comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Multibagger Stock: નબળા માર્કેટની વચ્ચે દોરા બનાવનાર કંપની બરોડા રેયોન કોર્પોરેશનના શેરમાં અપર સર્કીટ

03 ઓક્ટોબર 2022, 06:48 PM

Multibagger Stock: નબળા માર્કેટની વચ્ચે દોરા બનાવનાર કંપની બરોડા રેયોન કોર્પોરેશનના શેરમાં અપર સર્કીટ

Multibagger Stock:  નબળા માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ દોરા બનાવનાર બરોડા રેયોન કોર્પોરેશનના શેરોમાં સતત ઘણા દિવસોથી અપર સર્કિટ જોવા મળી રહી છે. આજે 3 ઓક્ટોબરના આ શેર ફરી 222.90 રૂપિયાના ભાવ પર અપર સર્કિટ પર બંધ થયો છે. તેના શેરોનું આ રેકોર્ડ હાઈ છે.

છેલ્લા ચાર મહિનામાં તેના રોકાણકારોની સંપતિમાં વધુ વધારો થયો છે અને તે મલ્ટીબેગર સાબિત થયો છે. આજની વાત કરીએ તો તેમાં અપર સર્કિટ જોવા મળી છે, જ્યારે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ એક ટકાના વધુ ઘટાડા સાથે 56,788.81 પર બંધ થયો છે.

PhonePe IPO: દિગ્ગજ પેમેન્ટ્સ અને ફાયનાન્શિયલ સર્વિસિઝ કંપની PhonePe એ આઈપીઓ લાવવા મહત્વનો પડાવ કર્યો પાર

ચાર મહિનામાં 48 ટકા વધી સંપતિ

ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપની બરોડા રેયોનના શેર એક જૂન 2022ના 4.64 રૂપિયાના ભાવ પર હતા જે આજે લગભગ 48 ટકા વધીને 222.90 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા. તેનો અર્થ એ છે કે ચાર મહિના પહેલા જો તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે 4703.88 ટકા ઉછળીને 48 લાખ રૂપિયા બની જાત. તેની માર્કેટ કેપ 510.69 કરોડ રૂપિયા છે.

કંપની વિશે ડિટેલ્સ

બરોડા રેયોનની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ તે વિસ્કોસ ફિલામેન્ટ દોરા, નાયલોન દોરા અને બાઈ પ્રોડક્ટ બનાવે છે. તે લગભગ 64 વર્ષ જુની કંપની છે. કંપનીની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂન 2022માં કંપનીને 65.8 લાખ રૂપિયાનું નેટ પ્રોફિટ થયો હતો જ્યારે 1.38 કરોડ રૂપિયાની રેવેન્યુ પ્રાપ્ત કરી હતી.

ડિસ્ક્લેમર: (અહ્યાં પ્રાપ્ત કરાવવામાં આવેલી જાણકારી માત્ર સૂચના હેતુથી આપવામાં આવી રહી છે. એ જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમના આધારે છે. રોકાણકાર તરીકે પૈસા લગાવવા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લેવી. મનીકન્ટ્રોલ તરફથી કોઇ પણને પૈસા લગાવવાની ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવતી.)

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા
Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ
આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર
Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની
Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ