comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Gainers & Losers: આ 5 શેરોમાં રહી સૌથી વધુ હલચલ, આવે કરીએ એક નજર

21 જાન્યુઆરી 2022, 06:43 PM

Gainers & Losers: આ 5 શેરોમાં રહી સૌથી વધુ હલચલ, આવે કરીએ એક નજર

Top 5 stocks that moved the most Today: બજારમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. આજના કારોબારમાં સેન્સેક્સ 427.44 અંક એટલે કે 0.72 ટકા ઘટીને 59037.18ના સ્તર પર બંધ થયો જ્યારે 139.80 અંક એટલે કે 0.79 ટકાના ઘટાડા સાથે 17,617.20ના શ્તર પર બંધ થયો હતો.

આજે આ શેરોમાં રહી સૌથી વધારે હલચલ

HDFC Life Insurance | CMP: Rs 643.25| આજે આ સ્ટૉક લાલ નિશાનમાં બંધ થયો. 31 ડિસેમ્બર, 2021એ સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 3.3 ટકા વધીને 273.7 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે કંપનીની નેટ પ્રીમિયમ આવક વર્ષના આધાર પર 27.8 ટકા વધીને 12,124 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

Hindustan Unilever | CMP: Rs 2,330| આજે આ શેરમાં 3 ટકાની તેજી જોવા મળી. કંપનીના નેટ પ્રૉફિટ વર્ષ-દર-વર્ષના આધાર પર 16.8 ટકા વધીને 2243 કરોડ રૂપિયા રહ્યા. એનાલિસ્ટ કંપનીના નેટ પ્રોફિટ 2242.7 કરોડ રૂપિયા રહેવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા. સાબુથી લઇને શેમ્પૂ બનાવવા વાળી આ કંપનીની કામગીરીથી થવા વાળી આવક વર્ષ દર વર્ષના આધાર પર 10.4 ટકાથી વધીને 13,092 કરોડ રૂપિયા રહી. જ્યારે બ્રોકરેજ ફર્મ ક્રેડિટ સુઈસે આ સ્ટૉક પર outperform રેટિંગનો અભિપ્રાય યથાવત રાખતા શેરનો લક્ષ્ય 2800 રૂપિયા આપ્યા છે જ્યારે જેફરીઝે તેના માટે BUY રેટિંગ આપતાં 2900 રૂપિયાનું લક્ષ્ય આપ્યો છે.

Asian Paint| CMP: Rs 3,278| 21 જાન્યુઆરીએ એટલે કે આજે આ શેર લાલ નિશાનમાં બંધ થયો હતો. એશિયન પેઇન્ટ્સનો નફો વર્ષના આધાર પર 18.5 ટકા ઘટીને 1031 કરોડ રૂપિયા થઈ ગયા જ્યારે ગયા નાણાકિય વર્ષ એટલે કે નાણાકિય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 1265 કરોડ રૂપિયા રહ્યા હતો. વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2021-22 ના ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેઇન્ટ્સની આવક 25.6 ટકાના વધારા સાથે 8,527 કરોડ રૂપિયા રહી. આ સ્ટૉક પર બ્રોકરેજ ફર્મ નોમુરાએ Buy રેટિંગ આપતા શેરનો લક્ષ્ય 3550 રૂપિયા નક્કી કર્યા છે જ્યારે ક્રેડિટ સુઈસએ શેર પર "outperform" રેટિંગ આપતાં શેરનો ટાર્ગેટ 3500 રૂપિયાથી વધીને 3700 રૂપિયા કર્યા છે.

Persistent Systems | CMP: Rs 4,300| આજે તે શેર લીલા નિશાનમાં બંધ થયો. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 45.87 ટકા વધ્યો છે અને તે ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 120.92 કરોડ રૂપિયાથી વધીને 176.39 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે કંપનીની આવક વર્ષના આધાર પર 38.71 ટકા વધીને 1,491.71 કરોડ રૂપિયા પર રહી છે જો ગયા નાણાકિય વર્ષના ક્વાર્ટરમાં 1,075.39 કરોડ રૂપિયા પર રહી હતી.

PVR | CMP: Rs 1,536| આજે આ શેર લાલ નિશાનમાં બંધ થયો. નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીને 21.9 કરોડ રૂપિયાની ખોટ થઈ છે જ્યારે ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીને 136.7 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષના આધાર પર 63.4 કરોડ રૂપિયાની સામે 642.3 કરોડ રૂપિયા પર રહી છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Market Update: દિવસના નીચલા સ્તરની નજીક બજાર, Nifty 15750ની આસપાસ, IT અને પાવર શેરો દબાણમાં Market Update: દિવસના નીચલા સ્તરની નજીક બજાર, Nifty 15750ની આસપાસ, IT અને પાવર શેરો દબાણમાં
M&M ના શેર પર જાણીએ સીએલએસએ, યૂબીએસ અને મૉર્ગન સ્ટેનલીની રોકાણ સલાહ M&M ના શેર પર જાણીએ સીએલએસએ, યૂબીએસ અને મૉર્ગન સ્ટેનલીની રોકાણ સલાહ
ઉદ્યોગ જગતના મહારથી પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે નિધન, 50 દેશો સાથે છે તેમનો કારોબાર ઉદ્યોગ જગતના મહારથી પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે નિધન, 50 દેશો સાથે છે તેમનો કારોબાર
મૂડીઝે ટાટા સ્ટીલનું આઉટલૂક સ્ટેબલથી વધારીને પોઝિટિવ કર્યું, જાણો શું છે કારણ મૂડીઝે ટાટા સ્ટીલનું આઉટલૂક સ્ટેબલથી વધારીને પોઝિટિવ કર્યું, જાણો શું છે કારણ
ઇંઘણની અછતથી બેહાલ શ્રીલંકા, સ્કૂલ બંધ, લોકોને ઘરેથી કામ કરવા આદેશ ઇંઘણની અછતથી બેહાલ શ્રીલંકા, સ્કૂલ બંધ, લોકોને ઘરેથી કામ કરવા આદેશ