સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

બજારના ઘટાડામાં બની રહ્યા ખરીદીની તકો, આ 4 નાના-મધ્યમ શેરોમાં થઈ શકે છે મજબૂત કમાણી

04 ડિસેમ્બર 2021, 01:54 PM

બજારના ઘટાડામાં બની રહ્યા ખરીદીની તકો, આ 4 નાના-મધ્યમ શેરોમાં થઈ શકે છે મજબૂત કમાણી

ભારતીય બજારોમાં ઑક્ટોબરના હાઇ સ્તરથી અત્યાર સુધી 7 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ઘણા નાના-મધ્યમ ક્વાલિટી શેરો છે જે આ સમયે સસ્તામાં મળી રહ્યા છે અને તેમના ફંડામેન્ટલ્સ અને ટેકનિકલ ખૂબ જ મજબૂત દેખાય છે. જો આપણે અત્યારે આ શેરોમાં હવે દાવ લગાવામાં આવશે તો તે આપણને સારી કમાણી કરી શકે છે. બ્રોકરેજ હાઉસ Emkay Globalએ તેના હાલના રિપોર્ટમાં આવા 4 શેરોના નામ સૂચવ્યા છે. આવો કરીએ એક નજર.

Aditya Birla Fashion And Retail

Emkay Global, Aditya Birla Fashion And Retail (ABFRL)ને લઇને ઘણી આશાવાદી છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે અત્યાર સુધીનું કંપનીનું પ્રદર્શન તેના સાથીદારો કરતાં ઘણું સારું રહ્યું છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે કંપનીના પેન્ટાલૂન્સ સેગમેન્ટમાં મજબૂત રિકવરી અને હેલસેલ ચેનલ (MBO+LFS)માં આગળ આવતી મજબૂત તેજી સરપ્રાઇઝ કરી શકે છે. આને જેને ધ્યાનમાં રાખીને Emkay Globalએ આ સ્ટૉકમાં 340 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ આપી છે.

Bharat Forge

Bharat Forge પર પણ Emkay Global બુલિશ છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ભારત ફોર્જ ઑટોમોટિવ ફૉર્જિંગ સેગમેન્ટમાં લીડરશિપ પોઝિશન છે. કંપનીનું ફોકસ ડાયવર્સિફિકેશન પર છે. કંપનીના મુખ્ય સેગમેન્ટમાં મજબૂત રિકવરી અપેક્ષિત છે. મીડિયમ ટર્મમાં કંપનીના ડિફેન્સ, રેલવે, એરોસ્પેસ અને એલ્યુમિનિયમ પાર્ટ્સમાં સારો સપોર્ટ જોવા મળશે. જેને ધ્યાનમાં રાખીને આ સ્ટૉકમાં 950 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે. નોંધનીય છે કે શુક્રવારે આ સ્ટૉક 703 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.

Birlasoft

Emkay Globalના સ્મોલકેપ આઈટી સ્ટૉક Birlasoftમાં પણ 550 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ આપી છે. Emkay Globalનું કહેવું છે કે આ લક્ષ્ય અમે ડિસેમ્બર 2022 સુધીમાં પ્રાપ્ત થતો દેખાય શકે છે. શુક્રવારે આ સ્ટૉક 483.80 રૂપિયા પર બંધ થયો હતો.

Sunteck Realty

Emkay Globalએ આ સ્મૉલકેપ રિયલ્ટી સ્ટૉકમાં 740 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ આપી છે. આ લક્ષ્‍યાંક ડિસેમ્બર 2022 સુધીમાં હાંસલ થઈ શકે છે. Emkay Globalનું કહેવું છે કે કંપની નૉન કોર Land વેચવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આ સ્ટોકમાં વધુ તેજી જોવા મળી શકે છે. Emkay Global માને છે કે નાણાકીય વર્ષ 2021-2024ના સમયગાળામાં કંપનીના વેચાણમાં વર્ષના આધાર પર 27 ટકાનો વધારો જોવા મળી શકે છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
HDFC Bank Q3 Results: ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો નેટ પ્રોફિટ 18% વધીને 10,342 કરોડ રૂપિયા રહી HDFC Bank Q3 Results: ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો નેટ પ્રોફિટ 18% વધીને 10,342 કરોડ રૂપિયા રહી
પ્રોપર્ટી ગુરૂ: ભાડુઆત અને ઘરમાલિક કોને માટે સારી સ્થિતી? પ્રોપર્ટી ગુરૂ: ભાડુઆત અને ઘરમાલિક કોને માટે સારી સ્થિતી?
ગયા સપ્તાહા 17 સ્મૉલકેપ્સ 20-47%નો ઉછાળો અને બજાર 2% વધ્યું, જાણો સોમવારે કેવી રહેશે બજારની ચાલ ગયા સપ્તાહા 17 સ્મૉલકેપ્સ 20-47%નો ઉછાળો અને બજાર 2% વધ્યું, જાણો સોમવારે કેવી રહેશે બજારની ચાલ
Unileverએ વ્યક્ત GSKના કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ચ ખરીદવાની ઈચ્છા, ઑફર પણ મોકલી Unileverએ વ્યક્ત GSKના કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ચ ખરીદવાની ઈચ્છા, ઑફર પણ મોકલી
West Bengal Civic Polls: રાજ્ય ચૂંટણી આયોગે Covid-19ને જોતા બંગાળ નિકાય ચૂંટણી મુલતવી West Bengal Civic Polls: રાજ્ય ચૂંટણી આયોગે Covid-19ને જોતા બંગાળ નિકાય ચૂંટણી મુલતવી