comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

સેન્સેક્સ 400 અંક તૂટ્યો, નિફ્ટી 18700ની આસપાસ, પાવર, આઈટી, ઑટો શેર લપસ્યા

02 ડિસેમ્બર 2022, 09:22 AM

સેન્સેક્સ 400 અંક તૂટ્યો, નિફ્ટી 18700ની આસપાસ, પાવર, આઈટી, ઑટો શેર લપસ્યા

02:25 PM

આ કંપનીઓના શેરમાં સારી તેજી જોવા મળી, જાણો શું છે તેજીનું કારણ

છેલ્લા 8 દિવસે સતત તેજી બાદ આજે કારોબારી હપ્તાના અંતિંમ દિવસે હળવી નફા વસૂલી જોવા મળી રહી છે. નિફ્ટી 18700ની નીચે લપસી ગયો છે. જ્યારે બેન્ક નિફ્ટી બેન્કમાં 200 અંકથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. HDFC Twin, TCS અને ICICI Bankએ દબાણ બનાવ્યા છે. ઑટો અને NBFCમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે મિડકેપ ITમાં આજે પણ તેજી છે. જ્યારે બીજી તરફ પ્લાસ્ટિક પાઈપ્સ કંપનીમાં આજે સારી તેજી જોવા મળી રહી છે.

આ કંપનીઓના શેર આજે સારી ચાલતી જોવા મળી રહી છે. શેરોમાં ઉછાલ જોવા મળી રહ્યો છે. જાણો છે કે પ્લાસ્ટિક પાઈપ્સ શેરોમાં ઉછાળાનો કારણે શું છે. સીએનબીસી બજારના યતિન મોતાએ પ્લાસ્ટિક પાઈપ્સના શેરોની તેજી પર વાત કરતા કહ્યું છે કે આજે પ્રિન્સ પાઇપ્સ (Prince Pipes), એસ્ટ્રલ પાઇપ્સ (Astral Pipes) અને ફિનોલેક્સ પાઈપ્સ (Finolex pipes)ના શેરોમાં સારી તેજી જોવા મળી રહી છે. તેનું કારણે કહેતા યતિનએ કહ્યું કે વર્ષની ઉચાઈથી PVC Resinની કિંમત 43 ટકા ઘટી છે. તેની અસર આજે પ્લાસ્ટિક પાઈપ્સના શેરો પર જોવા મળી રહી છે.

02:12 PM

WhatsApp: વોટ્સએપે એક મહિનામાં 23 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ કર્યા છે. આ ભારતીય વોટ્સએપ એકાઉન્ટ ઓક્ટોબર મહિનામાં બંધ કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા કંપનીએ જણાવ્યું કે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબરની વચ્ચે 23,24,000 WhatsApp એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા. આ વોટ્સએપ એકાઉન્ટ્સને યુઝર્સની ફરિયાદો મળ્યા બાદ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. યુઝરની ફરિયાદ પહેલા જ 23 લાખ એકાઉન્ટમાંથી 8,11,000 એકાઉન્ટને કંપનીએ પ્રતિબંધિત કરી દીધા હતા. પ્લેટફોર્મની નીતિ અને નિયમોનું પાલન ન કરવા બદલ આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

01:57 PM

BP ઈક્વિટીઝના સ્વપ્નિલ શાહની પસંદ

Lotus Eye Care Hospital - સ્વપ્નિલ શાહે Lotus Eye Care Hospital માં ખરીદારીની સલાહ આપી છે. તેમનું કહેવુ છે કે આ સ્ટૉકમાં 120 રૂપિયાનો લક્ષ્યાંક રાખો. તેમાં 6 મહીના માટે ખરીદારી કરવામાં આવી શકે છે.

Aditya Birla Capital - સ્વપ્નિલ શાહે Lotus Eye Care Hospital માં ખરીદારીની સલાહ આપી છે. તેમનું કહેવુ છે કે આ સ્ટૉકમાં 175 રૂપિયાનો લક્ષ્યાંક રાખો. તેમાં 6 મહીના માટે ખરીદારી કરવામાં આવી શકે છે.

01:50 PM

શું ડિજિટલ રૂપી દેશી ક્રિપ્ટોકરન્સી છે કે બીજું કંઈ? બિટકોઈનથી કેટલું અલગ છે, જાણો વિગતો

આરબીઆઈનો ડિજિટલ રૂપિયો એટલે દેશમાં ચલણનો નવો યુગ શરૂ થયો છે. દિલ્હી સહિત દેશના ચાર શહેરોમાં સામાન્ય લોકો તેનો ઉપયોગ કરી શકશે. જોકે, લોકો આ ડિજિટલ કરન્સીને લઈને ખૂબ જ મૂંઝવણમાં છે. લોકો તેને ક્રિપ્ટોકરન્સી માની રહ્યા છે. જો કે, તમે તેને વધુ કે ઓછા સમાન સમજી શકો છો, પરંતુ મૂળભૂત રીતે બંને વચ્ચે ઘણો તફાવત છે. આ વર્ષના બજેટમાં ડિજિટલ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. ગુરુવારે એટલે કે 1 ડિસેમ્બરના રોજ, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC), જેને ડિજિટલ રૂપિયો કહેવામાં આવે છે, તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આ પ્રોજેક્ટ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને ભુવનેશ્વરમાં શરૂ કરવામાં આવ્યો છે.

01:40 PM

બંધન બેન્કનાં શેરમાં જોરદાર તેજી જોવા મળી, જાણો બ્રોકરેજ ફર્મની સલાહ

બંધન બેન્ક (Bandhan bank) શેરોમાં 2 ડિસેમ્બરની શરૂઆતી કારોબારમાં જોરદાર તેજી જોના મળી છે. પ્લૂટસ વેલ્થ (plutus Wealth Managemant LLP)એ ખુલ્યા બજારમાં થઈ ડીલના દ્વારા આવતી કાલે પ્રાઈવેટ બેન્કમાં 212 કરોડ રૂપિયાના શેરોની અધિગ્રહણ કર્યો હતો. NSE પર ઉપલબ્ધ જાણકારીના અનુસાર પ્લૂટસ વેલ્થ મેનેજમેન્ટએ બંધન બેન્કના 90 લાખ શેરોની ખરીદારી કરી છે. આ ખરીદારી 235.65 રૂપિયા પ્રતિ શેરના સરેરાસ ભાવ પર કરી છે. આ વચ્ચે ગ્લોબલ રિસર્ચ અને બ્રેકિંગ ફર્મ CLSAએ પણ આ સ્ટૉકની બાય રેટિંગ બનાવી રાખતા તેમાં 300 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપ્યો છે.

01:20 PM

Jio Recharge Plan: એક રૂપિયામાં શું મળે છે? જો કે, એક રૂપિયામાં ઘણી નાની વસ્તુઓ ખરીદી શકાય છે. પરંતુ એક રૂપિયો વધુ ચૂકવીને તમે Jioના જબરદસ્ત પ્લાનનો લાભ લઈ શકો છો. ટેલિકોમ સેગમેન્ટમાં Jioની એન્ટ્રી એફોર્ડેબલ પ્લેયર તરીકે થઈ હતી. જો કે, તે Jio હોય કે અન્ય કોઈ ટેલિકોમ ઓપરેટર, હવે તમને કોઈના પોર્ટફોલિયોમાં સસ્તું રિચાર્જ પ્લાન નહીં મળે. Jioના રિચાર્જ પોર્ટફોલિયોમાં ઘણા આકર્ષક પ્લાન સામેલ છે. કંપની આવા બે ડેટા એડ ઓન પેક ઓફર કરે છે, જે આખા વર્ષ માટે કામ કરે છે. જો કે આ ડેટા એડ ઓન પેક મોંઘા હોય છે, પરંતુ કંપનીએ તેને વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા યુઝર્સ માટે જાહેર કર્યો છે.

12:55 PM

ભારતીય ઇક્વિટીમાં બુલ રન ચાલુ રહેશે, તેના આગળ બજારનું પ્રદર્શન મજબૂત બનાવશે - મનીષ સોનથાલિયા

વિદેશી સંસ્થાગત રોકાણકારો (Foreign Institutional investor (FII) નાણાકીય વર્ષ 2023 અને નાણાકીય વર્ષ 2024 માટે મજબૂત પરિણામો અને અરબીટ આઉટલુકના આધાર પર 2023માં ભારતીય શેરોમાં ખરીદારી કરતા. તેની સાથે તે ભારતીય બજારોનો સપોર્ટ કરવું પણ ચાલું રાખશે. મોતીલાલ ઓસવાલ અસેટ મેનેજમેન્ટ કંપની (motilala Oswal Asset Management Company)ના હેડ ઈક્વિટી પીએમએસ મનીષ સોનથાલિયા (Manish Sonthalia)એ તે કહ્યું છે કે સીએનબીસી-ટીવી18 સાથે વાતચીત કરતા કહ્યું. આ સાક્ષાત્કારમાં સોનથાલિયાએ કહ્યું, "ઉભરતા બજારોમાં ભારત ચમકતા સિતારા માંનો એક છે. તેમાં એફઆઈઆઈ ખરીદાર બની ગઈ છે." "સ્ટૉકમાં તે આ ખરીદારી આવા વર્ષમાં વધું તેજી થવાની છે." ભારતીય ઇક્વિટીમાં બુલ રન આગળ પણ ચાલું રહેશે. તેના આગળ જઈને બજારનું પ્રદર્શન મજબૂત બનાવશે.

12:48 PM

Weather News Today: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડી સતત વધી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધી દિલ્હીમાં આવું જ હવામાન રહી શકે છે. ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) અનુસાર, જમ્મુ અને કાશ્મીર સહિત અન્ય પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને કોલ્ડવેવને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીમાં અચાનક વધારો થયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં ઉત્તર ભારત સહિત અન્ય ઘણા વિસ્તારોમાં શિયાળામાં વધુ વધારો થશે.

12:40 PM

સોના-ચાંદીમાં તેજી

US ફેડ ચેરમેનના નિવેદન બાદ ચમક વધી. US ફેડે દરોમાં વધારાની આક્રમકતા ઓછી થવાના સંકેતો આપ્યા છે. US ફેડ 0.50% વ્યાજ દર વધારી શકે. US બોન્ડ યીલ્ડમાં નરમાશથી પણ કિંમતોને સપોર્ટ છે. નવેમ્બર 2022માં બુલિયનની ચાલ જોઈએ તો સોનું 8 ટકા અને ચાંદી 5.5 ટકા દેખાય રહ્યુ છે. COMEX પર સોનાની ચાલ જોઈએ તો 1 સપ્તાહમાં 2 ટકા, 1 મહિનોમાં 10 ટકા અને 1 વર્ષમાં 0.74 ટકા જોવા મળ્યુ છે. જ્યારે COMEX પર ચાંદીની ચાલ જોઈએ તો 1 સપ્તાહમાં 5 ટકા, 1 મહિનોમાં 16 ટકા અને 1 વર્ષમાં 0.44 ટકા જોવા મળી છે. ત્યારે MCX પર સોનાની ચાલ જોઈએ તો 1 સપ્તાહે 1.5 ટકા, 1 મહિનાએ 1.6 ટકા અને 1 વર્ષમાં 13 ટકા જોવા મળ્યુ છે. જ્યારે MCX પર ચાંદીની ચાલ જોઈએ તો 1 સપ્તાહે 4 ટકા, 1 મહિનાએ 3 ટકા અને 1 વર્ષમાં 6 ટકા જોવા મળી છે.

12:30 PM

ક્રૂડમાં તેજી

નિચલા સ્તરેથી ખરીદદારી આવતા ભાવ વધ્યા. રોકાણકારોની OPEC+ની બેઠક પર નજર રહેશે. યુરોશિયા ગ્રુપના નિવેદન બાદ ક્રૂડમાં આવી તેજી. યુરેશિયા ગ્રુપનું કહેવુ છે કે ઉત્પાદન ઘટાડી શકે છે OPEC+ દેશ. ચાઈનામાં માંગ ઘટવાથી ઉત્પાદન ઘટી શકે. 4 ડિસેમ્બરે OPEC+ની બેઠક ઉત્પાદન પર રહેશે. US ક્રૂડ ઇન્વેન્ટરીમાં ઘટાડાથી સપોર્ટ છે. US ક્રૂડ ઇન્વેન્ટરી 80 લાખ બેરલ ઘટી. કોરોના સખ્તીમાં હળવાશ આપી શકે છે ચીન.ચાઈનામાં ઝીરો કોવિડ પૉલિસીનો વિરોધ છે.

12:20 PM

Twitter verification Details: ટ્વિટર પર બ્લુ ટિક એટલે કે વેરિફિકેશન બેજમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આ પ્લેટફોર્મ પર માત્ર બ્લુ ટિક જોવા મળતી હતી, પરંતુ ટૂંક સમયમાં તેના પર ગોલ્ડ અને ગ્રે કલર બેજ પણ જોવા મળશે. આ જાણકારી ખુદ એલન મસ્ક દ્વારા થોડા દિવસો પહેલા આપી હતી. ચાલો જાણીએ કે આ વેરિફિકેશન બેજની સંપૂર્ણ સ્ટોરી શું છે. જ્યારથી એલોન મસ્કના હાથમાં કંટ્રોલ આવ્યો છે ત્યારથી ટ્વિટર પર સતત ફેરફારો થઈ રહ્યા છે. મસ્કે આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ $44 બિલિયનમાં ખરીદ્યું છે. મસ્ક ટ્વિટર બ્લુ ટિકથી પૈસા કમાવવા માંગે છે અને તે તેને સબસ્ક્રિપ્શન આધારિત સર્વિસ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. જોકે, મસ્કના આ પ્રયાસનું હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી.

12:00 PM

આ સરકારી કંપનીને મળી શકે છે વંદે ભારત ટ્રેન બનાવવાનો ₹58,000 કરોડનો કોન્ટ્રાક્ટ

સરકારી સ્વામિત્વ વાળી ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) તે 5 કંપનીઓમાં સામેલ છે, જેમણે 200 વંદે ભારત ટ્રેનોને બનાવા અને આવતા 35 વર્ષ સુધી તેને જાળવી રાખવાનો કૉન્ટ્રાક્ટ પ્રપ્ત કરવા માટે બોલી લગાવી છે. આ પૂરો કૉન્ટ્રાક્ટ લગભગ 58,000 કરોડ રૂપિયાનો છે. BHEL એ તે બોલી ટીટાગઢ વેગન્સની શાથે મળીને લગાવી છે. BHELએ આવતા આ કૉન્ટ્રાક્ટ માટે બોલી લગાવાનો ફ્રાંસીસ રેલવે કંપની એલ્સટૉમ (Alstom), સ્વિટઝલેન્ડની રેલવે રોલિંગ સ્ટૉક કંપની સ્ટેડલર રેલ અને હૈદરાબાદ મુખ્યાલય વાળી મીડિયા સર્વે ડ્રાઈવ્સના કંસોર્ટિયમ મેધા-સ્ટેડલર, સીમેન્સ અને BEMLના કંસોર્ટિયમ, અને એક ભારતીય ફર્મની સાથે રશિયા રોલિંગ સ્ટૉક કંપની ટ્રાંસમાશહોલ્ડિંગ (TMH)ના કંસોર્ટિયમ સામેલ છે.

11:45 AM

GEPL Capital ના વિજ્ઞાન સાવંતની ત્રણ શૉર્ટ ટર્મ પિક્સ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે ડબલ ડિજિટ કમાણી

Persistent Systems: Buy | LTP: Rs 4,324 | આ સ્ટૉકમાં 41000 રૂપિયાના સ્ટૉપલૉસ ની સાથે 4980 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 15 ટકા રિટર્ન મળી શકે છે.

GMR Airports Infrastructure: Buy | LTP: Rs 42.75 | આ સ્ટૉકમાં 39.50 રૂપિયાના સ્ટૉપલૉસ ની સાથે 51 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 19 ટકા રિટર્ન મળી શકે છે.

UltraTech Cement: Buy | LTP: Rs 7,274 | આ સ્ટૉકમાં 6700 રૂપિયાના સ્ટૉપલૉસ ની સાથે 8100 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 11 ટકા રિટર્ન મળી શકે છે.

11:36 AM

Neuralink Brain Chip: એલોન મસ્કની કંપની ન્યુરાલિંક ન્યુરલ ઈન્ટરફેસ ટેક્નોલોજી પર કામ કરે છે. સાદી ભાષામાં કહીએ તો આ કંપની મનને લગતી ટેક્નોલોજી પર કામ કરે છે. તાજેતરમાં આ કંપનીએ આ અદ્ભુત ચિપ બનાવી છે, જે ભવિષ્યમાં લોકોના બ્રેઇનમાં લગાવી શકાય છે. ચાલો જાણીએ તેની વિગતો. સ્પેસએક્સ, ટેસ્લા અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્કને નવી ટેક્નોલોજીમાં ઘણો રસ છે. મસ્કની બીજી કંપની છે, જે ખૂબ જ જટિલ ટેક્નોલોજી પર કામ કરે છે. અમે ન્યુરાલિંક વિશે વાત કરી રહ્યા છીએ. ન્યુરલ ઈન્ટરફેસ ટેક્નોલોજી ધરાવતી આ કંપની છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે.

11:20 AM

Morgan Stanley on PAYTM

મોર્ગન સ્ટેનલીએ પેટીએમ પર ઈક્વલવેટ રેટિંગ આપીને તેના લક્ષ્ય 695 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Adj EBITDA બ્રેકઈવન લક્ષ્ય Sep 23 સુધી પૂરી થવાનો ભરોસો છે. પેમેંટ માર્જિનને લઈને કોઈ જોખમ નથી. નેટ પેમેંટ માર્જિનમાં મજબૂતી અકબંધ રહેવાની ઉમ્મીદ છે.

11:15 AM

Bharat Bond ETF: ભારત બૉન્ડ ઈટીએફ ચોથો હપ્તો (Fourth Tranche of Bharat Bond etf) 2 ડિસેમ્બરે ખુલ્યો છે. ETFનું આ નવો ફંડ ઑફર માત્ર AAA- રેટિંગ વાળા કૉર્પોરેટ બૉન્ડમાં ઇનવેસ્ટ કરે છે. તે બોન્ડ સરકારી કંપનીઓ (Government Companies)ના હોય છે. ઇનવેસ્ટર્સ આ ઈટીએફમાં 8 ડિસેમ્બર સુધી ઇનવેસ્ટ કરી શકે છે. Edelweiss Mutual Funds આ ઈટીએફને મેનેજ કરી રહ્યો છે. ભારત બૉન્ડ ઈટીએફનો પહેલા હપ્તો 2019ના અંતમાં આવ્યો હતો. એડલવાઈઝ મ્યૂચુઅલ ફંડે ભારત બૉન્ડ ઈટીએફના આ હપ્તાથી ઓછામાં ઓછા 10 અરબ રૂપિયા એકત્ર કરવાનો ટારગેટ રાખ્યો છે. તેની સાથે અતિરિક્ત 40 અરબ રૂપિયાની ગ્રીન્શૂ ઑપ્શન પણ છે. તેનું અર્થ છે કે જો આ ઈશ્યૂને વધારે સબ્સક્રિપ્શન મળે છે તો એડવાઈઝર મ્યૂચુઅલ ફંડ તેના સ્વીકાર કરશે.

11:00 AM

Airtel VIP Number: ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે તમારા મોબાઈલ પર 99999... પરથી કોલ આવે છે. આ નંબરો VIP નંબરો છે. હવે તમે વિચારતા હશો કે આ નંબરો કેવી રીતે ખરીદશો. અહીં તમે જણાવી રહ્યા છો કે તમે એરટેલ VIP નંબર કેવી રીતે ખરીદી શકો છો. આ નંબર તમે ઘરે બેઠા પણ ઓર્ડર કરી શકો છો. એરટેલનો કોઈપણ વીઆઈપી નંબર ખરીદવા માટે, તમારે એરટેલની સત્તાવાર વેબસાઇટ https://www.airtel.in/myplan-infinity/submit-form પર જવું પડશે. અહીં તમારે New Connection પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમારી સાથે એક ફોર્મ ખુલશે. અહીં તમારે તમારું નામ અને વિગતો ભરવાની રહેશે. આ પછી તમારે તમારો મોબાઈલ નંબર, સરનામું ભરવાનું રહેશે. અંતે તમારે તમારું ફોર્મ સબમિટ કરવું પડશે.

10:30 AM

Vande Bharat Accident: વંદે ભારત ટ્રેનની અડફેટે ઢોર મારવાનો સિલસિલો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. વંદે ભારત ટ્રેન ગુરુવારે ફરી એકવાર અકસ્માતનો શિકાર બની છે. ગુજરાતના ઉદવાડા અને વાપી સ્ટેશનો વચ્ચે ગુરુવારે સાંજે મુંબઈ ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાથે એક પશુ અથડાયું હતું. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે અથડામણમાં ટ્રેનની આગળની પેનલને મામૂલી નુકસાન થયું છે. આ રૂટ પર આ ટ્રેન બે મહિના પહેલા શરૂ થઈ હતી. આ પછી, આ રૂટ પર સેમી હાઈ સ્પીડ ટ્રેન સાથે ઢોર અથડાવાની આ ચોથી ઘટના છે.

10:15 AM

અત્યાર સુધીની તેજીની બાવજૂદ મિડ અને સ્મૉલકેપ ઈંડેક્સ હજુ પણ પોતાના રેકૉર્ડ હાઈથી 4-5 ટકા નીચે છે. આવા સ્ટૉક પર કરીએ એક નજર

Lumax Auto Technologis: આ સ્ટૉકમાં 262-267 રૂપિયાના રેન્જમાં પહેલી ખરીદારી કરો. કોઈ ઘટાડામાં 230-235 રૂપિયાની આસપાસ આવવા પર અને ખરીદારી કરો. આવનાર 2-3 ક્વાર્ટરમાં આ શેર આપણે 312 રૂપિયા સુધી જતો જોવા મળી શકે છે.

Marksans Pharmaceuticals: આ સ્ટૉકમાં 56-57 રૂપિયાના રેન્જમાં પહેલી ખરીદારી કરો. કોઈ ઘટાડામાં 50 રૂપિયાની આસપાસ આવવા પર અને ખરીદારી કરો. આવનાર 2 ક્વાર્ટરમાં આ શેર આપણે 66.6 રૂપિયા સુધી જતો જોવા મળી શકે છે.

PDS: આ સ્ટૉકમાં 345-362 રૂપિયાના રેન્જમાં પહેલી ખરીદારી કરો. કોઈ ઘટાડામાં 307-313 રૂપિયાની આસપાસ આવવા પર અને ખરીદારી કરો. આવનાર 2-3 ક્વાર્ટરમાં આ શેર આપણે 417 રૂપિયા સુધી જતો જોવા મળી શકે છે.

Mishra Dhatu Nigam: આ સ્ટૉકમાં 235-239 રૂપિયાના રેન્જમાં પહેલી ખરીદારી કરો. કોઈ ઘટાડામાં 211-215 રૂપિયાની આસપાસ આવવા પર અને ખરીદારી કરો. આવનાર 2 ક્વાર્ટરમાં આ શેર આપણે 281 રૂપિયા સુધી જતો જોવા મળી શકે છે.

Devyani International: આ સ્ટૉકમાં 184-188 રૂપિયાના રેન્જમાં પહેલી ખરીદારી કરો. કોઈ ઘટાડામાં 164-168 રૂપિયાની આસપાસ આવવા પર અને ખરીદારી કરો. આવનાર 2-3 ક્વાર્ટરમાં આ શેર આપણે 220 રૂપિયા સુધી જતો જોવા મળી શકે છે.

09:55 AM

આવો Kotak Securities ના શ્રીકાંત ચૌહાણથી જાણીએ હવે આ શેરો પર શું હોવી જોઈએ ટ્રેડિંગ રણનીતિ

JK Cement: આ સ્ટૉકના નિયર ટર્મમાં 3100 રૂપિયા અને 3050 રૂપિયા પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. ત્યારે, ઊપરની તરફ 3300-3350 રૂપિયાના ઝોનમાં રજિસ્ટેંસ છે. જો આ સ્ટૉક 3050 રૂપિયાના નીચે લપસે છે ત્યારે તેમાં નબળાઈ આવી શકે છે.

Voltas: આ સ્ટૉકમાં હજુ પણ તેજીના ટ્રેંડ કાયમ છે. જ્યાં સુધી આ સ્ટૉક 819 રૂપિયાની નીચે નથી લપસતા ત્યાં સુધી તેમાં તેજીની સંભાવના બની રહેશે અને આપણે 880-900 રૂપિયાની તરફ જતો દેખાય શકે છે. કોઈ ઘટાડામાં 840-830 રૂપિયાની વચ્ચે મળવા પર આ સ્ટૉકમાં નવી ખરીદી પણ કરવામાં આવી શકે છે. તેના માટે 819 રૂપિયાથી નીચે સ્ટૉપલૉસ લગાવો.

Crompton Greaves: આ શેરમાં હજુ વધારે તેજી આવી શકે છે. જ્યાં સુધી આ શેર 360 રૂપિયાની નીચે નથી લપસતા ત્યાં સુધી પોજીશનલ ટ્રેડર્સને આ સ્ટૉકમાં બની રહેવુ જોઈએ. આ સ્ટૉકમાં આપણે શૉર્ટ ટર્મમાં 390-400 રૂપિયાના સ્તર જોવાને મળી શકે છે.

09:22 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 18760 ની નીચે છે અને સેન્સેક્સ 63047 પર છે. સેન્સેક્સે 236 અંકો સુધી લપસ્યો છે, જ્યારે નિફ્ટીએ 61 અંક સુધી ઘટ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.03 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.05 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.18 ટકા ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 236.52 અંક એટલે કે 0.37% ના ઘટાડાની સાથે 63047.67 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 61.70 અંક એટલે કે 0.33% ટકા ઘટીને 18750.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.13-0.95% ઘટાડાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.42 ટકા ઘટાડાની સાથે 43,080.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે મેટલ, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, ડિવિઝ લેબ, એચયુએલ, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઑટો અને એસબીઆઈ લાઈફ 1.20-2.01 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, હિંડાલ્કો, બીપીસીએલ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા અને ટાટા મોટર્સ 0.52-1.96 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં મેક્સ હેલ્થકેર, ટાટા એલેક્સી, અદાણી પાવર, વેદાંતા ફેશનસ અને એયુ સ્મૉલ ફિનાન્સ 0.95-1.44 ટકા સુધી ઘટાડો છે. જ્યારે પીબી ફિનટેક, ઑયલ ઈન્ડિયા, એસજેવીએન, અજંતા ફાર્મા અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ 1.04-5.56 ટકા વધારો છે.

સ્મૉલકેપ શેરોમાં પંજાબ કેમિકલ, એક્સલમોક ડિઝાઈન, ચેમપ્લાસ્ટ સનમા, અંજની સિમેન્ટ અને હેસ્ટર બાયો 1.8-2.3 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ટાલબ્રોસ ઑટો, લિખિથા, એવાયએમ સિન્ટેક્સ, ઓમેક્સ અને કામધેનુ 4.52-6.99 ટકા સુધી ઉછળા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Union Budget 2023: આ વસ્તુઓની કિંમતો થશે મોંઘી, નાણામંત્રી બજેટમાં કરશે જાહેરાત Union Budget 2023: આ વસ્તુઓની કિંમતો થશે મોંઘી, નાણામંત્રી બજેટમાં કરશે જાહેરાત
Dealing Room: આવનારા દિવસોમાં બજારમાં જોરાદાર વોલેટિલિટી દેખાશે, બજારમાં હાલમાં કોઈપણ મોટી પોજીશન ના લો Dealing Room: આવનારા દિવસોમાં બજારમાં જોરાદાર વોલેટિલિટી દેખાશે, બજારમાં હાલમાં કોઈપણ મોટી પોજીશન ના લો
Budget 2023: આ બજેટમાં સરકાર ફૂડ, ફર્ટિલાઈઝર અને ફ્યૂલ સબસિડીમાં કરી શકે ઘટાડો Budget 2023: આ બજેટમાં સરકાર ફૂડ, ફર્ટિલાઈઝર અને ફ્યૂલ સબસિડીમાં કરી શકે ઘટાડો
Budget 2023: સરકાર પાસે કોઈ મોટા ઝટકા આપે તેવી શક્યતા ઓછી - મિહિર વોરા Budget 2023: સરકાર પાસે કોઈ મોટા ઝટકા આપે તેવી શક્યતા ઓછી - મિહિર વોરા
Budget 2023: સરકાર ઇકોનૉમીક ગ્રોથ વધારવા આવતા નાણાકીય વર્ષ ખર્ચ પર રાખશે ફોકસ Budget 2023: સરકાર ઇકોનૉમીક ગ્રોથ વધારવા આવતા નાણાકીય વર્ષ ખર્ચ પર રાખશે ફોકસ