સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

નવેમ્બરમાં લગભગ 4% તૂટ્યું બજાર, જાણો કેવી રહી શકે છે તેની ચાલ

04 ડિસેમ્બર 2021, 04:38 PM

નવેમ્બરમાં લગભગ 4% તૂટ્યું બજાર, જાણો કેવી રહી શકે છે તેની ચાલ

3 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહે નબળા ગ્લોબલ સંકેતો વચ્ચે બજારમાં ભારી ઉતાર-ચઢાવ જોવા મળે છે. કોરોનાના નવા વેરિએન્ટનો ફેલાવો, દુનિયા ભરમાં વધતી મોંઘવારીનો ભય અને યુએસ ફેડ દ્વારા બૉન્ડ ખરીદવાના કાર્યક્રમમાં જલ્દી કાપના સંકેતો વચ્ચે બજાર પર દબાણ જોવા મળ્યું છે. જોકે, ગયા સપ્તાહે બજાર લગભગ 1 ટકાના વધારા સાથે બંધ થયું હતું. બજારને જીડીપીમાં વધારો, મેન્યુફેક્ચરિંગ PMI અને જીએસટી કલેક્શનમાં વધારાનો સપોર્ટ મળતે જોવા મળ્યો છે. ગયા સપ્તાહે સેન્સેક્સ 589.31 અંક એટલે કે 1 ટકાના વધારા સાથે 57,696.46ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 170.25 અંક એટલે કે 0.99 ટકાના વધારા સાથે 17,196.7 ના સ્તર પર બંધ થયો હતો.

જો કે, નવેમ્બર મહિનાના બજાર પર નજર કરીએ તો, આ સમયગાળામાં નિફ્ટીમાં 3.9 ટકાનો ઘટાડો થયો છે જ્યારે સેન્સેક્સમાં 3.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા મહિનામાં બીએસઈ મેટલ અને Bankex ઇન્ડેક્સ લગભગ 9 ટકા ઘટ્યા છે જ્યારે રિયલ્ટી, ઑટો અને એનર્જી ઇન્ડેક્સમાં 4-5 ટકાનો ઘટાડો જેવા મળ્યો છે. જ્યારે બીજી તરફ બીએસઈ ટેલિકોમ ઇન્ડેક્સ 6 ટકાથી વધુ વધ્યો છે જ્યારે આઈ અને પાવર ઇન્ડેક્સમાં 2-3 ટકાનો ઘટાડો થયો છે.

બ્રોડર માર્કેટ પર નજર કરીએ તો છેલ્લા મહિનામાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 2.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બર મહિનામાં આવા 100 થી વધુ સ્મોલકેપ સ્ટૉક રહ્યા છે 10 ટકાથી 122 ટકાની તેજી જોવા મળી છે. આ સ્ટૉકમાં Aurum Proptech, Tata Teleservices (Maharashtra), Brightcom Group, GRM Overseas, KPIT Technologies, JBM Auto, Cerebra Integrated Technologies, Jindal Worldwide, Olectra Greentech અને Mirza Internationalનું નામ સામેલ છે.

બીજી તરફ 200 આવા સ્મોલકેપ શેરો એવા છે જેમાં 10-28 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમાં Gayatri Projects, Vikas WSP, Ujjivan Financial Services, Godawari Power & Ispat, Graphite India, Valiant Organics, Spandana Sphoorty Financial, Manappuram Finance, GNA Axles, Bajaj Consumer Care, Sequent Scientific અને Spencer Retailના નામ સામેલ છે.

આગળ કેવી રહેશે બજારની ચાલ?

Deen Dayal Investmentsના મનીષ હાથીરામણીનું કહેવું છે કે નિફ્ટી 17400-17500ની ઉપર ટકી નથી શક્યું. આ એક બેરિશ સિગ્નલ છે. ઉપરી સ્તરો પર નિફ્ટીને રજિસ્ટેન્સનો સામનો કરવા પડી રહ્યો છે. જ્યાં સુધી નિફ્ટી ક્લોઝિંગ બેસિસ પર 17400-17500 ની ઉપર બંધ નથી થયો ત્યાં સુધી અમને કોઈ સારી તેજી આવવાની આશા નથી દેખાતી. જ્યારે જો નિફ્ટી આગામી સપ્તાહે 17100 ની નીચે લપસી જાતે છે તો તે ખૂબ જ ચિંતાનો વિષય હશે અને બજાર એકવાર ફરી બિયર ટ્રેન્ડમાં જતું જોવા મળશે.

LKP Securitiesના રોહિત સિંગરે કહે છે કે નિફ્ટી માટે 17100-17000ના ઝોનમાં સારી ડિમાન્ડ ઝોન જોવા મળે છે. જો નિફ્ટી આ સ્તરથી ઉપર જશે તો નજીકના ગાળામાં તે આપણને 17500-17600 તરફ જતા જોવા મળશે. જો કે, જો નિફ્ટી નીચેની તરફ આ લેવલ તોડે છે તો આપણે તેમાં વધુ ઘટાડો જોઈ શકીએ છીએ. નિફ્ટી માટે 17300-17440 ના ઝોનમાં તાત્કાલિક હર્ડલ દેખાય છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
HDFC Bank Q3 Results: ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો નેટ પ્રોફિટ 18% વધીને 10,342 કરોડ રૂપિયા રહી HDFC Bank Q3 Results: ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો નેટ પ્રોફિટ 18% વધીને 10,342 કરોડ રૂપિયા રહી
પ્રોપર્ટી ગુરૂ: ભાડુઆત અને ઘરમાલિક કોને માટે સારી સ્થિતી? પ્રોપર્ટી ગુરૂ: ભાડુઆત અને ઘરમાલિક કોને માટે સારી સ્થિતી?
ગયા સપ્તાહા 17 સ્મૉલકેપ્સ 20-47%નો ઉછાળો અને બજાર 2% વધ્યું, જાણો સોમવારે કેવી રહેશે બજારની ચાલ ગયા સપ્તાહા 17 સ્મૉલકેપ્સ 20-47%નો ઉછાળો અને બજાર 2% વધ્યું, જાણો સોમવારે કેવી રહેશે બજારની ચાલ
Unileverએ વ્યક્ત GSKના કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ચ ખરીદવાની ઈચ્છા, ઑફર પણ મોકલી Unileverએ વ્યક્ત GSKના કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ચ ખરીદવાની ઈચ્છા, ઑફર પણ મોકલી
West Bengal Civic Polls: રાજ્ય ચૂંટણી આયોગે Covid-19ને જોતા બંગાળ નિકાય ચૂંટણી મુલતવી West Bengal Civic Polls: રાજ્ય ચૂંટણી આયોગે Covid-19ને જોતા બંગાળ નિકાય ચૂંટણી મુલતવી