ રહ્યું, જે છેલ્લા વર્ષના આ મહિનામાં 68,815 યુનિટ્સ હતું. Alto અને S-Presso જેવી કંપનીઓની નાની ગાડીઓનું વેચાણ વધીને 29,574 યુનિટ્સ રહ્યું, જે છેલ્લા વર્ષના આ મહિનામાં 14,936 યુનિટ્સ હતું. આ જ રીતે Swift, Celerio, Ignis, Baleno અને Dzire જેવી કૉમ્પેક્ટ સેગમેન્ટમાં કંપનીનું વેચાણ વધીને 72,176 યુનિટ્સ રહ્યું, જે છેલ્લા વર્ષના આ મહિના 20,891 યુનિટ્સ હતું.

હ્યુંડઇ મોટર ઇન્ડિયા

હ્યુંડઇ મોટરે જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેનું કુલ હોલસેલ વેચાણ 38 ટકા વધીને 63,201 યુનિટ્સ રહ્યું. કંપનીએ છેલ્લા વર્ષના આ મહિનામાં કુલ 45,791 યુનિટ્સ પોતાના ડીલરોને મોકલ્યા હતા. હ્યુંડઇએ જણાવ્યું કે તેનું સ્થાનિક માર્કેટમાં હોલસેલ વેચાણ વાર્ષિક આધાર પર 50 ટકા વધીને 49,700 યુનિટ્સ રહ્યું, જે સપ્ટેમ્બર 2021માં 33,087 યુનિટ્સ રહ્યું હતું. ત્યારે તેનું એક્સપોર્ટ્સ છેલ્લા મહિને વધીને 13,501 યુનિટ્સ રહ્યું, જે છેલ્લા વર્ષના આ મહિનામાં 12,704 યુનિટ્સ હતું.

ટાટા મોટર્સ

ટાટા મોટર્સનું સપ્ટેમ્બરમાં કુલ સ્થાનિક વેચાણ 44 ટકા વધીને 80,633 યુનિટ્સ રહ્યું, જે છેલ્લા વર્ષે આ મહિનામાં 55,988 યુનિટ્સ રહ્યું હતું. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ટાટા મોટર્સનું સ્થાનિક હોલસેલ વેચાણ 85 ટકા વધીને 47,654 યુનિટ્સ રહ્યું, જે સપ્ટેમ્બર 2021માં 25,730 યુનિટ્સ હતું. કંપનીએ જણાવ્યું કે સૌથી વધુ વેચાણ તેના નેક્સૉન અને પંચ મૉડલમાં નોંધાયું છે.

સ્કોડા ઑટો ઇન્ડિયા

સ્કોડા ઑટો ઇન્ડિયાએ શનિવારે જણાવ્યું કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં તેનું કુલ વેચાણ 17 ટકા વધીને 3,543 યુનિટ્સ રહ્યું, જે છેલ્લા વર્ષના આ મહિનામાં 3,027 યુનિટ્સ રહ્યું હતું. કંપનીએ જણાવ્યું કે તેના Kushaq અને Slavia મૉડલ બજારમાં સારૂ સ્થાપિત થઇ ગયું અને લોકોને પસંદ આવી રહ્યો છે.

એમજી મોટર

એમજી મોટર ઇન્ડિયાએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેનું રિટેલ વેચાણ 17 ટકા વધીને 3,808 યુનિટ્સ રહ્યું. કંપનીએ છેલ્લા વર્ષે આ મહિનામાં 3,241 યુનિટ્સનું વેચાણ રહ્યું હતું.

નિસાન મોટર

નિસાન મોટરનું વેચાણ સપ્ટેમ્બર મહિનામાં 16.64 ટકા ઘટ્યું છે. કંપનીએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેનું કુલ હોલસેલ વેચાણ 7,265 યુનિટ્સ રહ્યું, જે છેલ્લા વર્ષના આ મહિનામાં કંપનીનું વેચાણ 8,716 યુનિટ્સ રહ્યું હતું. કંપનીએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેનું સ્થાનિક હોલસેલ વેચાણ 3,177 યુનિટ્સ રહ્યું, જે છેલ્લા વર્ષના આ મહિનામાં 2,816 યુનિટ્સ હતું. ત્યારે એક્સપોર્ટસ સપ્ટેમ્બરમાં 4,088 યુનિટ્સ રહ્યું, જે છેલ્લા વર્ષના આ મહિનામાં 5,900 યુનિટ્સ હતું.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સરકાર દ્વારા ઈન્ફ્રા પર થતો ખર્ચ તેની લાંબી અસર રહેશે: દેવેન ચોક્સી સરકાર દ્વારા ઈન્ફ્રા પર થતો ખર્ચ તેની લાંબી અસર રહેશે: દેવેન ચોક્સી
Rekha Jhunjhunwalaના રોકાણ વાળા શેરમાં 3 ટકાથી વધુની તેજી, જાણો બ્રોકરેજ ફર્મોની સલાહ Rekha Jhunjhunwalaના રોકાણ વાળા શેરમાં 3 ટકાથી વધુની તેજી, જાણો બ્રોકરેજ ફર્મોની સલાહ
રેલ કંપનીઓમાં આવી સારી ખરીદારી, RVNL માં 10% ની અપર સર્કિટ, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ રેલ કંપનીઓમાં આવી સારી ખરીદારી, RVNL માં 10% ની અપર સર્કિટ, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ
વાંધાજનક tweetને કારણે વિવાદોમાં ઘેરાયા PR Sundar, લોકોએ કહ્યું- વાંધાજનક tweetને કારણે વિવાદોમાં ઘેરાયા PR Sundar, લોકોએ કહ્યું- "વર્ષનું સૌથી અશ્લીલ ટ્વિટ"
Tyre Stocksમાં રોકાણકારોની ચાંદી! Apollo Tyres રેકોર્ડ હાઈ પર, Ceat 52 સપ્તાહના ઉપરી સ્તર પર પહોંચી Tyre Stocksમાં રોકાણકારોની ચાંદી! Apollo Tyres રેકોર્ડ હાઈ પર, Ceat 52 સપ્તાહના ઉપરી સ્તર પર પહોંચી