comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

રેકોર્ડ હાઈ પર બજાર, નિફ્ટી 18,650ની આસપાસ, ICICI Bank, HUL, HDFC Bank બજારને આપી રહ્યો ટેકો

29 નવેમ્બર 2022, 09:23 AM

રેકોર્ડ હાઈ પર બજાર, નિફ્ટી 18,650ની આસપાસ, ICICI Bank, HUL, HDFC Bank બજારને આપી રહ્યો ટેકો

03:30 PM

રૂપિયામાં નબળાઈ, 05 પૈસા ઘટીને 81.72 ના સ્તર પર બંધ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 05 પૈસા ઘટીને 81.72 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 81.67 ના સ્તર પર બંધ થયો હતો.

03:00 PM

વિશ્વમાં બીજા દેશોમાં સમસ્યા છે એટલે ભારતમાં પૈસા વધુ આવશે: વિરાજ ગાંધી

વિરાજ ગાંધીનું કહેવુ છે કે વેલ્થ ક્રિએટ કરનારી કંપનીઓ પર હાલ બુલિશ છે. હાલ અમુક લાર્જકેપ કંપનીઓમાં જ સાર એક્શન જોવા મળી રહ્યું છે. વિશ્વમાં બીજા દેશોમાં સમસ્યા છે એટલે ભારતમાં પૈસા વધુ આવશે. ભારતમાંથી કમાણી કરતી કંપનીઓમાં અમે રોકાણ કરીએ છીએ. સ્થાનિક કન્ઝમ્પશન, ડિફેન્સ જેવા સેક્ટરમાં સારા રિટર્ન મળશે. ઓટો કરતા ઓટો એન્સિલરી સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. જેનેરિક ફાર્મના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓમાં રોકાણ કરો. NBFCs સેક્ટરમાં અમે બુલિશ છીએ. ટોપની ખાનગી બેન્કો પર અમે નજર રાખી રહ્યા છીએ. ગુણવત્તા NBFC અને પ્રાઈવટ સેક્ટર બેન્કમાં રોકાણ કરી શકાય. મોટી IT કંપનીઓ પર અમે બુલિશ છીએ. એનર્જી સેક્ટરમાં ઘટાડે સારી કંપનીમાં ખરીદી કરવાની સલાહ છે. મિડકેપ અને સ્મોલકેપમાં ગુણવત્તા સભર કંપનીઓમાં રોકાણ કરી શકાય.

02:45 PM

YES SECURITIES ના અમિત ત્રિવેદીની પસંદ

MGL - અમિત ત્રિવેદીએ MGL માં ખરીદારીની સલાહ આપી છે. તેમનું કહેવુ છે કે આ સ્ટૉકમાં 885 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 950 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદારી કરી શકાય છે.

Bajaj Auto - અમિત ત્રિવેદીએ Bajaj Auto માં વેચવાલીની સલાહ આપી છે. તેમનું કહેવુ છે કે આ સ્ટૉકમાં 3800 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 3500 રૂપિયાના લક્ષ્યાંક માટે વેચવાલી કરી શકાય છે.

02:30 PM

BP સિક્યોરિટીઝના સ્વપ્નિલ શાહની પસંદ

AB Capital - સ્વપ્નિલ શાહએ AB Capital માં ખરીદારીની સલાહ આપી છે. તેમનું કહેવુ છે કે આ સ્ટૉકમાં 175 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદારી કરી શકાય છે. આ સ્ટૉકને તમે 3-4 મહીના માટે ખરીદી શકો છો.

PSP Project - સ્વપ્નિલ શાહએ PSP Project માં ખરીદારીની સલાહ આપી છે. તેમનું કહેવુ છે કે આ સ્ટૉકમાં 800 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદારી કરી શકાય છે. આ સ્ટૉકને તમે 1 વર્ષ માટે ખરીદી શકો છો.

02:15 PM

Paytm પર CLSA

બ્રોકરેજ હાઉસ CLSAએ આ શેર પર તેની રેટિંગને વેચાણથી બદલીને ખરીદીની સલાહ આપી છે. CLSAએ આ શેર માટે 650 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપ્યો છે. શેરમાં હાલ ઘટાડાથી રિસ્ક-રિવૉર્ડ સારા છે અને કંપનીની પાસે પર્યાપ્ત કેશ છે. 4-6 ક્વાર્ટરમાં કારોબારમાં સુધારની પણ આશા છે. લોન અને ક્રેડિટ કાર્ડ ડિસ્ટ્રીબ્યૂશનથી આવકમાં સૌથી વધારે ગ્રોથની આશા છે. નેટ ટેક રેટમાં 12 બેસિસ પૉઇન્ટનું સુધાર, ફિક્સ્ડ કૉસ્ટ પર નજર રાખવાની જરૂરત છે.

02:00 PM

Zomato પર Morgan Stanley

મૉર્ગન સ્ટેનલીને Zomato પર ઓવરવેઇટ રેટિંગની સલાહ આપી છે અને તેના માટે 92 રૂપિયાનું લક્ષ્ય આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ભારતમાં Amazonનો ફૂડ ડિલિવરી કારોબાર બંધ થવાની કોઈ અસર નથી. Amazonના ફૂડ ડિલિવરીથી નિકળવાનો અર્થ છે નવી કંપનીઓને સરળતાથી મોટા કરી શકશે.

01:45 PM

Shriram Transport પર Citi

સિટીએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ પર ખરીદારીની સલાહ આપી છે અને આ સ્ટૉક માટે 1650 રૂપિયા પ્રતિ શરેના લક્ષ્ય આપ્યા છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે નાના સમય ગાળામાં મર્જર બાદની સિનર્જી પર નજર થશે. AAUM ગ્રોથ અને ક્રૉસ-સેલની ક્ષમતા પર પણ નજર રાખવાની જરૂરત છે. NIMના દરોમાં વધારા પર પણ નજર છે. અસેટ ક્વૉલિટીના મજબૂત ટ્રેન્ડથી મધ્યમ ગાળામાં ROE 14-15 ટકા સુધી પહોંચી શકે છે.

01:35 PM

Adity Birla Fashion પર Citi

સિટીએ Adity Birla Fashion પર ખરીદારીની સલાહ આપી છે અને આ સ્ટૉક માટે 405 રૂપિયાના લક્ષ્ય આપ્યા છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે 8 Digitalમાં કંપની અનુમાનના અનુસાર રોકાણ કરી રહી છે.

01:25 PM

Elon Musk Vs Apple: TWITTER અને APPLE વચ્ચેનો સંબંધ એ હકીકત પરથી જાણી શકાય છે કે APPLE TWITTER માટે અલગ ગેટવેનો ઉપયોગ કરે છે. જો Apple આ ગેટવે બંધ કરે છે, તો તે ટ્વિટરથી વિશ્વના 1.5 બિલિયનથી વધુ ડિવાઇસને ડિસ્કનેક્ટ કરશે. ઇલોન મસ્ક માટે હાલ બધુ ઠીક નથી ચાલી રહ્યું. ખાસ કરીને ટ્વિટર ખરીદ્યા બાદ તેમની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તે સતત નેગેટિવ ન્યૂઝને કારણે હેડલાઇન્સમાં રહે છે. એલોન મસ્ક ટેસ્લાના સીઈઓ છે. ટેસ્લાના શેરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

આ કારણે મસ્કની નેટવર્થ પણ ઘટી છે. મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ તેના અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ફીચર્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે મસ્ક આઇફોન બનાવતી દિગ્ગજ એપલ સાથે ટકરાશે તેવું લાગે છે. તેણે સોમવારે અનેક ટ્વિટ કર્યા છે. આમાં તેણે કહ્યું છે કે Appleએ ટ્વિટર પર જાહેરાત ઓછી કરી છે. એપલે ટ્વિટરને તેના એપ સ્ટોર પરથી હટાવવાની પણ ધમકી આપી છે. મસ્કે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

01:18 PM

Options trader PR Sundar: "મોસ્ટ વલ્ગર ટ્વિટ" (most vulgar tweet) માટે સોશલ મીડિયા પર ભારી આલોતનાનો સામના કરી રહ્યા ઑપ્શન્સ ટ્રેડર અને ટ્રેનર પીઆર સુંદર હવે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)ના રડાર પર છે. Sebiની વેબસાઈટ અનુસાર, તેમની કંપની મનસુન કન્સલ્ટન્સી પ્રા. લિ. (Mansun Consultancy Pvt Ltd)ને "ગેર પંજીકૃત ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી"ના કેસમાં કૉઝ લિસ્ટ (cause List)માં મૂકવામાં આવી છે એટલે કે સેબી આ મામલા પર વિચારણા કરશે અથવા સુનાવણી કરશે. રેગુલેટરી બૉડી નિવેશકોના હિતના રક્ષા માટે એડવાઈઝરી સ્પેસની કડક નજર કરે છે. તેની બેબસાઈના અનુસાર, "જો કોઈ વ્યક્તિ SEBIમાં પંજીકરણ કરાવ્યા વગર ઇનવેસ્ટમેન્ટ એડવાઈજરી સર્વિસેઝ આપે છે SEBI Act, 1992ના હેઠળ તેની સામે ઉચિત કાર્રવાઈ કરી શકે છે."

01:00 PM

GUJARAT ELECTION: ગુજરાતમાં પ્રચાર કરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાવણનો ઉલ્લેખ પણ કર્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, પીએમ મોદી હંમેશા પોતાના વિશે વાત કરે છે. દરેક મુદ્દા પર તેઓ કહે છે કે મોદીનો ચહેરો જોઈને મત આપો. ખડગેએ પૂછ્યું, “મેં તમારો ચહેરો કેટલી વાર જોયો છે.” ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ પહેલા સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહારો કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાવણનો ઉલ્લેખ પણ કર્યો હતો.

12:55 PM

Zerodha Nikhil Kamath: નાસ્ડેક (Nasdaq) અને ભારતના લાર્જ કેપ ઇક્વિટી માર્કેટ ઝિરોધાના નિખિલ કામતના રોકાણના પસંદીદા વિકલ્પ છે. ઝિરોધાના ફાઈન્ડરએ કહ્યું કે, જો તેમની પાસે 100 રૂપિયા હોય તો તે નાસ્ડેક, ભારતના લાર્જ કેપ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કર્યું છે. બિઝનેસ ટુડેના આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાત કહીં. કામતની સલાહમાં, આજે NASDAQમાં લિસ્ટેડ કંપનીઓ મોટા સ્તર પર ઇનોવેશન કરી રહી છે. તેમણે કહ્યું, પબ્લિક માર્કેટની સરખામણીમાં પ્રાઈવેટ માર્કેટ વધારે મોંધો છે. તેમણે તે પણ કહ્યું કે આ કારણથી ભારતના પબ્લિક માર્કેટની સરખામણીમાં ગ્લોબલ માર્કેટને તરજીહ આપશે.

12:43 PM

Birth Certificate: કેન્દ્ર સરકાર દરેક જગ્યાએ બર્થ સર્ટિફિકેટ ફરજિયાત બનાવવા જઈ રહી છે. સરકાર તમામ શૈક્ષણિક સંસ્થાઓ, મતદાર યાદી, કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ વગેરે માટે જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ ફરજિયાત બનાવવા જઈ રહી છે. સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત રજીસ્ટ્રેશન બર્થ એન્ડ ડેથ (RBD) એક્ટ – 1969 માં ફેરફાર કરવા જઈ રહી છે. તેને 7 ડિસેમ્બરથી શરૂ થતા શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.

12:30 PM

UIDAI: જો તમે પણ તમારા બાળકોનું આધાર કાર્ડ એટલે કે ચાઈલ્ડ આધાર કાર્ડ બનાવ્યું હોય, તો તેને તરત જ અપડેટ કરાવો. આ માટે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ખરેખર, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તાજેતરમાં જ બાળકોના આધાર કાર્ડને લઈને એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેને બાલ આધાર કહેવામાં આવે છે. ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, પાંચથી 15 વર્ષની વયના બાળકોના આધાર ડેટામાં બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવી ફરજિયાત છે.

12:25 PM

નંદીશ શાહના આજના 3 બાયકૉલ જેમાં 3-4 સપ્તાહમાં થઈ શકે છે ડબલ ડિજિટ કમાણી

Stylam Industries: Buy | LTP: Rs 1,106 | આ સ્ટૉકમાં 1030 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 1185-1220 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 10 ટકા રિટર્ન મળી શકે છે.

Rallis India: Buy | LTP: Rs 245 | આ સ્ટૉકમાં 230 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 262-277 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 13 ટકા રિટર્ન મળી શકે છે.

IRB Infrastructure Developers: Buy | LTP: Rs 261 | આ સ્ટૉકમાં 245 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 280-295 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 13 ટકા રિટર્ન મળી શકે છે.

12:15 PM

US Market Fall: ચીનમાં સરકારની કોવિડ પોલિસીનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જેના કારણે કારખાનાઓમાં કામ પર અસર પડી રહી છે. કામ બંધ થવાના કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ચીનમાં વિરોધ પ્રદર્શનની અસર અમેરિકન બજાર પર જોવા મળી રહી છે. ચીનમાં સરકારની ઝીરો કોવિડ પોલિસી સામેના વિરોધની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે. સોમવારે યુએસ માર્કેટમાં જોવા મળેલી વેચવાલી ચીનમાં વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત છે. આ મહિનાની શરૂઆતમાં, બેઇજિંગે કેટલીક આવી નીતિઓ લાગુ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે એવું લાગી રહ્યું હતું કે ચીનની અર્થવ્યવસ્થા ફરીથી ખોલવાના માર્ગ પર છે. પરંતુ અત્યારે તેની આશા દેખાતી નથી.

12:00 PM

આ વર્ષે 8000 કરોડપતિઓએ છોડ્યું ભારત, દેશ છોડનાર ટોપ-5માં રશિયા-યુક્રેન!

દુનિયાભરમાં અમીરોની સંખ્યા વધી રહી છે. ભારતમાં પણ ભારતીય કરોડપતિઓની યાદીમાં સતત નવા નામ સામેલ થઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન ભારત છોડીને અન્ય સ્થળની શોધમાં અમીરોનો દર પણ જબરજસ્ત વધી ગયો છે. હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ અનુસાર, એક વર્ષમાં 8,000 ભારતીય કરોડપતિઓએ દેશ છોડી દીધો છે. આ આંકડા સાથે ભારત હવે અમીરોના સ્થળાંતરના મામલે ટોપ 3 દેશોમાં સામેલ થઈ ગયું છે.

11:50 AM

સોના-ચાંદીમાં દબાણ

ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા સોનાની ચમક વધતી જોવા મળી, COMEX પર ભાવ 1750 ડૉલરની ઉપર આવ્યા, તો સ્થાનિક બજારમાં 52,262ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ફેડ દ્વારા HAWKISH COMMENTSના કારણે સોનાને સપોર્ટ મળતો દેખાયો. ડૉલરમાં નરમાશથી ચાંદીને પણ સપોર્ટ મળતો દેખાયો, જ્યાં વૈશ્વિક બજારમાં આશરે એક ટકાની તેજી સાથે 21 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

11:45 AM

ક્રૂડમાં તેજી

4 ડિસેમ્બરે થનારી opec+ ની બેઠકમાં ફરી ઉત્પાદન કાપનો નિર્ણય લેવાય તેવી આશંકાએ ક્રૂડમાં નીચલા સ્તરેથી ફરી રિકવરી આવતા બ્રેન્ટના ભાવ 84 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, કાચા તેલમાં લગભગ 11 મહિનાના નીચલા સ્તરેથી સુધારો નોંધાયો, nymex ક્રૂડમાં પણ આશરે 1 ટકાની તેજી સાથે 78 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો.

11:35 AM

ફ્લાઇટમાં પણ મળી શકશે 5G કનેક્ટિવિટી, આકાશમાં કોલ અને ઇન્ટરનેટનો માણી શકાશે આનંદ

હવે ફ્લાઈટથી કોલ કરવાનું સપનું જલ્દી પૂરું થઈ શકે છે. ટૂંક સમયમાં તમને ફ્લાઈટ ટ્રાવેલ દરમિયાન 5G કનેક્ટિવિટી મળી શકે છે. પ્લેનમાં 5G કનેક્ટિવિટી મળવાથી લોકો ફ્લાઈટ દરમિયાન કોલ કરી શકશે. યુરોપિયન કમિશન આ માટે તૈયારી કરી રહ્યું છે. આ સાથે ઇનફ્લાઇટ 5G માટે કેટલાક સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગયા અઠવાડિયે ભારતમાં 5G કનેક્ટિવિટી પણ લોન્ચ કરવામાં આવી હતી. ધીમે ધીમે તેને દેશના અન્ય ભાગોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ 5G આવ્યા પછી ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે. હવે એક નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સાથે યુઝર્સને ફ્લાઈટમાં પણ 5G કનેક્ટિવિટી મળશે.

11:25 AM

GUJARAT ELECTIONS 2022: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા. 1 ડિસેમ્બર, 2022 ના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તારીખ 29.11.2022 ના સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

11:12 AM

Yes Bank: યસ બેન્કએ શરૂઆતી રીતે જેસી ફ્લાવર્સ એઆરસી (JC Flower ARC)માં 9.9 ટકા હિસ્સો ખરીદ્યો છે. લેન્ડરે કહ્યું કે તેના આ અસેટ રિકંસ્ટ્રક્શન કંપનીમાં વધું 10 ટકા હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહી છે. Yes Bankના JC Flowersના સાથે પાર્ટનરશિપમાં આ એઆરસીમાં એક માઈનૉરિટી શેરહોલ્ડર્સના રૂપમાં રકેવાની યોજના છે. 9.9 ટકા સ્ટૉકના કેસમાં JC Flower ARCમાં 1,23,70,050 શેરોથી છે, જો 11.43 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર લેવામાં આવ્યો છે. બીજી તરફ, મંગળવાર, 29 નવેમ્બર સવારે 10 વાગ્યા યસ બેન્કના શેર બીએસઈ પર 0.60 ટકા નબળા થઈને 17.10 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. યસ બેન્ક અને જેસી ફ્લાવર્સ એઆરસી બન્ને આરબીઆઈથી જરૂરી મંજૂરી લેવાની પ્રક્રિયામાં છે.

10:50 AM

IRCTC Kashmir Tour Package: શિયાળાની ઋતુમાં કાશ્મીરની મુલાકાત લેવાની પોતાની એક મજા છે કારણ કે આ સમયે કાશ્મીરનું ગુલમર્ગ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું હોય છે. જો તમારું નસીબ સારું હોય તો તમે બરફ પડતો એટલે કે સ્નોફોલ જોઈ શકો છો. જે લોકો હિમવર્ષા જોવા માગે છે તેઓ આ વખતે પરિવાર સાથે IRCTCના કાશ્મીર ટૂર પેકેજનો આનંદ માણી શકે છે. IRCTC તમારા માટે એક સારી અને સસ્તી તક લઈને આવ્યું છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC), જે ભારતીય રેલ્વેની પેટાકંપની છે, કાશ્મીરની મુલાકાત લેવા માટે ટુર પેકેજ ઓફર કરી રહી છે. ટૂર પેકેજની ખાસિયત તેની કિંમત છે. માત્ર 25,000 રૂપિયામાં તમને કાશ્મીરની 6 દિવસની ટ્રીપ મળશે જેમાં ફ્લાઈટ ટિકિટ, હોટેલ અને ફૂડનો સમાવેશ થાય છે. આ સાથે તમે શિયાળાની ઋતુમાં બરફવર્ષાની મજા પણ માણી શકો છો.

10:30 AM

Multibagger stock: લીડિંગ લીઝિંગ ફાઈનાન્સ એન્ડ અનવેસ્ટમેન્ટ કંપની (Leasing Finance and investment company)ના શેર છેલ્લા પાંચ વર્ષના દરમિયાન લગભગ 781 ટકાનું રિટર્નની સાથે ભારતના અમુક મલ્ટીબેગર શેરોમાં શામેલ છે. ખાસ વાત તે છે કયા સમયે 1 રૂપિયાનો શેર હાલમાં 9.25 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આ વર્ષ ઓગસ્ટ મહિનામાં આ શેરએ તેના 17.38 રૂપિયાનો રિકૉર્ડ હાઈ પર પહોંચ્યો હતો. શેરોની આ કિંમત આ વર્ષ કંપની દ્વારા 1:10ના રેશ્યોમાં જાહેર સ્ટૉક સ્પ્લિટને સામેલ કરીને બતાવી છે. સ્ટૉક 22 સપ્ટેમ્બર, 2022ના એક્સ-સ્પ્લિટ થઈ ગયા હતો.

10:00 AM

SIP માં કરો છો રોકાણ, તો જાણો Good EMI અને Bad EMI ની રમત

શેર બજારમાં જ્યાં એક તરફ નવો હાઈ બનાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ SIP માં પણ રોકાણ લગાતાર વધી રહ્યુ છે. પરંતુ SIP માં વધતુ રોકાણ લગ્ઝરી કાર કંપનીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. મર્સિડીઝ બેંજ ઈન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ સંતોષ અય્યરનું માનવુ છે કે SIP માં વધતા રોકાણના કારણથી ભારતમાં લગ્ઝરી કાર ઈંડસ્ટ્રીની ગ્રોથમાં બાધા આવી રહી છે. અય્યરના મુજબ SIP તેના કૉમ્પિટીટર છે. તે પોતાની ટીમને કહે છે કે જો SIP માં રોકાણની સાઈડકને તોડી દેવામાં આવે, તો લગ્ઝરી કાર ઈંડસ્ટ્રીમાં તેજ ગ્રોથ જોવાને મળી શકે છે. અય્યરના મુજબ ભારતમાં લોકો બચત પર વધારે ધ્યાન આપે છે.

09:23 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 18,600 ની નજીક છે અને સેન્સેક્સ 62590 ની ઊપર છે. સેન્સેક્સે 90 અંકો સુધી વધ્યો છે, જ્યારે નિફ્ટીએ 33 અંક સુધી ઉછળો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.21 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.11 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.34 ટકા ઉછળીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 90.75 અંક એટલે કે 0.15% ના વધારાની સાથે 62595.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 33.80 અંક એટલે કે 0.18% ટકા વધીને 18596.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.01-0.67% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.21 ટકા વધારાની સાથે 43,109.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં બ્રિટાનિયા, સિપ્લા, ટાઈટન, હિંડાલ્કો, એચયુએલ, ડૉ.રેડ્ડીઝ, ઓએનજીસી અને જેએસડબ્લ્યુ સ્ટીલ 0.81-1.71 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એલએન્ડટી, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈશર મોટર્સ, વિપ્રો અને બજાજ ઑટો 0.12-0.67 ટકા સુધી તૂટ્યા છે.

મિડકેપ શેરોમાં ન્યૂ ઈન્ડિયા એસ્યોર, લ્યુપિન, મેક્સ હેલ્થકેર, આઈડીબીઆઈ બેન્ક અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ 1.76-2.67 ટકા સુધી ઉછળા છે. જ્યારે લોરસ લેબ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, ડિલહેવરી, ટીવીએસ મોટર અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ 0.84-5.41 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં હાઈટેક કૉર્પ, ઈન્ડોસ્ટાર કેપિટલ, ઓનવર્ડ ટેક, તત્વ ચિંતન અને રેલ વિકાસ 4.43-6.63 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એસટીસી ઈન્ડિયા, એસપી એપ્પરિયલ્સ, રસેલ ઈન્ડિયા, રેપ્રો ઈન્ડિયા અને વિમ પ્લાસ્ટ 2.07-3.38 ટકા સુધી તૂટ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Bharti Airtel Q3 Result: નફો વર્ષના આધાર પર 26% ઘટીને ₹1,588.2 કરોડ રહ્યો, આવક 3.7% વધી Bharti Airtel Q3 Result: નફો વર્ષના આધાર પર 26% ઘટીને ₹1,588.2 કરોડ રહ્યો, આવક 3.7% વધી
Closing Bell - નિફ્ટી 17750 ની નીચે બંધ, સેન્સેક્સ 220 અંક તૂટ્યો Closing Bell - નિફ્ટી 17750 ની નીચે બંધ, સેન્સેક્સ 220 અંક તૂટ્યો
Adani Ports Q3 Result: ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં 16% નો ઘટાડો, ₹1316 કરોડ આવ્યો Adani Ports Q3 Result: ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં 16% નો ઘટાડો, ₹1316 કરોડ આવ્યો
Paytm માં લાગી 20% ની અપર સર્કિટ, બ્રોકરેજ પણ બુલિશ Paytm માં લાગી 20% ની અપર સર્કિટ, બ્રોકરેજ પણ બુલિશ
ભારતનું સ્થાનિક અર્થતંત્ર ખૂબ જ સારૂ: દિનશૉ ઇરાની ભારતનું સ્થાનિક અર્થતંત્ર ખૂબ જ સારૂ: દિનશૉ ઇરાની