comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Adani Greenને શ્રીલંકામાં 2 પ્રોજેક્ટની મળી મંજૂરી, અદાણી ગ્રીનના શેરમાં આજે આવ્યો 8.3 ટકાનો ઉછાળો

19 ઓગસ્ટ 2022, 05:36 PM

Adani Greenને શ્રીલંકામાં 2 પ્રોજેક્ટની મળી મંજૂરી, અદાણી ગ્રીનના શેરમાં આજે આવ્યો 8.3 ટકાનો ઉછાળો

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો શેર આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે 8.3 ટકા ઉછળીને 2,248.4 રુપિયા પર પહોંચી ગયો. શ્રીલંકાએ બુધવારે બે વીન્ડ પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપની કંપનીને અસ્થાયી મંજૂરી આપી. તેની અસર આજે આ સ્ટોકના કારોબારમાં જોવા મળ્યો.

શ્રીલંકાની જાહેરાત પછી સ્ટોકમાં 11.5 ટકાની તેજી આવી છે. બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ બીએસઈ પર શેર 5.75 ટકા વધીને 2,425.85 રુપિયા પર કારોબાર કરતો જોવા મળ્યો.
આજનો દિવસ અદાણી ગ્રુપની કંપનીઓ માટે સારો રહ્યો છે કારણકે ગ્રુપની ત્રણ કંપનીઓના શેર રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરતા જોવા મળ્યા. આજે બજારમાં અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝના શેર બજાર ખુલતા જ તેજી જોવા મળતા ઊંચાઈ પર પહોંચી ગયા.

શ્રીલંકાની ઊર્જા અને વીજળી મંત્રી કંચના વિજેસેકારા (Energy and Power Minister of Sri Lanka Kanchana Wijesekara) એ 16 ઓગસ્ટના ટ્વીટ કરીને કહ્યું કે અદાણી સમૂહને દેશના ઉતર પ્રાંતમાં 50 કરોડ ડોલરથી વધુ રોકાણ માટે 286 મેગાવોટ અને 234 મેગાવોટની બે વીન્ડ પ્રોજેક્ટ માટે અસ્થાયી મંજૂરી આપી છે.

એક અન્ય ટ્વીટમાં, વિજેસેકારાએ કહ્યું, “CEB Actમાં સંશોધનના કારણે વિલંબિત 46 પરિયોજનાઓમાંથી 21 માટે આવતા સપ્તાહે પીપી સમજૂતી કરવામાં આવશે. EOI થી 26 રિન્યુએબલ પ્રસ્તાવ છે જેણે ગ્રિડ મંજૂરી અને ટ્રાન્સમિશન પ્લાન્સને અસ્થાયી મંજૂરી આપી હતી. આ સિવાય અન્ય પ્રસ્તાવો પર 30 દિવસની અંદર મૂલ્યાંકન કરવામાં આવે છે.”

તેનાથી શ્રીલંકાના ઊર્જા ક્ષેત્રમાં અમદાવાદ સ્થિત રિન્યુએબલ એનર્જી કંપની દ્વારા બે રોકાણ કરવા માટેની પહેલી અધિકારિક પુષ્ટિ છે.

સીઈબીના એક વરિષ્ઠ અધિકારીએ ગયા વર્ષે કહ્યું હતું કે અદાણી ગ્રુપ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સ્ટ્રેટેજિક કોલંબો પોર્ટના વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલના વિકાસ અને સંચાલન માટે એક સમજૂતી કર્યા પછી જ શ્રીલંકાની ઊર્જા અને પવન ક્ષેત્રમાં રોકાણની સંભાવનાની ચકાસી રહ્યું છે.

ડિસ્ક્લેમર: (અહ્યાં પ્રાપ્ત કરાવવામાં આવેલી જાણકારી માત્ર સૂચના હેતુથી આપવામાં આવી રહી છે. એ જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમના આધારે છે. રોકાણકાર તરીકે પૈસા લગાવવા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લેવી. મનીકન્ટ્રોલ તરફથી કોઇ પણને પૈસા લગાવવાની ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવતી.)

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Bangaluru માં આવતા ત્રણ દિવસ સુધી ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી રિક્ષા સેવાઓ પર Bangaluru માં આવતા ત્રણ દિવસ સુધી ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી રિક્ષા સેવાઓ પર
વૈશ્વિક બજારની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ઘણું મજબુત: નિપુણ મહેતા વૈશ્વિક બજારની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ઘણું મજબુત: નિપુણ મહેતા
Dealing Room Check: આજે બેન્કિંગ અને કેમિકલના સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ Dealing Room Check: આજે બેન્કિંગ અને કેમિકલના સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ
TCS ના બીજા ત્રિમાસિકના પરિણામો પર બ્રોકરેજોનું અનુમાન, આવકમાં થઈ શકે છે 17 ટકાનો વધારો TCS ના બીજા ત્રિમાસિકના પરિણામો પર બ્રોકરેજોનું અનુમાન, આવકમાં થઈ શકે છે 17 ટકાનો વધારો
જુલિયસ બેરના માર્ક મેથ્યુઝ ભારતીય શેરબજારમાં લગાવી રહ્યા મોટો દાંવ, જાણો કારણ જુલિયસ બેરના માર્ક મેથ્યુઝ ભારતીય શેરબજારમાં લગાવી રહ્યા મોટો દાંવ, જાણો કારણ