comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Praj Industries ના સ્ટૉકમાં 9% તેજી, આવનારા ક્વાર્ટરમાં ઑર્ડર મળવાની સંભાવનાથી સ્ટૉકમાં ઉછાળો

06 ઓક્ટોબર 2022, 03:19 PM

Praj Industries ના સ્ટૉકમાં 9% તેજી, આવનારા ક્વાર્ટરમાં ઑર્ડર મળવાની સંભાવનાથી સ્ટૉકમાં ઉછાળો

Praj Industries ના શેર ગુરૂવાર એટલે કે આજના ઈંટ્રાડે કારોબારમાં 9 ટકાનો ઉછાળો દેખાડતા 453.65 રૂપિયાના રેકૉર્ડ હાઈ પહોંચતા જોવામાં આવ્યા. તેની સાથે જ સ્ટૉકના વૉલ્યૂમમાં પણ ભારી વધારો જોવાને મળ્યો છે. આજના કારોબારમાં આ સ્ટૉકે 20 જાન્યુઆરી 2022 ના બનેલા પોતાના છેલ્લા હાઈ 448.25 રૂપિયાના પણ પાર કરી લીધા છે.

આવનારા ક્વાર્ટરમાં કંપનીને ભારી ઑર્ડર મળવાની સંભાવનાએ આ સ્ટૉકને પંખ લગાવી દીધા છે. હાલમાં 2:33 વાગ્યાની આસપાસ એનએસઈ પર આ શેર 25.05 રૂપિયા એટલે કે 6.04 ટકાના વધારાની સાથે 440 રૂપિયા પર કારોબાર કરતા જોવામાં આવી રહ્યો હતો. સ્ટૉકના દિવસના હાઈ 453.70 રૂપિયા પર છે જ્યારે દિવસના લો 416.00 રુપિયા પર છે. સ્ટૉકના હાઈ 453.70 રૂપિયાના છે જ્યારે 52 વીક લો 289.05 રૂપિયા છે. વર્તમાનમાં સ્ટૉકના વૉલ્યૂમ 6,850,198 શેરોના છે.

JSW Energy ના શેરમાં ઉછાળો, જાણો શું છે તેજીનું કારણ

તમને જણાવી દઈએ કે પ્રાજ ઈંડસ્ટ્રીજ પ્રોસેસ અને પ્રોજેક્ટ ઈંજીનિયરિંગના કારોબારમાં છે. કંપની ઘરેલૂ અને વિદેશી બન્ને બદારોમાં કારોબાર કરે છે. કંપની ડિઝાઈનિંગ અને ઈંજીનિયરિંગ સેવાઓ પણ ઉપલબ્ધ કરે છે. કંપની પોતાના એથેનૉલ કારોબારને લઈને ઉત્સાહિત છે.

જાણાકારોનું કહેવુ છે કે પેટ્રોલ-ડીઝલમાં એથેનૉલ બ્લેડિંગ સ્કીમથી કંપનીને આગળ ફાયદો થશે. કંપનીનું કહેવુ છે કે આગળ કંપનીના એથેનૉલની ડિમાંડ વધવાનો ફાયદો મળશે. કંપની પોતાના બીજી પીઢીના એથેનૉલ ઉત્પાદન પ્લાંટને લઈને ઘણા આશાવાદી છે. માર્કેટ એનાલિસ્ટનું પણ કહેવુ છે કે સરકારની તરફથી 2025 સુધી 20 ટકા એથેનૉલની બ્લેડિંગનું લક્ષ્ય હાસિલ કરવા પર ફોક્સના ચાલતા પ્રાજ ઈંડસ્ટ્રીઝને ફાયદો થશે. તેના સિવાય બાયો એનર્જી સેગમેંટ અને તેનાથી જોડાયેલી ફ્યૂચરની ટેક્નોલૉજીમાં કંપનીની પકડ આ સ્ટૉક માટે શુભ સંકેત છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા
Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ
આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર
Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની
Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ