comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Ambuja Cementsના શેર 52 વીક હાઈની નજીક, 1 સપ્તાહમાં બતાવી 10 ટકાની તેજી

19 ઓગસ્ટ 2022, 04:28 PM

Ambuja Cementsના શેર 52 વીક હાઈની નજીક, 1 સપ્તાહમાં બતાવી 10 ટકાની તેજી

આજના કારોબારમાં Ambuja Cementમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. બીએસઈ પર ઇન્ટ્રા ડે માં આજે આ શેર 4 ટકાની તેજી જોવા મલી 425.25 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. જે આ સ્ટૉકના ગયા 9 મહિનાનો હાઈ છે. આ સ્ટૉક નવેમ્બર 2021 બાદ તેનું હાઈએસ્ટ લેવલ પર જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકમાં 8 સપ્ટેમ્બર 2021ના 443 રૂપિયાના તેના 52 વીક હાઈ બનાવી હતી. આજની તેજીમાં તે સ્ટૉક તેના 52 વીક હાઈને નજીક પહોંચી ગઈ છે.

નોંધપાત્ર છે કે કૉમ્પિટિશન કમીશન ઑફ ઇન્ડિયા (CCI)એ સ્વિજરલેન્ડના Holcimથી અદાણી ગ્રુપ દ્વારા અંબુજા સીમેન્ટ અને એસીસીના અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીના સમાચારની સાથે અંબુજા સિમેન્ટમાં સારી તેજી આવતી જોવા મળી છે.

જણાવી દઈએ કે છેલ્લા 1 સપ્તાહમાં અંબુજા સિમેન્ટનો સ્ટૉક 10 ટકા વધ્યો છે. જ્યારે આ સમયમાં બીએસઈ સેન્સેક્સ 1 ટકાથી પણ ઓછા વધ્યા છે. 2.45 વાગ્યાની આસપાસ એનએસઈ પર અંબુજા સિમેન્ટના વધારા સાથે 425.75 રૂપિયાના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે એસીસીના સેર એનએસઈ પર 21.70 રૂપિયા એટલે કે 0.93 ટકાના વધારા સાથે 2344.55 રૂપિયાના સ્તર પર જોવા મળી રહ્યો હતો.

જણાવી દઈએ કે અદાણીએ મે મહિનામાં 10.5 અરબ ડૉલર (81,399 કરોડ રૂપિયા)માં અંબુજા સિમેન્ટ અને એસીસીના અધિગ્રહણ કર્યા હતા. આ અધિગ્રહણને કારણે અદાણી ભારતના બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. જો કે દેશની સિમેન્ટ સેક્ટર પર પહેલા નંબર પર અલ્ટ્રાટેક છે.

છેલ્લા 6 મહિનામાં અંબુજા સિમેન્ટ અને એસીસીના શેરો પર નજર કરે તો અંબુજા સિમેન્ટમાં 23 ટકા અને એસીસીમાં 7 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે આ સમય ગાળામાં સેન્સેક્સમાં 3 ટકાનો વધારો આવ્યો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
વૈશ્વિક બજારની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ઘણું મજબુત: નિપુણ મહેતા વૈશ્વિક બજારની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ઘણું મજબુત: નિપુણ મહેતા
Dealing Room Check: આજે બેન્કિંગ અને કેમિકલના સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ Dealing Room Check: આજે બેન્કિંગ અને કેમિકલના સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ
TCS ના બીજા ત્રિમાસિકના પરિણામો પર બ્રોકરેજોનું અનુમાન, આવકમાં થઈ શકે છે 17 ટકાનો વધારો TCS ના બીજા ત્રિમાસિકના પરિણામો પર બ્રોકરેજોનું અનુમાન, આવકમાં થઈ શકે છે 17 ટકાનો વધારો
જુલિયસ બેરના માર્ક મેથ્યુઝ ભારતીય શેરબજારમાં લગાવી રહ્યા મોટો દાંવ, જાણો કારણ જુલિયસ બેરના માર્ક મેથ્યુઝ ભારતીય શેરબજારમાં લગાવી રહ્યા મોટો દાંવ, જાણો કારણ
ક્રિપ્ટો માર્કેટમાં હેકિંગની બાબત સામે આવતા માર્કેટમાં કડાકો, 20 હજાર ડોલરની નીચે આવ્યો બિટકોઈન ક્રિપ્ટો માર્કેટમાં હેકિંગની બાબત સામે આવતા માર્કેટમાં કડાકો, 20 હજાર ડોલરની નીચે આવ્યો બિટકોઈન