comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

PhonePe IPO: દિગ્ગજ પેમેન્ટ્સ અને ફાયનાન્શિયલ સર્વિસિઝ કંપની PhonePe એ આઈપીઓ લાવવા મહત્વનો પડાવ કર્યો પાર

03 ઓક્ટોબર 2022, 06:09 PM

PhonePe IPO: દિગ્ગજ પેમેન્ટ્સ અને ફાયનાન્શિયલ સર્વિસિઝ કંપની PhonePe એ આઈપીઓ લાવવા મહત્વનો પડાવ કર્યો પાર

PhonePe IPO: દિગ્ગજ પેમેન્ટ્સ અને ફાયનાન્શિયલ સર્વિસિઝ કંપની ફોનપે એ આઈપીઓ લાવવા માટે એક મહત્વને પડાવ પાર કરી લીધો છે. ફોનપે એ આજે 3 ઓક્ટોબરના જાણકારી આપી છે કે કંપનીએ ડોમિસાઈટલને સિંગાપુરથી ભારતમાં સિફ્ટ થવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે.

આ પ્રોસેસ પૂરી થયા પછી ફોનપે ગ્રુપના કારોબાર અને કંપનીઓ પર હવે ફોનપે પ્રાઈવેટ લિમિટેડ (ઈન્ડિયા)નો માલિકી હક્ક છે. ફોનપે પર વોલમાર્ટ અને ફ્લિપકાર્ટનો માલિકી હક્ક છે.

ત્રણ સ્ટેપમાં પૂરી થઈ છે આ પ્રોસેસ

સિંગાપુરથી ભારત ડોમેસાઈલ સિફ્ટ કરવાની પ્રોસેસ ત્રણ ચરણમાં પૂરી થઈ છે. પહેલા ચરણમાં છેલ્લા વર્ષે ફોનપે એ ફોનપે સિંગાપુરના પૂરો કારોબાર અને સબ્સિડિયરીઝને સીધા ફોનપે પ્રાઈવેટ લિમિટેડ (ઈન્ડિયા) ને આપી દીધી. તેમાં ઈન્શ્યોરન્સ બ્રોકિંગ અને વેલ્થ બ્રોકિંગ સર્વિસિઝનો સમાવેશ થાય છે.

બીજા ચરણમાં ફોનપેએ બોર્ડે હાલમાં નવા ઈએસઓપી (એમ્પોલયી સ્ટોક ઓનરશિપ પ્લાન) તૈયાર કરવા અને ત્રણ હજારથી વધુ ફોન માટે ગ્રુપ એમ્પ્લોઈઝને હાલના ઈએસઓપીની નવામાં સિફ્ટ કરવાની મંજૂરી આપી હતી.

Jio ફરીથી મચાવશે બજારમાં ધૂમ, માત્ર 15000 રૂપિયામાં આપશે લેપટોપ, જાણો ડિટેલ

ત્યાર બાદ અંતિમ ચરણમાં ઓવરસીઝ ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ રુલ્સ દ્વારા ફોનપે એ હાલમાં જ ખરીદેલી ઈન્ડસ ઓએસ એપસ્ટોર (OSLabs Pte Ltd)ને પણ સિંગાપુરથી ભારત સિફ્ટ કરી છે.

નફામાં આવ્યા પછી આઈપીઓ લાવવાની તૈયારી

ફોનપેની યોજના છે કે એક વખત કંપની નફામાં આવી જશે, ત્યાર બાદ તેનો આઈપીઓ લાવવામાં આવશે. કંપનીનું આંકલન છે કે આવતા વર્ષે 2023 સુધી તે નફામાં આવી જશે. યુપીઆઈ (યુનીફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) થી માસિક પેમેન્ટની બાબતે તે 47 ટકાની હિસ્સેદારીની સાથે લીડર છે. ફોનપે ના સીઈઓ સમીર નિગમએ જૂનમાં કહ્યું હતું કે માત્ર વ્યાપક સ્તર પર પ્રયોગ કરવા માટે જ તે પૈસા એકત્ર નથી માંગતી પરંતુ પહેલા તેની નાણાકીય સ્થિતિ મજબૂત કરી અને પછી આઈપીઓ લાવવામાં આવશે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા
Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ
આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર
Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની
Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ