comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Market next week: ગયા સપ્તાહે બજારમાં જોવા મળ્યું કંસોલિડેશન, Expert થી જાણીએ આવતા સપ્તાહે કેવી રહેશે તેની ચાલ

02 જુલાઈ 2022, 02:58 PM

Market next week: ગયા સપ્તાહે બજારમાં જોવા મળ્યું કંસોલિડેશન, Expert થી જાણીએ આવતા સપ્તાહે કેવી રહેશે તેની ચાલ

01 જૂલાઈના પૂરા થતા સપ્તાહમાં ભારે ઉતાર-ચઢાવની વચ્ચે ઈન્ડિયન બેન્ચમાર્ક ઈન્ડેક્સ મામુલી તેજી સાથે બંધ થયું. રુપિયામાં ઐતિહાસિક ઘટાડો, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, પેટ્રોલિયમ પ્રોડક્ટસ ઉપર એક્સપોર્ટ ડ્યુટી લગાવી અને મિશ્ર ગ્લોબલ સંકેતો વચ્ચે રોકાણકારો પરેશાન જોવા મળ્યા. જો કે જીએસટીમાં સારી વસૂલી અને જૂનના મજબૂત ઓટો વેચાણથી બજારને સપોર્ટ મળ્યો.

સપ્તાહના અંતે Sensex 179.95 અંક એટલે કે 0.34 ટકાના વધારા સાથે 52907.93ની સપાટીએ બંધ થયું. ત્યારે Nifty 52.75 અંક એટલે કે 0.33 ટકાના વધારા સાથે 15752ની સપાટીએ બંધ થયું છે. જો કે જૂન મહિનામાં સેન્સેક્સમાં 4.5 ટકા અને નિફ્ટીમાં 4.8 ટકાના ઘટાડા સાથે બંધ થયું

છેલ્લા સપ્તાહે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય બજારમાં 6836.71 કરોડ રૂપિયાની વેચવાલી કરી જ્યારે આ સમયગાળામાં સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 5926.47 કરોડ રૂપિયાની ખરીદદારી કરી. ત્યારે જૂન મહિનામાં FII તરફથી 58112.37 કરોડની વેચવાલી જોવા મળી જ્યારે DII તરફથી 46599.23 કરોડ રૂપિયાની ખરીદદારી જોવા મળી.

આ સપ્તાહે ડૉલરની સામે રૂપિયો ઘટાડો ચાલુ રહ્યો. પહેલી વખત ડૉલરની સામે રૂપિયો 79ના સ્તરને પાર કરી દીધું અને 79.11 નો નવો રેકોર્ડ લો બનાવ્યો. સપ્તાહના અંતમાં ડૉલરની સામે રૂપિયો સાપ્તાહિક આધારે 70 પૈસાના ઘટાડાની સાથે 79.04ના સ્તર પર બંધ થયો છે. જણાવી દઇએ કે 24 જૂનના ડૉલરની સામે રૂપિયો 78.34ના સ્તર પર બંધ થયો હતો.

સેબીએ ક્રેડિટ ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફરમાં ગોટાળા માટે PGIM AMC અને તેના CEO, ફંડ મેનેજર્સ પર ફટકાર્યો દંડ

આગળ કેવી રહેશે બજારની ચાલ

શૅરખાનના ગૈરાવ રત્નપારખીનું કહેવું છે કે છેલ્લા સપ્તાહે બજારની શરૂઆત મજબૂતીની સાથે થઇ પરંતુ આ તેની તેજી કાયમ ન રાખી શક્યું. આ આખા સપ્તાહમાં બજારમાં કંસોલિડેશન જોવા મળ્યું અને સપ્તાહના છેલ્લા દિવસે બન્ને સાઇડમાં સ્વિંગ જોવા મળ્યું.

નિફ્ટી માટે નજીકનો શોર્ટ ટર્મ સપોર્ટ 15700-15660ની નજીક હતો. જોકે 1 જુલાઇના નિફ્ટીએ તેનો આ સપોર્ટ તોડી દીધો. હવે આ માટે 15500ની નજીક સપોર્ટ નજર આવી રહ્યો છે. બજારના ઓવર ઓલ માળખાથી સંકેત મળી રહ્યા છે કે આવનારા કારોબારી સત્રમાં નિફ્ટી 15500-15900ની રેન્જમાં કંસોલિડેશન કરતો દેખાઇ શકે છે. 15900-16000ના ઝોનમાં પહોંચવા પર નિફ્ટીમાં વેચવાલીનું દબાણ દેખાઇ શકે છે. ત્યારે જો નિફ્ટી 15600-15500ની તરફ જશે તો ખરીદદારીની તક રહેશે.

સેમકો સિક્યોરિટીઝના યેશા શાહનું કહેવું છે કે આવતા સપ્તાહે બજારમાં ઉતાર-ચઢાવ કાયમ રહેવાની શક્યતા છે. રોકાણકારોની નજર FOMCના મિનિટ પર રહેશે. આ સિવાય આવતા સપ્તાહે આવનારા ચાઇનાના મોંઘવારી આંકડા પર પણ દુનિયાભરના બજારોની નજર રહેશે. સ્થાનિક બજાર પર નજર નાખો તો હવે નાણાંકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકના પરિણામ માર્કેટનું સેન્ટિમેન્ટ નક્કી કરશે.

TVS Motor એ જુનમાં વેચી 22% વધારે ગાડીઓ, જાણો શું છે જેપી મૉર્ગનની સલાહ

બજાર શોર્ટ ટર્મ બેરિશ બનેલું છે. જોકે નિફ્ટીએ તેના ગ્લોબલ પિયર્સની સરખામણીમાં સારૂ પ્રદર્શન કર્યું છે. હવે નિફ્ટી માટે ઉપર તરફ 15930 પર મોટી અડચણ નજર આવી રહી છે. આનો શોર્ટ ટર્મ ટ્રેન્ડની દિશા નક્કી કરવા માટે નિફ્ટીને આ અડચણ તોડવી પડશે. જ્યાં સુધી નિફ્ટી આ સ્તરને તોડીને ઉપર નથી આવતું ત્યાં સુધી નેગેટિવ આઉટલૂકની સાથે નિફ્ટી પર અમારો વ્યૂ ન્યુટ્રલ છે. જ્યાં સુધી ગ્લોબલ સેન્ટિમેન્ટ નેગેટિવ બનેલું રહેશે ત્યાં સુધી ભારતીય બજાર પણ નેગેટિવ રહેશે.

સ્વતંત્ર ટેક્નિકલ એનાલિસ્ટ મનીષ શાહનું કહેવું છે કે કોઇ મોટી રેલી માટે નિફ્ટીને હવે 15950-16000નું સ્તર તોડીને ઉપર ટકવું પડશે. એવું લાગી રહ્યું છે કે નિફ્ટી આ બ્રેકઆઉટના પહેલા પોતાના માટે બેસ બનાવી રહ્યું છે. આવતા સપ્તાહે નિફ્ટી 15950-15650ની વચ્ચે દેખાઇ શકે છે. નિફ્ટી એક વખત 16000ની ઉપર ગયા બાદ અમારી એગ્રેસિવ બાઇંગની સલાહ રહેશે.

વીકલી ચાર્ટ પર નિફ્ટીએ એક લૉન્ગ લોઅર શેડોની સાથે રેડ કેન્ડલ બનાવ્યું છે. વર્તમાનમાં નિફ્ટી માટે 15700 પર સપોર્ટ નજર આવી રહ્યું છે. ત્યારે નીચેની તરફ આ માટે 15300-15250 પર બીજો મોટો સપોર્ટ છે. 

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
SBI પર ઘરેલૂ બ્રોકરેજ હાઉસ બુલિશ, પ્રભુદાસ લીલાધરે આપી ખરીદારીની સલાહ SBI પર ઘરેલૂ બ્રોકરેજ હાઉસ બુલિશ, પ્રભુદાસ લીલાધરે આપી ખરીદારીની સલાહ
Yes Bank ના શેરોમાં આવ્યો 5% થી વધારાનો ઉછાળો, જાણો શું છે કારણ Yes Bank ના શેરોમાં આવ્યો 5% થી વધારાનો ઉછાળો, જાણો શું છે કારણ
September Auto Sales: તહેવારોની સિઝનમાં જોશ, સપ્ટેમ્બરમાં મહિનામાં રિટેલ વેચાણમાં વર્ષના આધાર પર 11% નો વધારો September Auto Sales: તહેવારોની સિઝનમાં જોશ, સપ્ટેમ્બરમાં મહિનામાં રિટેલ વેચાણમાં વર્ષના આધાર પર 11% નો વધારો
Multibagger Stock: વઘારે કમાણી માટે આ મલ્ટિબેગરમાં કરો રોકાણ, માત્ર 14000ના રોકાણ પર બન્યા કરોડપતિ Multibagger Stock: વઘારે કમાણી માટે આ મલ્ટિબેગરમાં કરો રોકાણ, માત્ર 14000ના રોકાણ પર બન્યા કરોડપતિ
PM Kisan Samman Nidhi: આ ખેડૂતોના ફસાઈ શકે છે 2000 રૂપિયા, જાણો શું છે મોટું કારણ PM Kisan Samman Nidhi: આ ખેડૂતોના ફસાઈ શકે છે 2000 રૂપિયા, જાણો શું છે મોટું કારણ