comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

નાયકા કંપનીએ બોનસ શેર જાહેર કરવા માટે પોસ્ટલ બેલેટ દ્વારા શેરહોલ્ડર્સની લેવી પડશે મંજૂરી

03 ઓક્ટોબર 2022, 01:43 PM

નાયકા કંપનીએ બોનસ શેર જાહેર કરવા માટે પોસ્ટલ બેલેટ દ્વારા શેરહોલ્ડર્સની લેવી પડશે મંજૂરી

Nykaa bonus issue: નાયકા માર્કેટપ્લેસનું સંચાલન કરનાર એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ (FSN E-Commerce Ventures)ના શેરોમાં સોમવારે 3 ઓક્ટોબરના દમદાર રેલી જોવા મળી છે. બીએસઈ પર ઈન્ટ્રાડેમાં શેર 11 ટકાની દમદાર રેલીની સાથે 1414 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા. જો કે કંપનીએ તેની ઈક્વિટી શેરો પર બોનસ જાહેર કરવાની જાહેરાત કરી છે, તેનાથી શેરમાં ખરીદદારી જોવા મળી રહી છે. જો કે બપોર સુધીમાં તેજી સીમિત થઈ ગઈ અને 1 વાગ્યે આ શેર 5.95 ટકા મજબૂત થઈને 1347.75 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.

આ રેશ્યોમાં જાહેર થશે બોનસ શેર

નાયકાએ કહ્યું કે તે કંપનીના શેરહોલ્ડર્સના રેકોર્ડ ડેટ પર પ્રતિ શેર પાંચના ગુણોતરમાં બોનસ શેર જાહેર કરશે. જો કે તેના માટે પોસ્ટલ બેલેટ દ્વારા શેરહોલ્ડર્સ પાસેથી મંજૂરી લેવી પડશે.

કંપનીએ બોનસ ઈક્વિટી શેરો માટે ઈલિજિબલ મેમ્બર નક્કી કરવાના ઉદ્દેશ્યથી 3 નવેમ્બરે રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

આટલા શેર જાહેર કરશે કંપની

નાયકાએ કહ્યું કે શેરહોલ્ડર્સને 1 રૂપિયા પ્રતિ શેર ફેસ વેલ્યુવાળા 2,37,27,61,850 ઈક્વિટી શેર જાહેર કરવામાં આવશે. જો કે બોનસ ઈક્વિટી શેરોની વાસ્તવિક સંખ્યા રેકોર્ડ ડેટ પર પેડ અપ શેર કેપિટલના આધાર પર નક્કી થશે.

બોનસ ઈશ્યુથી કંપનીના ફન્ડામેન્ટલ પર કોઈ અસર નહીં થાય. તેનાથી માત્ર કંપનીના શેરોની સંખ્યા વધી જશે.

ઓયલ અને રિફાઈનરી કંપનીઓના શેરોમાં આજે જોવા મળી તેજી, બ્રેન્ટ ક્રૂડમાં 3 ટકાનો વધારો

2022માં 39 ટકા તૂટ્યો છે શેર

આ વર્ષે નાયકાના શેરોનું પ્રદર્શન બજારની સરખામણીમાં નબળી રહી છે. છેલ્લા છ મહિનામાં શેરમાં 25 ટકાની નબળાઈ આવી છે. જ્યારે, 2022માં 35 ટકા અને એક વર્ષમાં 39 ટકા તૂટ્યો છે. તેના શેરોએ છેલ્લા વર્ષે 26 નવેમ્બર 2021ના 2574 રૂપિયાના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. અને આ વર્ષે 12 મે 2022ના તે 1208.40 રૂપિયાના એક વર્ષના નીચેના સ્તર પર ઘટ્યો હતો.

શું કરે છે કંપની

નાયકા બ્યુટી, વેલનેસ, ફિટનેસ, પર્સનલ કેર, હેલ્થ કેર, સ્કિન કેર અને હેર કેર પ્રોડક્ટ્સ તૈયાર કરે છે અને તેને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરે છે. આ સિવાય કંપનીની પ્રોડક્ટ્સનું વેચાણ ફિઝિકલ સ્ટોર્સ દ્વારા પણ થાય છે. કંપનીના શેરોમાં છેલ્લા એક વર્ષે 10 નવેમ્બર 2021ના લિસ્ટીંગ થઈ હતી અને 5300 કરોડ રૂપિયાના આઈપીઓ દ્વારા રોકાણકારોને 1125 રૂપિયાના શેર આપવામાં આવ્યા હતા.

ડિસ્કલેમરઃ મનીકન્ટ્રોલ.કૉમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના વિચાર હોય છે. વેબસાઇટ અથવા મેનેજમેન્ટ આના માટે જવાબદાર નથી. યુઝર્સને મની કન્ટ્રોલની સલાહ છે કે કોઇ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા
Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ
આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર
Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની
Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ