comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Adani Power સહિત Adani Groupની ત્રણ કંપનીઓના શેર રેકોર્ડ ઊંચાઈ પર

19 ઓગસ્ટ 2022, 03:33 PM

Adani Power સહિત Adani Groupની ત્રણ કંપનીઓના શેર રેકોર્ડ ઊંચાઈ પર

અદાણી ગ્રુપ માટે 19 ઓગસ્ટ (શુક્રવાર) ખૂબ ખાસ રહ્યો. આ ગ્રુપની ત્રણ કંપનીઓના શેર રિકૉર્ડ ઉચાઇ પર પહોંચી ગઈ. તેમાં Adani power, Adani Enterprises અને Adani Trainsmission સામેલ છે. શુક્રવારે બજાર ખરલતા ત્રણ શેરોએ ઉચાઇના નવા રિકૉર્ડ બનાવ્યા.

Adani powerના સેર 1:28 વાગ્યા 2.80 ટકા વધીને 410.65 પર ચાલી રહ્યો હતો. Adani Enterprisesના શેર 0.46 ટકાના મજબૂતી સાથે 3168 રૂપિયા પર હતો. Adani Transmissionના શેર 1.74 ટકા વધીને 3660 રૂપિયા પર ચાલી રહ્યા હતો.

શેરમાં આવેલી તેજી બાદ અદાણી પાવરના માર્કેટ કેપિટલાઇઝેશન સરકારી પાવર કંપની એનટીપીસીથી વધારે થઈ ગઈ છે. સવારે અદાણી પાવરની માર્કેટ કેપિટલાઈઝેશન 1.60 લાખ કરોડ થઈ હતી. તેની સરખામણીમાં એનટીપીસીનું માર્કેટ કેપ 1.5 લાખ કરોડ રૂપિયા હતા.

અદાણી પાવરના શેરએ રોકાણકારોને માલામાલ કર્યો છે. છેલ્લા એક મહિનામાં આ શેર 41 ટકા વધી ગયો છે. આ દરમિયાન બીએસઈ સેન્સેક્સ 10 ટકા વધ્યો છે. આ વર્ષ અત્યાર સુધી અદાણી પાવરના શેર ત્રણ ગુણો વધી ગયો છે.

અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં પણ છેલ્લા અમુક સત્રોમાં મજબૂત તેજી જોવા મળી છે. છેલ્લા ચાર કારોબારી સત્રમાં આ ત્રીજી વાર છે જ્યારે આ શેરે ઉચાઈનો નવો રિકૉર્ડ બનાવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ શેર 21 ટકા વધી ગયો છે. છેલ્લા છ મહિનામાં આ લગભગ 95 ટકા અને આ વર્ષ અત્યાર સુધી 110 ટકાથી વધારે વધ્યા છે.

Adani Enterprisesમાં પણ છેલ્લા અમુક સત્રોથી સતત તેજી જોવા મળી છે. સવારમાં આ શેરનો ભાવ 3258 રૂપિયા પર પહોંચી ગઈ, જે તેના અત્યાર સુધીના સૌથી ઉચા લેવલ છે. છેલ્લા એક મહિનામાં આ શેરે રોકાણકારોને લગભગ 28 ટકાનું રિટર્ન આપ્યું છે. ગયા છ મહિનમાં આ શેરનું રિટર્ન 86 ટકા રહ્યો. છેલ્લા એક વર્ષમાં આ શેરે રોકાણકારના પૈસા બે ગુણા કર્યા છે. આ દરમિયાન તેનું રિટર્ન 119 ટકા રહ્યો છે.

બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનું કહેવું છે કે અદાણી એન્ટરપ્રાઈઝએ જૂન ક્વાર્ટરના મજબૂત પરિણામનો ફાયદો મળ્યો છે. તેની સાથે આ શેરને નિફ્ટી 50 ઇન્ડેક્સમાં શ્રી સીમેન્ટ (Shree Cement)ની જગ્યા સામેલ કર્યા છે. તેની પણ અસર આ શેરની કિંમતો પર પડ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Bangaluru માં આવતા ત્રણ દિવસ સુધી ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી રિક્ષા સેવાઓ પર Bangaluru માં આવતા ત્રણ દિવસ સુધી ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી રિક્ષા સેવાઓ પર
વૈશ્વિક બજારની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ઘણું મજબુત: નિપુણ મહેતા વૈશ્વિક બજારની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ઘણું મજબુત: નિપુણ મહેતા
Dealing Room Check: આજે બેન્કિંગ અને કેમિકલના સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ Dealing Room Check: આજે બેન્કિંગ અને કેમિકલના સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ
TCS ના બીજા ત્રિમાસિકના પરિણામો પર બ્રોકરેજોનું અનુમાન, આવકમાં થઈ શકે છે 17 ટકાનો વધારો TCS ના બીજા ત્રિમાસિકના પરિણામો પર બ્રોકરેજોનું અનુમાન, આવકમાં થઈ શકે છે 17 ટકાનો વધારો
જુલિયસ બેરના માર્ક મેથ્યુઝ ભારતીય શેરબજારમાં લગાવી રહ્યા મોટો દાંવ, જાણો કારણ જુલિયસ બેરના માર્ક મેથ્યુઝ ભારતીય શેરબજારમાં લગાવી રહ્યા મોટો દાંવ, જાણો કારણ