comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Taking Stock: આજે બજાર ચાર મહિનાના હાઈ લેવલ પર બંધ થયા, જાણો કાલે કેવી રહેશે બજારની ચાલ

11 ઓગસ્ટ 2022, 06:08 PM

Taking Stock: આજે બજાર ચાર મહિનાના હાઈ લેવલ પર બંધ થયા, જાણો કાલે કેવી રહેશે બજારની ચાલ

11 ઓગસ્ટના બજારમાં તેજી જોવા મળી અને આજે બજાર 4 મહિનાના હાઈ પર બંધ થતા જોવા મળ્યા. અનુમાનથી વધુ અમેરિકાના મોંઘવારીના આંકડા વધુ પોઝિટિવ ગ્લોબલ સંકેતો પર બજાર આજે જોશમાં જોવા મળ્યું. અમેરિકામાં મોંઘવારી ઘટવાથી વ્યાજ દરોને લઈને યુએસ ફેડના વલણમાં નરમાશ આવવાની આશા બનેલી છે. તેના દ્વારા રોકાણકારોના સેન્ટીમેન્ટમાં પણ સુધાર જોવા મળ્યો.

કારોબારના અંતમાં સેન્સેક્સ 515.31 અંક એટલે કે 0.88 ટકાના વધારા સાથે 59,332.60 ના સ્તર પર બંધ થયું. જ્યારે નિફ્ટી 124.25 અંક એટલે કે 0.71 ટકાની મજબૂતીની સાથે 17,659.00ના સ્તર પર બંધ થયો.

જાણો કાલે કેવી રહેશે બજારની ચાલ

Kotak Securities ના શ્રીકાંત ચૌહાણનું કહેવું છે કે રોકાણકારોએ અમેરિકામાં જુલાઈ મહિનાના મોંઘવારીના આંકડાનું સ્વાગત કર્યું છે. અમેરિકામાં મોંઘવારી ઘટવાથી યુએસ ફેડના વલણમાં નરમાશ આવવાની આશા છે. તેના દ્વારા ભારત સહિત તમામ એશિયાઈ બજારોમાં પણ પોઝિટિવ વલણ જોવા મળ્યું. આ સિવાય કાચા તેલની કિંમતોમાં ઘટાડો, ભારતીય બજારમાં એફઆઈઆઈનું પાછું ફરવું પણ બજારને સપોર્ટ આપ્યો છે. ટેક્નિકલી નિફ્ટી તેના મહત્વના રજિસ્ટેન્સ લેવલની નજીક કારોબાર કરી રહ્યું છે અને તેમાં નાનું બિયરીશ કેન્ડલ બનાવી લીધું છે. જે ટ્રેડર્સ માટે હવે 17600ના સ્તર પર ઘણો મહત્વનો હશે. તેના પર ધ્યાન રાખવું જોઈએ.

નિફ્ટીના ચાર્ટથી સંકેત મળી રહ્યો છે કે જો નિફ્ટી 17600 ટકા રહે છે તો તે તેજી 17700-17750 ની તરફ જઈ શકે છે. જો નિફ્ટી 17600ની નીચે આવે છે તો તે ઘટાડો 17540-17450 તરફ જઈ શકે છે.

LKP Securities ના રુપક ડે નું કહેવું છે કે નિફ્ટી ડેઈલી ચાર્ટ પર કન્સોલિડેશન રેન્જની ઉપર બનેલો છે જો બજારમાં તેજી કાયમ રહેવાના સંકેત છે. જો કે ઉપરની સપાટી પર આજે નિફ્ટીમાં થોડો બદલાવ જોવા મળ્યો તેના કારણે આજે તે દિવસના લો ની નજીક બંધ થયો. રુપક ડેનું માનવું છે કે બજારની વર્તમાન રેલીમાં નિફ્ટી 17750-17800 ની તરફ જઈ શકે છે. જ્યારે નીચે તરફ તેના માટે 17450-17500 પર સપોર્ટ છે.

શેરખાનના ગૌરવ રત્નપારખી એ કહ્યું છે કે નિફ્ટીમાં આજે પણ તેજી જોવા મળી. જો કે ઉપરી સ્તર પર તેમાં સામાન્ય નફો જોવા મળ્યો છે. હવે આગળ નિફ્ટી માટે 17750-17800નું સ્તર ઘણું મહત્વનું છે. આપણે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે મેક એન્ડ બ્રેક ઝોનની નજીક બજારનું શું વલણ છે. એવામાં ટ્રેડરોને સલાહ છે કે વર્તમાન લેવલ પર થોડો નફો લઈને અને વધેલી પોઝિશનમાં 17500ના સ્ટોપલોસની સાથે બની રહેવું.

ડિસ્ક્લેમરઃ મનીકન્ટ્રોલ.કૉમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના વિચાર હોય છે. વેબસાઇટ અથવા મેનેજમેન્ટ આના માટે જવાબદાર નથી. યુઝર્સને મની કન્ટ્રોલની સલાહ છે કે કોઇ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી.

(ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટનો માલિકાના હક છે. આની બેનફિશિયરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નિફ્ટીમાં 17350-17500ના સ્તર હજૂ પણ શક્ય: જીયોજીત ફાઇનાન્શિયલના આનંદ જેમ્સ નિફ્ટીમાં 17350-17500ના સ્તર હજૂ પણ શક્ય: જીયોજીત ફાઇનાન્શિયલના આનંદ જેમ્સ
 Max HealthCare બાદ KKR મણિપાલ હોસ્પિટલ્સમાં ખરીદી શકે છે હિસ્સેદારો, મનીકન્ટ્રોલ એક્સક્લુઝિવ Max HealthCare બાદ KKR મણિપાલ હોસ્પિટલ્સમાં ખરીદી શકે છે હિસ્સેદારો, મનીકન્ટ્રોલ એક્સક્લુઝિવ
OPEC+ ની બેઠકમાં નિર્ણય પહેલા કાચા તેલની કિંમતોમાં તેજી OPEC+ ની બેઠકમાં નિર્ણય પહેલા કાચા તેલની કિંમતોમાં તેજી
ફેસ્ટિવ સીઝનમાં સોનાનો ભાવ પહોંચશે આસમાને, ભારતના વૉલ્ટ્સમાં માત્ર અમૂક કિલો સોનું ફેસ્ટિવ સીઝનમાં સોનાનો ભાવ પહોંચશે આસમાને, ભારતના વૉલ્ટ્સમાં માત્ર અમૂક કિલો સોનું
Suzlon રાઇટ્સ ઇશ્યૂ પહેલા જ નવા CMDનું નામ જાહેર કરી શકે: સૂત્ર Suzlon રાઇટ્સ ઇશ્યૂ પહેલા જ નવા CMDનું નામ જાહેર કરી શકે: સૂત્ર