comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

ભારતના ફૂટવેર રિટેલ ચેન Metro Brands ના શેરોમાં જોરદાર તેજી, રાકેશ ઝુનઝુનવાલાને 221 કરોડ રુપિયાનો ફાયદો

13 ઓગસ્ટ 2022, 02:03 PM

ભારતના ફૂટવેર રિટેલ ચેન Metro Brands ના શેરોમાં જોરદાર તેજી, રાકેશ ઝુનઝુનવાલાને 221 કરોડ રુપિયાનો ફાયદો

ભારતના મલ્ટીબ્રાન્ડ ફૂટવેર રિટેલ ચેન Metro Brands ના શેરોમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી અને તે તેના 52 સપ્તાહ હાઈ પર જોવા મળ્યો. આ સ્ટોકમાં આવેલી તેજીની રેલી જોતા બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના સ્ટોકમાં ભારે કમાણી કરી છે. માત્ર શુક્રવારની તેજીમાં આ સ્ટોકમાં રાકેશ ઝુનઝુનવાલાને 221 કરોડ રુપિયાનો ફાયદો થયો છે.

ભારતના વોરેન બફેટ માનવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલા  Metro Brands ના સૌથી મોટા પબ્લિક શેર હોલ્ડર છે. બજારના જાણકારોનું કહેવું છે કે Metro Brandsના શેરોમાં આગળ ઘણા સારા ગ્રોથની સંભાવના છે.

જુલાઈના મોંઘવારીના આંકડા ઉમ્મીદના મુજબ જુનની તુલનામાં સારા

શેરની ચાલ પર નજર કરીએ તો કાલના કારોબારમાં આ શેર એનએસઈ પર 5.16 ટકાના વધારા સાથએ 855.35 રુપિયા પર બંધ થયો હતો. કાલના કારોબારમાં આ શેર 836.00 રુપિયા પર ખુલ્યો હતો. જ્યારે ગુરુવારે આ શેર 813.35 રુપિયા પર બંધ થયો હતો.

આ સ્ટોકનું 52 સપ્તાહ હાઈ 939.90 રુપિયા પર છે જ્યારે 52 સપ્તાહ લો 426.00 રુપિયા પર છે. કંપનીનું વર્તમાન વોલ્યુમ 805,390 શેરોનું છે. કંપનીનું માર્કેટ કેપ 23,222 કરોડ રુપિયાનું છે.

મેટ્રો બ્રાન્ડના શેર ગયા વર્ષે 21 ડિસેમ્બરના બજારમાં લિસ્ટ થયા હતા. આ આઈપીઓની પ્રાઈઝ બેન્ડ 485-500 રુપિયા હતી. આ આઈપીઓ 3.64 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. લિસ્ટીંગ પછી હવે સુધી આ શેરમાં બીએસઈ પર 76 ટકાની તેજી જોવા મળી છે. 2022માં હજુ સુધી આ શેર 91.5 ટકા ભાગ્યો છે. સ્ટોકે 30 જૂન 2022 સુધી શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાના આ સ્ટોકમાં 14.43 ટકા એટલે કે 39,153,600 ઈક્વિટી શેરોની હિસ્સેદારી છે.

ડિસ્કલેમરઃ મનીકન્ટ્રોલ.કૉમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના વિચાર હોય છે. વેબસાઇટ અથવા મેનેજમેન્ટ આના માટે જવાબદાર નથી. યુઝર્સને મની કન્ટ્રોલની સલાહ છે કે કોઇ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી.

(ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટનો માલિકાના હક છે. આની બેનફિશિયરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
11 લાખ રેલ કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે 78 દિવસનો પગાર આપવાની સરકારે કરી જાહેરાત 11 લાખ રેલ કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે 78 દિવસનો પગાર આપવાની સરકારે કરી જાહેરાત
સુઝલૉન એનર્જીના ફાઉન્ડર તુલસી તાંતીનું હાર્ટ એટેક બાદ નિધન સુઝલૉન એનર્જીના ફાઉન્ડર તુલસી તાંતીનું હાર્ટ એટેક બાદ નિધન
સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 204% વધ્યું, ટાટા-હ્યુંડઇના આંકડા પણ સારા સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 204% વધ્યું, ટાટા-હ્યુંડઇના આંકડા પણ સારા
5G Launch Live Updates: પીએમ મોદીએ લોન્ચ કરી 5G સર્વિસ, ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેરમાં 5G સર્વિસ આપશે જિયો 5G Launch Live Updates: પીએમ મોદીએ લોન્ચ કરી 5G સર્વિસ, ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેરમાં 5G સર્વિસ આપશે જિયો
5G સર્વિસ લેવા વાળા ઇન્ટરનેટ યૂઝરને શું થશે ફાયદો? કેટલી રહેશે Speed અને કેવી રીતે લઈ શકશો ફાયદો 5G સર્વિસ લેવા વાળા ઇન્ટરનેટ યૂઝરને શું થશે ફાયદો? કેટલી રહેશે Speed અને કેવી રીતે લઈ શકશો ફાયદો