comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Independence Day 75: બજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે આ 13 સ્ટોક અને 1 ઈન્ડેક્સે 1 વર્ષમાં આપ્યું મલ્ટીબેગર રિટર્ન

15 ઓગસ્ટ 2022, 01:26 PM

Independence Day 75: બજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે આ 13 સ્ટોક અને 1 ઈન્ડેક્સે 1 વર્ષમાં આપ્યું મલ્ટીબેગર રિટર્ન

છેલ્લા સ્વતંત્રતા દિવસથી આજ સુધી 1 વર્ષના સમયગાળામાં બજારે ઓક્ટોબર 2021માં તેનો રેકોર્ડ હાઈ હિટ કર્યો. ત્યાર બાદથી તમામ કારણોના કારણે હજુ સુધી બજાર બીજી વખત તે લેવલને પ્રાપ્ત કરવામાં સફળ થયું નથી. સ્થાનિક અને ખાસ કરીને ગ્લોબલ ફ્રન્ટ પર એવી ઘટનાઓ થઈ છે જેના દ્વારા બજારમાં ભારે કરેક્શન આવ્યું છે અને ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. પરંતુ આ પછી આ સમયગાળામાં 13 સ્ટોક અને 1 ઈન્ડેક્સ એવો રહ્યો છે જેમાં 1 વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

સેન્સેકસ અને નિફ્ટીમાં છેલ્લા 1 વર્ષમાં તમામ ઉતાર-ચઢાવ પછી 7 ટકાનું રિટર્ન આપ્યું છે જ્યારે આ સમયગાળામાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સે 8 ટકા અને 6 ટકા રિટર્ન આપ્યું છે.

કોવિડ-19 પછી હેલ્ધી રિટર્ન પછી બજારમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 18 ટકાથી વધુનું કરેક્શન જોવા મળ્યું અને જૂન 2022માં તેણે તેમું નવું 52 સપ્તાહ લો બનાવ્યું. આ વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડેક્સોએ એક વખત ફરીથી રેકોર્ડ હાઈ પ્રાપ્ત કરવા માટે 2 અસફળ પ્રયત્ન પણ કર્યા. આ બંને પ્રયત્નોથી અસફળતામાં કોરોનાની ત્રીજી લહેર અને યુક્રેન-રુસ યુદ્ધ મોટું કારણ બન્યું.

સ્વતંત્રતાના દિવસે SBI એ ગ્રાહકોને આપ્યો ઝટકો, MCLR માં વધારો કરતા મોંઘી થઈ તમામ લોન

હવે એક વખત ફરી બજાર તેજી માટે તૈયાર જોવા મળે છે અને તેના ઐતિહાસિક સ્તરો તરફ વધી રહ્યું છે. બજારનો આ પ્રયત્ન પણ સફળ થશે કે નહીં?તે આપણા માટે મોટો સવાલ છે પરંતુ માર્કેટ એનાલિસ્ટનું કહેવું છે કે ગ્લોબલ સ્થિતિઓમાં સકારાત્મક સુધારો જોતા લાગે છે કે આ કેલેન્ડર યરના અંત સુધી બજારમાં એક વખત ફરી નવો હાઈ બની શકે છે. પરંતુ તેના માટે શરત એ જ છે કે ચીન અને તાઈવાનને લઈને કોઈ મોટો સંઘર્ષ શરુ ન થવો જોઈએ.

છેલ્લા સ્વતંત્રતા દિવસથી હજુ સુધી બજારમાં 13 મલ્ટીબેગર સ્ટોક જોવા મળ્યા છે. આ સ્ટોક  BSE50 ઈન્ડેક્સમાં સમાવેશ થાય છે. આ 13 સ્ટોકમાંથી 4 સ્ટોક અદાણી ગ્રુપ સાથે સંબંધિત છે. તેના પર નજર કરીએ તો  Adani Power માં છેલ્લા સ્વતંત્રતા દિવસથી હજુ સુધી 305 ટકા,Adani Total Gas માં  276 ટકા,Adani Transmission માં 276 ટકા અને  Adani Green Energy માં 137 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ રીતે Tata Teleservice (Maharashtra), Tata Elxsi, Schaeffler India, Elgi Equipments, Fine Organics Industries, Bharat Dynamics, Hindustan Aeronautics, Gujarat Flurochemicals અને  Gujarat Narmada Valley Fertilizers & Chemicals માં 105-169 ટકાની તેજી જોવા મળી છે.

આ સિવાય Timken India, Adani Enterprises, Varun Beverages, India Hotels Company, Chalet Hotels, Deepak Fertilizers and Petrochemicals Corporation, Linde India અને Brightcom Group માં 90

ટકાથી વધુ તેજી જોવા મળી છે.

આ શેરા સિવાય એક એવો પણ ઈન્ડેક્સ છે જે આ મલ્ટીબેગર લિસ્ટમાં તેનો સમાવેશ થાય છે. SME IPO ઈન્ડેક્સ એક એવું ઈન્ડેક્સ છે જેણે છેલ્લા સ્વતંત્રતા દિવસથી અત્યાર સુધીમાં 155 ટકાની તેજી જોવા મળી છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નિફ્ટીમાં 17350-17500ના સ્તર હજૂ પણ શક્ય: જીયોજીત ફાઇનાન્શિયલના આનંદ જેમ્સ નિફ્ટીમાં 17350-17500ના સ્તર હજૂ પણ શક્ય: જીયોજીત ફાઇનાન્શિયલના આનંદ જેમ્સ
 Max HealthCare બાદ KKR મણિપાલ હોસ્પિટલ્સમાં ખરીદી શકે છે હિસ્સેદારો, મનીકન્ટ્રોલ એક્સક્લુઝિવ Max HealthCare બાદ KKR મણિપાલ હોસ્પિટલ્સમાં ખરીદી શકે છે હિસ્સેદારો, મનીકન્ટ્રોલ એક્સક્લુઝિવ
OPEC+ ની બેઠકમાં નિર્ણય પહેલા કાચા તેલની કિંમતોમાં તેજી OPEC+ ની બેઠકમાં નિર્ણય પહેલા કાચા તેલની કિંમતોમાં તેજી
ફેસ્ટિવ સીઝનમાં સોનાનો ભાવ પહોંચશે આસમાને, ભારતના વૉલ્ટ્સમાં માત્ર અમૂક કિલો સોનું ફેસ્ટિવ સીઝનમાં સોનાનો ભાવ પહોંચશે આસમાને, ભારતના વૉલ્ટ્સમાં માત્ર અમૂક કિલો સોનું
Suzlon રાઇટ્સ ઇશ્યૂ પહેલા જ નવા CMDનું નામ જાહેર કરી શકે: સૂત્ર Suzlon રાઇટ્સ ઇશ્યૂ પહેલા જ નવા CMDનું નામ જાહેર કરી શકે: સૂત્ર