સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

બૉમ્બે હાઈકોર્ટના આદેશ બાદ Zee Entertainmentના શેર 7% વધ્યો

26 ઓક્ટોબર 2021, 05:31 PM

બૉમ્બે હાઈકોર્ટના આદેશ બાદ Zee Entertainmentના શેર 7% વધ્યો

ઝી એન્ટરટેઇનમેન્ટ-ઇન્વેસ્કો (Zee Entertainment-Invesco)ની આજે અસાધારણ સામાન્ય બેઠક (EGM) બોલાવવા સામે બૉમ્બે હાઇ કોર્ટના આદેશ બાદ Zee Zee Entertainmentના શેરનો ભાવ આજે એટલે કે 26 ઓક્ટોબરે 7 ટકા વધી હતી. આ દરમિયાન કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું કે તેણે 27 ઓક્ટોબરે યોજાનારી તેની બોર્ડ મીટિંગ રદ કરી છે.

કંપનીએ તેના નિવેદનમાં કહ્યું કે Zee Entertainment Enterprisesના નિદેસક મંડલ બુધવાર, 27 ઓક્ટોબર, 2021એ યોજાનારી થવા વાળી બેઠક કોરમના અભાવે રદ કરવામાં આવી છે. આ બેઠક અન્ય વાતોની સાથે જ 30 સપ્ટેમ્બર 2021એ પૂરા થયેલા બીજા ક્વાર્ટર અને છ મહિના માટે સ્ટેન્ડઅલોન અને કંસોલિડેટેડ બન્ને આધાર પર કંપનીના અનઑડિટેડ નાણાકીય પરિણામો પર વિચારણા કરવા અને મંજૂર પ્રદાન કરવા માટે આયોજિત થવાની હતી.

કંપનીએ વધુમાં કહ્યું કે મીટિંગની આગામી તારીખે જાહેર કરવામાં નવી નોટિસ સાથે કરવામાં આવશે.

આ ઉપરાંત કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં એ પણ સ્પષ્ટતા કરી છે કે Securitiesમાં ડીલિંગ માટે ટ્રેડિંગ વિન્ડો જે કંપનીના ઇનસાઇડર ટ્રેડિંગ કોડ મુજબ 1 ઓક્ટોબર, 2021થી બંધ છે, તે 30 સપ્ટેમ્બર, 2021એ સમાપ્ત થઈ બીજા ક્વાર્ટર અને છ મહિના માટે કંપનીના અનઑડિટેડ નાણાકીય પરિણામોની ઘોષણા 48 કલાક પછી બંધ રહેશે.

આ એવા સમયે આવે છે જ્યારે ZEE તેના સૌથી મોટા શેરધારકો Invesco અને OFI global સાથે કાનૂની લડાઈમાં ફસાયેલી છે. તેમની પાસે કંપનીમાં 17.88 ટકા હિસ્સો છે.

Invescoએ એમડી અને સીઈઓ પુનિત ગોએન્કા (MD and CEO Punit Goenka)ને હટાવવા અને 6 નવા સ્વતંત્ર ડિરેક્ટરોની નિમણૂકની માટે એખ અસાઘારણ સામાન્ય બેઠક (EGM) બોલાવાની માંગ કરી છે પરંતુ ઝીએ કહ્યું છે કે ઈજીએમ માટે તેમનો કૉલ ગેરકાયદેસર અને અમાન્ય છે.

આજે 14:50 વાગ્યા Zee Entertainment Enterprisesના શેર બીએસઈ પર 10.30 રૂપિયા અથવા 3.38 ટકા ઉપર 314.75 રૂપિયા કારોબાર કરી રહ્યા હતા.

શેરએ 23 સપ્ટેમ્બર, 2021એ 52 સપ્તાહના ઉચ્ચ સ્તર 362.85 રૂપિયા અને 23 ઓગસ્ટ, 2021એ 52-સપ્તાહના નિચલા સ્તર પર 166.80 રૂપિયા પર પહોંચી છે.

હાલમાં તે તેની 52-સપ્તાહ ઉચ્ચ સ્તરથી 13.26 ટકા નીચે અને 52 સપ્તાહના નીચલા સ્તરથી 88.7 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
આ 5 ફેક્ટર બદલી શકે છે ઈંડિયન ઈકોનૉમીની દશા અને દિશા, તેના પર બની રહે નજર આ 5 ફેક્ટર બદલી શકે છે ઈંડિયન ઈકોનૉમીની દશા અને દિશા, તેના પર બની રહે નજર
આ મલ્ટીબેગર પેની સ્ટૉકે 3 મહીનામાં આપ્યા 1200% નું રિટર્ન, 1 લાખ રૂપિયા લગાવા વાળાને મળ્યા ₹13 લાખ આ મલ્ટીબેગર પેની સ્ટૉકે 3 મહીનામાં આપ્યા 1200% નું રિટર્ન, 1 લાખ રૂપિયા લગાવા વાળાને મળ્યા ₹13 લાખ
મોતીલાલ ઓસવાલના પસંદગીના સ્ટૉક, જેમાં 40% અપસાઈડની છે ઉમ્મીદ મોતીલાલ ઓસવાલના પસંદગીના સ્ટૉક, જેમાં 40% અપસાઈડની છે ઉમ્મીદ
Paytm Q2: નફો વધીને 473 કરોડ રૂપિયા પર પહોંચ્યો, આવકમાં 64% નો વધારો Paytm Q2: નફો વધીને 473 કરોડ રૂપિયા પર પહોંચ્યો, આવકમાં 64% નો વધારો
આ 8 શેર એવા છે જેમાં છેલ્લા 3 વર્ષોથી દર વખતે ડિસેમ્બર મહીનામાં જોવા મળી 10% થી વધારે તેજી આ 8 શેર એવા છે જેમાં છેલ્લા 3 વર્ષોથી દર વખતે ડિસેમ્બર મહીનામાં જોવા મળી 10% થી વધારે તેજી