comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Indiamartના ત્રીજા ક્વાર્ટરમાં ઘટ્યો નફો, 14 ટકા સુધી ઘટી ગઈ શેરની કિંમત

25 જાન્યુઆરી 2022, 06:10 PM

Indiamartના ત્રીજા ક્વાર્ટરમાં ઘટ્યો નફો, 14 ટકા સુધી ઘટી ગઈ શેરની કિંમત

Indiamart Shares Price: બિઝનેસ-2-બિઝનેસ ઈ-કૉમર્સ ફર્મ ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ (indiamart Intermesh)નો શેર મંગળવારે 14 ટકા સુધી ઘટીને 5,029 રૂપિયા પર પહોંચી ગઈ. કંપનીના શેરમાં આ ઘટાડો ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત બાદ આવ્યો છે. કંપનીએ કહ્યું કે ત્રીજા ક્વાર્ટરમાં તેનો નફો 12.4 ટકા ઘટીને 70 કરોડ રૂપિયા રહ્યો, જે તેના પહેલા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 80.2 કરોડ રૂપિયા હતા.

Indiamart Intermeshના ડિસેમ્બર ક્વાર્ટરમાં રેવેન્યૂ 8.3 ટકા વધીને 188 કરોડ રૂપિયા રહ્યા, જો તેના છેલ્લા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 173.6 કરોડ રૂપિયા હતી.

કંપનીએ કહ્યું કે ત્રીજા ક્વાર્ટરમાં તેના પ્લેટફૉર્મ પર 25.9 કરોડ ટ્રાફિક નોંધવામાં આવ્યો અને લગભગ 2.3 કરોડ બિઝનેસ ઇન્ક્વાયરી આવી. સાથે જ આ સમયગાળા દરમિયાન કંપનીના સપ્લાયર સ્ટોરફ્રન્ટ્સની સંખ્યા વધીને 70 લાખ થઈ ગઈ, જે વર્ષના આધાર પર 10 ટકા વધારે છે.

ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશના ડિસેમ્બર ક્વાર્ટરમાં 5,833 સબ્સ્ક્રાઈબર્સ વધ્યા અને હવે કુલ પેઈડ સબ્સક્રાઈબર્સની સંખ્યા વધીને 1.56 લાખ થઈ ગયા છે.

ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) દિનેશ અગ્રવાલે કહ્યું કે, “અમને આનંદ છે કે આ ક્વાર્ટરમાં અમારું નાણાકીય પ્રદર્શન સારું રહ્યું છે. અમારા કસ્ટમર્સની સંખ્યાની સાથે રેવેન્યૂમાં પણ વધારો થયો છે અને માર્જિન અને રોકડ ફ્લો સ્વસ્થ બન્યા છે. લોકો ઝડપથી ઇન્ટરનેટને તેના જીવનમાં અપનાવી રહ્યાં છે. તેનાથી અમે નાના બિઝનેસોને ઑનલાઇ લાવવા અને તેની મદદમાં સહાયતા મળે છે."

બીએસઈ પર, ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશનો શેર મંગળવારે 14.40 ટકા ઘટીને 5,001.55 રૂપિયા પર બંધ થયો. જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં આ શેર લગભગ 23.83 ટકા ઘટ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને 37.06 ટકાનું નિગેટીવ રિટર્ન આપ્યું છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
ITC Q4 Results: કંપનીનો નેટ પ્રોફીટ 12% વધીને 4195 કરોડ રૂપિયા રહ્યો, 6.25 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત ITC Q4 Results: કંપનીનો નેટ પ્રોફીટ 12% વધીને 4195 કરોડ રૂપિયા રહ્યો, 6.25 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત
GoFirst જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં આઈપીઓ લૉન્ચ કરી શકે છે, 3600 કરોડ રૂપિયાનું થ શકે છે ઈશ્યુ GoFirst જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં આઈપીઓ લૉન્ચ કરી શકે છે, 3600 કરોડ રૂપિયાનું થ શકે છે ઈશ્યુ
મોતીલાલ ઓસવાલે 160 કરોડ રૂપિયાના શેરોના બાયબેકની કરી જાહેરાત મોતીલાલ ઓસવાલે 160 કરોડ રૂપિયાના શેરોના બાયબેકની કરી જાહેરાત
Indian Overseas Bank Q4 Result: નફો 57.9% વધ્યો, આવક 14.7% વધી Indian Overseas Bank Q4 Result: નફો 57.9% વધ્યો, આવક 14.7% વધી
Arvind Q4 Result: નફો 58.2% વધ્યો, આવક 33.2% વધી Arvind Q4 Result: નફો 58.2% વધ્યો, આવક 33.2% વધી