03:30 PM
રૂપિયામાં નબળાઈ, 43 પૈસા ઘટીને 82.32 ના સ્તર પર બંધ
આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 43 પૈસા ઘટીને 82.32 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે ગુરુવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 81.89 ના સ્તર પર બંધ થયો હતો.
03:00 PM
TCS Earning Preview: જાણકારોનું માનવું છે કે બીજા ત્રિમાસિકમાં આઈટી કંપનીઓના પરિણામો સારા રહેશે. જણાવ્યું છે કે ભારતની દિગ્ગજ આઈટી કંપની ટીસીએસ સોમવારે 10 ઓક્ટોબરના 30 સપ્ટેમ્બર 2022ના પૂરા થતા નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર કરશે. મનીકંટ્રોલ દ્વારા કંપનીના પરિણામોના અનુમાન પર 5 બ્રોકરેજની વચ્ચે કરાવેલા પોલથી નીકળીને આવ્યા છે કે જુલાઈ-સપ્ટેમ્બર 2022ના આ ત્રિમાસિકમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક આધાર પર 5.4 ટકાના વધારા સાથે 10,151 કરોડ રૂપિયા પર રહી શકે છે.
આ રીતે કંપનીનો કન્સોલિડેટેડ આવક વાર્ષિક આધાર પર 17.2 ટકાના વધારા સાથે 54,949 કરોડ રૂપિયા પર રહી શકે છે. જણાવ્યું છે કે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયગાળામાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ નફો 9,624 કરોડ રૂપિયા પર રહ્યો હતો જ્યારે કન્સોલિડેટેડ રેવેન્યુ 46,867 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં કંપનીનો નફો 9,478 કરોડ રૂપિયા પર રહ્યો હતો. જ્યારે આવક 52,758 કરોડ રૂપિયા પર રહી હતી.
02:45 PM
Edelweiss Alternative and Quantitative Reseach દ્વારા સંકલન કરવામાં આવેલા આંકડાઓ દ્વારા જાણવા મળે છે કે Varun Beverages Ltd, Bajaj Holdings and Investment Ltd, TVS Motors, ABB India અને Tube Investment of India Ltd એ હાલમાં જ MSCI ઈન્ડેક્સમાં સમાવેશ થવાની યોગ્યતાને પ્રાપ્ત કરી લીધી છે. જો આ MSCI ઈન્ડેક્સમાં પણ સમાવેશ થાય છે તો તેમાં કુલ મળીને 68.5 કરોડ ડોલરનું રોકાણ થશે. તમને જણાવી દઈએ કે MSCI તેના અર્ધવાર્ષિક સમીક્ષા માટે આવતા મહિને મીટિંગ કરશે અને આ મીટિંગના પરિણામો 11 નવેમ્બરના જાહેર કરશે. મીટિંગ માટે લેવામાં આવેલા નિર્ણયો 30 નવેમ્બરથી લાગુ થશે. Edelweiss નું કહેવું છે કે India Hotels Co Ltd, Scheffler India Ltd, Astral Ltd અને Ashok Leylend પણ MSCI ઈન્ડેક્સની દોડમાં સમાવેશ થઈ શકે છે. તેના માટે તેણે 24 ઓક્ટોબર સુધી MSCI દ્વારા નિર્ધારિત કટ ઓફ ક્રાઈટેરિયાને પૂરો કરવાનો રહેશે.
02:35 PM
માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના 2 Buy કૉલ
L&T: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1945-1975, સ્ટૉપલોસ- ₹1923
Deepak Nitrite: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2250-2300, સ્ટૉપલોસ- ₹2104
02:15 PM
Gold Silver Price Today: જ્વેલરી બજારમાં સોનાના ભાવમાં તેજી હજુ પણ ચાલુ છે. બુલિયન માર્કેટમાં 10 ગ્રામ ગોલ્ડના રેટ 52,000 રૂપિયાની નજીક આવી ગયા છે. સોનામાં આજે 70 રૂપિયાની તેજી આવી અને તે 51,900 રૂપિયાની વચ્ચે ચાલી ગઈ છે. ચાંદીના રેટ આજે 61,000 રૂપિયાની ઊપર ચાલી ગયા છે. કારોબારીઓના મુજબ આવતા સપ્તાહે કળવાચોથ હોવાને કારણે ફિઝિકલ ગોલ્ડની ડિમાંડ વધી છે અને ગ્રાહક ખરીદારી માટે બજારમાં આવી રહ્યા છે. દિલ્હીમાં જ્વેલર્સને હોલસેલર અને અસોસિએશનના ચેરમેન જ્વેલર યોગેશ સિંધલે જણાવ્યુ કે સોનાની ડિમાંડમાં તેજી જોવામાં આવી અને ગ્રાહક દુકાનોમાં સોનું ખરીદવા માટે નિકળી રહ્યા છે. આવનારા લગ્નની સીઝન માટે પણ સોનું જ્વેલરી જેવા હાર, ઈયરિંગ, રિંગ, મંગળસૂત્ર, કડાનું વેચાણ વધ્યુ છે. જ્વેલર્સનું માનવું છે કે ગ્રાહકોને લાગી રહ્યુ છે કે ફેસ્ટિવ અને પછી લગ્નની સિઝનના કારણે કિંમત વધશે જેના કારણે તે હવે ખરીદારી માટે નિકળી રહ્યા છે.
02:00 PM
Credit Card: ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરવા વાળા લોકો માટે તે જાણી લેવુ ખુબ જરૂરી છે કે તેની બેલેંસ કેરી-ફૉરવર્ડ (Balance Carry Forward) કરવુ ખુબ મોંઘુ છે. તેનો મતલબ એ છે કે જો તમે ક્રેડિટ કાર્ડ બિલનો ન્યૂનતમ રકમ ચુકવો છો તો બકાયા રકમ પર ખુબ વધારે વ્યાજ લાગે છે. એટલા માટે કોશિશ કરવી જોઈએ કે પૂરૂ બિલ સમય પર ચુકવી દેવુ. તેનાથી કોઈ રીતનું વ્યાજ નહીં લાગે. પરંતુ, ઘણી વાર એવી સ્થિતિ આવી જાય છે જ્યારે સમગ્ર બિલનું પેમેંટ કરવુ શક્ય નથી હોતુ. એવામાં આપણે ન્યૂનતમ રકમ ચુકવીને બેલેંસ કેરી-ફૉરવર્ડ કરી દે છે. બેલેંસ કેરી ફૉરવર્ડ કરવાની સ્થિતિમાં ઘણા ક્રેડિટ કાર્ડ દર મહીને 3.8 ટકા સુધીનું વ્યાજ લે છે. તે વર્ષના 45 ટકાથી વધારે હોય છે. Paisbazaar એ એવા પાંચ ક્રેડિટ દેખાડ્યા છે, જે કેરી ફૉરવર્ડ પર ઓછુ વ્યાજ લે છે. તેનાથી જરૂરત પડવા પર બેલેંસને કેરી-ફૉરવર્ડ કરવા માટે તમારે વધારે વિચારવુ નહીં પડે.
01:30 PM
ક્રિપ્ટો માર્કેટમાં મોટો આંચકો, 10 કરોડ ડોલરના Binance Coin ની ચોરી
ક્રિપ્ટો માર્કેટને એક મોટો ઝટકો લાગ્યો છે અને લગભગ 10 કરોડ ડોલર (823.57 કરોડ રૂપિયા)ની ચોરીની બાબત સામે આવી. બ્લુમબર્ગની એક રિપોર્ટ મુજબ હેકર્સે લગભગ 10 કરોડ ડોલરના Binance Coin ની ચોરી કરી છે. હેકર્સે બ્લોકચેન અને Binance ને જોડનાર બ્રિજ પર ખાડો ખોદ્યો અને 10 કરોડ ડોલરના બિનાન્સે કોઈનને ચોરી લીધા. દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ બિનાન્સેના કો-ફાઉન્ડર ચેંગપેંગ સીજેડ ઝાઓએ હેક કર્યાની જાણકાર શુક્રવારે 7 ઓક્ટોબરના ટ્વીટ કરી આપી છે.
01:00 PM
આજના Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી
Tata Chemicals: Buy | LTP: Rs 1,147.85 | આ સ્ટૉકમાં 1000 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 1360 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 18 ટકા રિટર્ન મળી શકે છે.
Praj Industries: Buy | LTP: Rs 443.65 | આ સ્ટૉકમાં 400 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 550 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 24 ટકા રિટર્ન મળી શકે છે.
KPIT Technologies: Buy | LTP: Rs 664.10 | આ સ્ટૉકમાં 577 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 800 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો. 2-3 સપ્તાહમાં આ સ્ટૉકમાં 20 ટકા રિટર્ન મળી શકે છે.
12:50 PM
Indian Hume Pipe: મહારાષ્ટ્ર જળ જીવન મિશન પરિયોજના દ્વારા કંપનીને 194 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. કંપનીને ઓર્ડર મળવાના સમાચારથી આજે બજારમાં તેના શેરોમાં જોરદાર એક્શન જોવા મળ્યું. ઈન્ડિયન હ્યુમ પાઈપ કંપનીના શેરોમાં આજે એટલે કે શુક્રવારે 7 ઓક્ટોબરના 10 ટકાથી વધુની તેજી જોવા મળી. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે તેણે મહારાષ્ટ્રના બલુઢાણા જિલ્લાના જલગાંવ જામોદ 150 ગામડાઓ ક્ષેત્રીય ગ્રામીણ જલપૂર્તિ યોજના (Regional Rural Water Supply Scheme) માટે જળ જીવન મિશન પરિયોજના દ્વારા મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણ ડિવિઝન, બલુઢાણા (Maharashtra Jeevan Pradhikara Divison, Buldhana) થી 194.03 કરોડ રૂપિયાના કામ માટે સ્વીકૃતિ પત્ર (LoA) પ્રાપ્ત થયો છે.
12:40 PM
Vedanta Resources: દિગ્ગજ માઇનિંગ કંપની વેદાંત રિસોર્સિસ (Vedanta Resources)ના લોનને લઇને ક્રેડિટ માર્કેટમાં લાંબા ગાળાની ચિંતા જોવા મળી રહી છે. હાલાંતિ અનિલ અગ્રવાલની આ કંપનીએ એખ યોજના તૈયાર કરી છે જેમાં કંપનીમાં કૈશ ફ્લો વધશે અને બૉન્ડ વધવામાં મદદ મળશે. આ યોજના પર વેદાંતાની ભરતીય ઇકાઈ આવતા સપ્તાહ શેરધારકોની મંજૂરી લેવાનો પ્રયાસ કરશે. જાણકારીના અનુસાર કંપનીના શેરધારક 11 ઓક્ટોબરની યોજના મતદાન કરેશે.
12:30 PM
આવો Kotak Securities ના શ્રીકાંત ચૌહાણથી જાણે છે કે આજે આ શેરો પર શું હશે ટ્રડિંગ રણનીતિ
Praj Industries - કાલના કારોબારમાં શેર એ 7 ટકાનો વધારો દેખાડ્યો અને તે જુન 2007 ના હાઈએસ્ટ લેવલની નજીક બંધ થયા. સ્ટૉકે ડેલી ચાર્ટ પર એક બુલિશ કેંડલિસ્ટિક પેટર્ન બનાવી છે જો આ સ્ટૉકમાં તેજીના સંકેત આપી રહ્યા છે. સ્ટૉક માટે 430-425 રૂપિયાના સ્તર પર મહત્વનો સપોર્ટ છે. આ સ્ટૉક જો આ સપોર્ટ લેવલ તોડે છે તો તેમાં 465-475 રૂપિયા સુધીના સ્તર જોવાને મળી શકે છે.
Bharat Forge - આ સ્ટૉકમાં શૉર્ટ ટર્મ કરેક્શન જોવાને મળ્યુ છે અને તેના 200-day SMA (702 રૂપિયા) ની આસપાસ બની પોતાના સપોર્ટને પાર કર્યો છે. સ્ટૉકમાં આગલો સપોર્ટ 741-745 રૂપિયા પર છે જો આ શેર પોતાના સપોર્ટ લેવલને તોડે છે તો તે 800 રૂપિયાના સ્તર દેખાડી શકે છે.
Persistent Systems - ડેલી ચાર્ટ પર આ સ્ટૉકે બુલિશ કેંડલ બનાવ્યુ. સ્ટૉક માટે સ્વિંગ ટ્રેડર્સ માટે 3,455 રૂપિયા કે 50 Day SMA (સરલ મૂવિંગ એવરેજ) જોવા માટે મહત્વનું સ્તર છે. જો સ્ટૉક 3455 રૂપિયાની ઊપર બની રહે છે તો તેમાં 3660 રૂપિયાના સ્તર જોવાને મળી શકે છે. જ્યારે જો નીચે ની તરફ તે 3455 રૂપિયાના સ્તર તોડે છે તો તેમાં નબળાઈ આવી શકે છે.
12:20 PM
Electronics Mart: દેશની ચોથી સૌથી મોટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રિટેલ ચેન ઈલેક્ટ્રોનિક્સ માર્ટના આઈપીઓને લઈને રોકાણકારોમાં શાનદાર વલણ જોવા મળ્યું છે. પહેલા જ દિવસે આ ઈશ્યુ ઓવરસબ્સક્રાઈબ થઈ ગયો હતો અને તે આજે પણ તેમાં રોકાણ કરી રહ્યા છે. આ સમાચાર લખતા સમયે તે ઈશ્યુ 26 ટકા સબ્સક્રાઈબ થઈ ગયો છે. બધા શ્રેણીઓને લઈને આરક્ષિત હિસ્સો ઓવર સબસ્ક્રાઈબ થયો છે અને સૌથી વધુ રિટેલ રોકાણકારોના આ ઈશ્યુ માટે વલણ સારું જોવા મળી રહ્યું છે. આ ઈશ્યુ દ્વારા 500 કરોડ રૂપિયાના નવા શેર જાહેર થશે.
12:00 PM
Oil Prices: કાચા તેલની કિંમતો માર્ચની શરૂઆત પછીથી હજુ સુધીની સૌથી મોટી સાપ્તાહિક તેજી તરફ વધી રહી છે. ઓપેક પ્લસ (OPEC+) શિયાળા પહેલા ઉત્પાદનમાં કમીની યોજનાની જાહેરાત પછી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. વેસ્ટ ટેક્સાસ ઈમીડિએટ ફ્યુચર્સ શુક્રવારે વધીને 89 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા. આ પ્રકારે સપ્તાહ દરમિયાન કિંમતોમાં લગભગ 12 ટકાની તેજી આવી છે. જ્યારે તેલ ઉત્પાદન દેશોના સંગઠને મહામારીની શરૂઆત પછી તેલના ઉત્પાદનમાં સૌથી મોટા કાપની જાહેરાત કરી છે, તેની આપૂર્તિમાં અછતની આશંકાઓ વધી રહી છે. કડક આઉટલુક દ્વારા તેલી કિંમતોમાં ઘટાડો ઓછો થયો છે, તેના પર વૈશ્વિક આર્થિક મંદી અને કેન્દ્રીય બેન્કોએ આક્રમક રૂપથી વ્યાજદરોમાં વધારાનું દબાણ બનેલું હતું. જ્યારે રુસે પણ આ સપ્તાહમાં કહ્યું કે તે અમેરિકાની પ્રાઈઝ કેપને અપનાવનાર દેશોને તેલ નહીં વેચે. તેનાથી સપ્લાઈને લઈને અનિશ્ચિતતા વધી ગઈ છે.
11:40 AM
જાણો આજે કેટલા સ્ટૉક્સ પર ટિપ્સ આપી રહ્યા છે બ્રોકરેજ હાઉસ
SBI Cards and Payment Services- મૉર્ગન સ્ટેનલી (Morgan Stanley) એ એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેંટ સર્વિસિઝના શેરો પર બુલિશ ઑફર અપનાવી છે. તેમણે તેના માટે 1100 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ પ્રાઈઝ નક્કી કર્યા છે. તેમણે તેના પર ઓવરવેટ રેટિંગ આપ્યા છે. બ્રોકરેજના મુજબ, 2000 રૂપિયા સુધીના મર્ચેંટ ડિસ્કાઉંટ રેટ (MDR) પર કંપનીના નિર્ણય ખર્ચ અને ક્રેડિટથી જોડાઈ કમાણી માટે સકારાત્મક સાબિત થશે.
Bharti Airtel- મોર્ગન સ્ટેનલીએ દિગ્ગજ ટેલીકૉમ કંપની ભારતી એરટેલના સ્ટૉક પર ઓવરવેટ રેટિંગ આપ્યા છે. તેમનું કહેવુ છે કે આ સ્ટૉકમાં 825 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈઝ જોવાન મળી શકે છે. બ્રોકરેજનું કહેવુ છે કે 5 જી રોલઆઉટ ચાલુ રહેવાની બાદ દૂરસંચાર કંપનીઓ 4 જી ટેરિફમાં વૃદ્ઘિ કરી શકે છે.
11:34 AM
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખની પસંદગીના 2 Buy કૉલ
Sharda Cropchem: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹550, સ્ટૉપલૉસ - ₹440
Sudarshan Chemical Industries: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹500, સ્ટૉપલૉસ - ₹420
જીયોજીત ફાઇનાન્સીયલના ગૌરાગ શાહની પસંદગીના 2 Buy કૉલ
Transport Corporation: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹980-1000 (લાંબા ગાળા માટે)
Cummins: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1450-1500 (લાંબા ગાળા માટે)
11:21 AM
Dabar India Q2 Update: દેશની દિગ્ગજ FMCGકંપની ડાબર ઇન્ડિયાએ 30 સપ્ટેમ્બર 2022ના પુરા થયેલા નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિકમાં બિઝનેસ અપડેટ 6 ઓક્ટોબરના રજૂ કરી દીધા છે.કંપનીએ કહ્યું કે આ ગાળામાં દુનિયામાં રજૂ જીયો પૉલિટિકલ તણાવના કારણે કાચા માલની કિંમતોમાં વધારો થયો છે. જેનાથી કંપનીના માર્જિન પર દબાણ જોવા મળી શકે છે. બીજા ત્રિમાસિકમાં ડાબરની રેવેન્યૂ ગ્રોથ સિંગલ ડિજીટમાં રહી છે. Q2અપડેટ્સમાં આ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આગળ ઇનપુટ કૉસ્ટમાં વધારાના કારણે માર્જિન પર પણ 1.5થી 2 ટકા સુધી દબાણ શક્ય છે. જોકે કંપનીએ નાણાકીય વર્ષ 2022ના બીજા છમાસિકમાં ઑપરેટિંગ માર્જિનમાં સુધારાની આશા વ્યક્ત કરી છે.
11:15 AM
સોના-ચાંદીમાં તેજી
સપ્તાહમાં સોનું લગભગ 4% વધ્યું. જ્યારે COMEX પર સોનું $1700ની ઉપર દેખાય છે. MCX પર સોનામાં ₹52000ની નજીક કારોબાર થઈ રહ્યો છે. ચાંદી લગભગ 3 મહિનાના ઉપલા સ્તરે છે. COMEX પર ચાંદી $20ની ઉપર છે. MCX પર ચાંદી ₹61500 ની નજીક છે. 1 દિવસમાં MCX પર ચાંદી 1.3% વધી. US બોન્ડ યીલ્ડમાં નરમાશથી સપોર્ટ છે. ડૉલર ઇન્ડેક્સમાં નરમાશથી પણ કિંમતો વધી. ભારતમાં તહેવારી સીઝનમાં માંગ વધી. ચાઈનામાં ઇકોનોમિક એક્ટિવિટીથી માંગ વધી.
11:00 AM
ક્રૂડમાં તેજી
આ સપ્તાહે કિંમતોમાં લગભગ 11%નો વધારો નોંધાયો. નવેમ્બરથી OPEC+ 2 mbpd,ગ્લોબલ સપ્લાયનું 2% આઉટપુટ કાપ કરશે. 4 ડિસેમ્બરે OPEC+ ફરી બેઠક કરશે. કોવિડ બાદથી OPEC+ દ્વારા સૌથી મોટો આઉટપુટ કાપ છે. રશિયા પણ ક્રૂડ આઉટપુટ ઘટાડી શકે. USમાં ઇન્વેન્ટરી 1.35 mbpdથી ઘટીને 429.2 mbpd રહી. ઓગસ્ટમાં OPEC+એ 1 લાખ bpdનો ઉત્પાદન કાપ કર્યો હતો. જુલાઈમાં OPEC+ 2.9 mbpd દ્વારા આઉટપુટ લક્ષ્ય ચૂકી ગયું. ગ્લોબલ સપ્લાય ડેફિસેટ 0.6 mbpd પર જોવા મળી. Goldman Sachs એ કહ્યુ કે 2022માં બ્રેન્ટ $101/bblના સ્તરે જોવા મળી શકે. 2023 માટે બ્રેન્ટના લક્ષ્ય $110ના છે.
10:47 AM
ચોઇઝ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીનો Buy કૉલ
Bajaj Auto: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3712-3755, સ્ટૉપલૉસ - ₹3550
Trent: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1510-1518, સ્ટૉપલૉસ - ₹1435
10:36 AM
SEBI એ એક નિયમમાં બ્રોકરેજ કોસ્ટ વધી જશે. આ નિયમ 7 ઓક્ટોબરથી લાગુ પડી ગયો છે. આ નિયમમાં કહેવામાં આવ્યું છે કે બ્રોકરને તેના ક્લાઈન્ટ્સના ટ્રેડિંગ એકાઉન્ટ્સને દર મહિને અથવા દર ત્રિમાસિક પહેલા શુક્રવારના સ્કોવયર-ઓફ કરવું પડશે. આ ક્લાઈન્ટ્સ તરફથી પસંદ કરેલા વિકલ્પ (માસિક/ત્રિમાસિક) પર નિર્ભર કરશે. આ નિયમ વિશે વિસ્તારથી જાણીએ. તમારા માટે આ નિયમનો અર્થ છે કે તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં જે પણ બેલેન્સ (ઉપયોગમાં લેવામાં ન આવતા) હશે, તેને બ્રોકર તમારી તરફથી પસંદ કરેલા દિવસે તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે. બ્રોકરેજ ફર્મ ઝીરોધાના ફાઉન્ડર નિતિન કામતનું અનુમાન છે કે આ પૈસા 25000 કરોડ રૂપિયાથી વધુ હોય શકે છે.
10:20 AM
Titan share price: ટાટા ગ્રુપની કંપની ટાઈટન (titan)એ ગુરુવારે તેના બીજી ક્વાર્ટરના બિજનેસ અપડેટ જાહેર કરતા કહ્યું છે કે આ સમયગાળમાં કંપનીનું કુલ વેચાણમાં વર્ષના આધાર પર 18 ટકાના વધારો થયો છે. જણાવી દીઈએ કે કંપની જ્વેલરી, વૉચ અને બીજી વિયરેબલ્સ અને આઈકેર કારોબારમાં છે. કંપનીએ કહ્યું કે બીજી ક્વાર્ટરમાં તેના લગભગ તમામ સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી છે. આ સમાચારને કારણે આજે શરૂઆતી કારોબારમાં ટાઈટનના શેરોમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. સવાર 09.19 વાગ્યાની આસપાસ તે શેર લગભગ 133 રૂપિયા એટલે કે 5.13 ટકાના વધારા સાથે 2735 રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે. વિદેશી બ્રોકરેજ હાઉસ મૉર્ગેન સ્ટેનલી (Morgan Stanley)પણ આ સ્ટૉકને લઇને બુલિશ છે. મૉર્ગેન સ્ટેનલીનું કહેવું છે કે Q2ના ટ્રેન્ડ મજબૂત જ્વેલરી સેગમેન્ટમાં 18 ટકાની સારી ગ્રોથ રહી છે. બ્રોકરેજ હાઉસએ આ શેરના લક્ષ્ય 2902 રૂપિયા પ્રતિ શેર આપ્યું છે
10:15 AM
Morgan Stanley ની Titan પર સલાહ
Morgan Stanley એ Titan પર સલાહ આપતા કહ્યુ તેના પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 2,902 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યુ છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધાર પર Q2 ના ટ્રેંડ મજબૂત, જ્વેલરી સેગમેન્ટમાં 18% ગ્રોથ જોવાને મળ્યો.
10:10 AM
Jefferies ની Macrotech Developers પર સલાહ
Jefferies એ Macrotech Developers પર સલાહ આપતા તેના પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેર પર લક્ષ્ય 1,420 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યુ છે. તેમનું કહેવુ છે કે FY23 પ્રી-સેલ્સ અનુમાન 5% વધારીને 12,000 કરોડ રૂપિયા કર્યુ. બ્રોકરેજનું માનવુ છે કે વ્યાજ દર વધવાની બાવજૂદ કિંમત લોકોની પહોંચમાં છે. કલેક્શનમાં સુધારથી H2 માં કર્ઝ ઘટાડવાની સ્પીડ વધશે.
10:00 AM
dhavalpvyas.comના ધવલ વ્યાસની રણનીતિ
Hindustan Aeronautics: ખરીદો, લક્ષ્યાંક - ₹2520-2570, સ્ટૉપલૉસ - ₹2450
TVS Motors: ખરીદો, લક્ષ્યાંક - ₹1115, સ્ટૉપલૉસ - ₹1058
GNFC: ખરીદો, લક્ષ્યાંક - ₹690, સ્ટૉપલૉસ - ₹665
09:45 AM
મોતીલાલ ઓસવાલના રાહુલ શાહની રણનીતિ
Indian Cement: ખરીદો, લક્ષ્યાંક - ₹300, સ્ટૉપલૉસ - ₹268
Indusind Bank: ખરીદો, લક્ષ્યાંક - ₹5181, સ્ટૉપલૉસ - ₹1175
09:30 AM
5Paisa ના રૂચિત જૈનની પસંદગીના સ્ટૉક્સ
AU Small Fin Bank: વેચો, લક્ષ્યાંક - ₹570-560, સ્ટૉપલૉસ - ₹627
United Breweries: ખરીદો, લક્ષ્યાંક - ₹1820, સ્ટૉપલૉસ - ₹1700
09:18 AM
આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 17,300 ની નીચે છે અને સેન્સેક્સ 58057 પર છે. સેન્સેક્સે 164 અંકો સુધી લપસ્યો છે, જ્યારે નિફ્ટીએ 53 અંક સુધી ઘટ્યો છે.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.06 ટકા સુધી ઘટીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.14 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.05 ટકા લપસીને કારોબાર થઈ રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 164.83 અંક એટલે કે 0.28% ના ઘટાડાની સાથે 58057.27 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 53.50 અંક એટલે કે 0.31% ટકા ઘટીને 17278.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.18-0.70% ઘટાડાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.68 ટકા ઘટાડાની સાથે 39,017.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઑટો અને કંઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં મજબૂતી દેખાય રહી છે.
દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, એસબીઆઈ, ટાટા મોટર્સ અને હિંડાલ્કો 0.74-1.25 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાઈટન, હિરો મોટોકૉર્પ, અપોલો હોસ્પિટલ, બજાજ ઑટો, યુપીએલ, એચસીએલ ટેક, મારૂતિ સુઝુકી અને સિપ્લા 0.52-5.55 ટકા સુધી વધ્યા છે.
મિડકેપ શેરોમાં અજંતા ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, એચપીસીએલ, સેલ અને ફેડરલ બેન્ક 1.03-1.99 ટકા સુધી ઘટાડો છે. જ્યારે અદાણી પાવર, લોરસ લેબ્સ, ઈન્ડિયન હોટલ્સ, એબીબી ઈન્ડિયા અને મુથૂટ ફાઈનાન્સ 0.84-2.08 ટકા વધારો છે.
સ્મૉલકેપ શેરોમાં વનિયલ કેમિકલ્સ, જ્યોતિ રેસિન્સ, મનોરમા ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ શ્રીચકરા અને વરેકો એન્જિનયર 2.74-4.99 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં મુંજાલ શોવા, કેડીડીએલ, ઈસાબ ઈન્ડિયા, ટલબ્રોસ ઑટો અને ટેક્સમેકો ઈન્ફ્રા 4.07-7.36 ટકા સુધી ઉછળા છે.