comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Closing Bell: સેન્સેક્સ 156 અંક ઉછળો, નિફ્ટી 17330 ની ઊપર

06 ઓક્ટોબર 2022, 03:44 PM

Closing Bell: સેન્સેક્સ 156 અંક ઉછળો, નિફ્ટી 17330 ની ઊપર

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17330 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 58220 ની પાર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,428.80 સુધી પહોંચી તો સેન્સેક્સ 58,578.76 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.11 ટકા વધીને 25,419.70 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.29 ટકા વધારાની સાથે 29,092.59 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 156.63 અંક એટલે કે 0.27% ની મજબૂતીની સાથે 58222.10 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 57.50 અંક એટલે કે 0.33% ની તેજીની સાથે 17331.80 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.24-3.25 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.39 ટકાના વધારાની સાથે 39,260.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ફાર્મા અને હેલ્થકેરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, એલએન્ડટી, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચસીએલ ટેક 1.90-4.94 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, એચયુએલ, એચડીએફસી, ઈન્ડસન્ડ બેન્ક, ડિવિઝ લેબ અને એસબીઆઈ લાઈફ 1.32-2.56 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં જેએસડબ્લ્યુ એનર્જી, પરસિસ્ટન્ટ, ભારત ફોર્જ, રાજેશ એક્સપોર્ટ્સ અને મધરસન 5.26-13.24 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં લ્યુપિન, ગ્લેન્ડ, બાયોકૉન, ડાલમિયા ભારત અને ક્લિન સાઈન્સ 1.84-2.77 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં એક્સપમોક ડિઝાઈન, એવરેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રીનલમ ઈન્ડસ્ટ્રીઝ, એચઈજી અને ગોકળદાસ એક્સપોર્ટ 10.50-19.97 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ફિનો પેમેન્ટ્સ, ટેક્નોક્રાફ્ટ ઈન્ડસ્ટ્રીઝ, વિનયલ કેમિકલ્સ, જ્યોતિ રેસિન્સ અને એસપી એપ્પરલ્સ 3.78-5.54 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા
Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ
આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર
Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની
Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ