comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

ગયા સપ્તાહા 17 સ્મૉલકેપ્સ 20-47%નો ઉછાળો અને બજાર 2% વધ્યું, જાણો સોમવારે કેવી રહેશે બજારની ચાલ

15 જાન્યુઆરી 2022, 03:10 PM

ગયા સપ્તાહા 17 સ્મૉલકેપ્સ 20-47%નો ઉછાળો અને બજાર 2% વધ્યું, જાણો સોમવારે કેવી રહેશે બજારની ચાલ

પાવર, રિયલ્ટી સેક્ટર અને મિડ-સ્મૉલકેપ શેરોમાં ખરીદી વચ્ચે 14મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં બજારમાં 2 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો. ગયા સપ્તાહે સેન્સેક્સ 1,478.38 અંક (2.47 ટકા) વધીને 61,223.03 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 443.1 પોઈન્ટ (2.48 ટકા) વધીને 18,255.8 ના સ્તર પર બંધ થયો. સેક્ટોરલ ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો બીએસઈ પાવર ઇન્ડેક્સ 7.4 ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 6 ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 5 ટકા અને ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી ઇન્ડેક્સમાં 3 ટકાની તેજી રહી.

બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 2-3 ટકાના વધારા સાથે બ્રૉડર ઇન્ડેક્સે મુખ્ય ઇન્ડેક્સ અનુરુપ પ્રદર્શન કર્યો.

ગયા સપ્તાહા 100થી વધુ સ્મોલકેપ શેરોમાં 10 થી 47 ટકાની તેજી આવી. તેમાં મુખ્ય રૂપથી Gujarat Mineral Development Corporation, Ajmera Realty, Greaves Cotton, Deepak Fertilizers, BCL Industries, Kellton Tech Solutions, Urja Global, Vikas Lifecare, Dollar Industries અને India Nippon Electricals વગેરે સ્ટૉક સામેલ છે.

જ્યારે બીજી તરફ GNA Axles, BGR Energy Systems, Shriram EPC, Hikal, Mahanagar Telephone Nigam, Kilpest India અને Vishwaraj Sugar Industriesમાં 8-25 ટકાનો ઘટાડો આવ્યો.

અમોલ આઠવલેએ કહ્યું છે બજારનું ટેક્સચર બુલિસ છે, પરંતુ વધુ પડતી તેજીને કારણે બજાર 18,050 અને 18,375 વચ્ચે કન્સોલિડેટ થઈ શકે છે. બુલ્સ માટે 18,375-18,400 પર તાત્કાલિક રેજિસ્ટેન્સ થશે અને જો તેની ઉપર બ્રેકઆઉટ આવે છે તો તે 18,500ના સ્તર તરફ આગળ વધી શકે છે.

બીજી તરફ 18,150 પર મજબૂત સપોર્ટ જોવા મળી રહ્યો છે જો ઇન્ડેક્સ તેની નીચે બંધ થાય તો નિફ્ટી ફરીથી 18,050-18,000ના સ્તર પર પહોંચી ગયો છે.

બેન્ક નિફ્ટીએ કરેક્શનનો એક તબક્કો પૂરો કર્યો છે અને આ સમયે 9-day SMA પર સપોર્ટ લઈ રહ્યો છે. તેના સ્ટ્રક્ચરના અનુસાર તે 38,000 અને 37,500 મજબૂત સપોર્ટ ઝોનમાં કારોબાર કરશે. જો તે તેનાથી ઉપર જાય છે, તો તે 39,000-39,300 સુધી તેજી ચાલુ રાખી શકે છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Gainers & Losers: બજારમાં જોવા મળી ચારે તરફ ખરીદારી, આ શેરોમાં રહી સૌથી વધારે હલચલ Gainers & Losers: બજારમાં જોવા મળી ચારે તરફ ખરીદારી, આ શેરોમાં રહી સૌથી વધારે હલચલ
7th Pay Commission: 18 મહિનાનું DA એરિયર ક્યારે આવશે, સેલરીમાં આવશે 1.50 લાખ રુપિયા, થઈ ગયું નક્કી! 7th Pay Commission: 18 મહિનાનું DA એરિયર ક્યારે આવશે, સેલરીમાં આવશે 1.50 લાખ રુપિયા, થઈ ગયું નક્કી!
મની મેનેજર: ફિકસ ઇનકમના રોકાણકારે કેવો પોર્ટફોલિયો બનાવવો? મની મેનેજર: ફિકસ ઇનકમના રોકાણકારે કેવો પોર્ટફોલિયો બનાવવો?
ICICI Bankમાં રોકાણ દુનિયાને સૌથી સારી બેન્કિંગ રોકાણ, જાશો 50%નું અપસાઇડ - Jefferies ICICI Bankમાં રોકાણ દુનિયાને સૌથી સારી બેન્કિંગ રોકાણ, જાશો 50%નું અપસાઇડ - Jefferies
Gold Price Today: 50,800 રૂપિયા સુધી પહોંચી 10 ગ્રામ સોનાની કિંમત; શું આ સ્તરથી ભાવ વધશે? તમારે કરવું જોઇએ રોકાણ? Gold Price Today: 50,800 રૂપિયા સુધી પહોંચી 10 ગ્રામ સોનાની કિંમત; શું આ સ્તરથી ભાવ વધશે? તમારે કરવું જોઇએ રોકાણ?