comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Adani Enterprises નિફ્ટી50માં સામેલ થવા વાળી અદાણી ગ્રુપની બીજી કંપની, જાણો શું બદલાશે Adani Enterprises માટે

30 સપ્ટેમ્બર 2022, 12:46 PM

Adani Enterprises નિફ્ટી50માં સામેલ થવા વાળી અદાણી ગ્રુપની બીજી કંપની, જાણો શું બદલાશે Adani Enterprises માટે

અદાણી ગ્રૂપ (Adani Group)ની દિગ્ગજ કંપની અડાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) સતત તેના કારોબારને વિસ્તાર કરી રહી છે અને નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહી છે. તેની સાથે અદાણી ગ્રૂપના એક વધું ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે. 30 સપ્ટેમ્બર એટલે કે આજથી શ્રી સિમેન્ટ (Shree Cements)ને બદલે ઘરેલૂ ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 (nifty 50)માં સામેલ થવા વાળી તે અડાણી ગ્રુપની બીજી કંપની છે.

તેના પહેલા અદાણી પોર્ટ એન્ડ એસઈજેડ પણ તેમાં સામેલ થઈ ગઇ છે. જો કે તેની અસર આજે તેના શેરો પર હજી નથી જોવા મળી રહી અને તેમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ શેર બીએસઈ પર 3453 રૂપિયાના ભાવ (Adani Enterprises Share prices) પર ટ્રેડ થઈ રહ્યો છે.

શું બદલાશે અડાણી એન્ટરપ્રાઈઝ માટે?

ઘરેલૂ બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના અનુસાર નિફ્ટી 50માં સામેલ થયા બાદ અડાણી એન્ટરપ્રાઈઝના શેરની ખરીદારી વધી જશે અને 1760 કરોડ રૂપિયાના શેર માત્ર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)ના ફંડ મેનેજર ખરીદશે. ફંડ મેનેજર અદાણી એન્ટરપ્રાઈઝની ખરીદારી આવા ઈટીએફ માટે કરેશે જે નિફ્ટીને ટ્રેક કરે છે.

રોકાણ માટે આકર્ષક

અદાણી ગ્રુપના ચેરમેન અને ફાઉન્ડર, ગૌતમ અદાણીએ હાલમાં આવતા દસ વર્ષોમાં 10,000 કરોડ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી જેમાં ફોકસ ગ્રીન એનર્જી સ્પેસ પર રહેશે. તેમાંથી વધારે પૈસાનું અદાણી એન્ટપ્રાઇઝની સબ્સિડિયરી અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેના દ્વારા રોકાણ થશે. આ સબ્સિડિયરી રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈ ડ્રોઝન અને અમોનિયા, યૂરિયા અને મેથેનૉલ જેવા ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટ પર કામ કરે છે. તેના સિવાય અદાણી એન્ટરપ્રાઈઝ એરપોર્ટ, ડેટા સેન્ટર્સ, બિલ્ડિંગ રોડ અને ડિફેન્સ ઇક્વિપમેન્ટથી સંબંધિત કારોબારમાં પણ છે. આવામાં એનાલિસ્ટ અનુસાર શૉર્ટથી મીડિયમ માટે અદાણી એન્ટરપ્રાઈઝ રોકાણ માટે આકર્ષક છે.

11મી સૌથી મોટી લિસ્ટેડ કંપની છે Adani Enterprises

છેલ્લા ત્રણ વર્ષોમાં અદાણી એન્ટપ્રાઇઝના શેર ખૂબ વધ્યો છે અને આ વર્ષની વાત કરે તો તે લગભગ 102 ટકા મજબૂત થયો છે. ત્રણ વર્ષમાં આ લગભગ 2400 ટકા ઉછળ્યો છે જ્યારે આ દરમિયાન નિફ્ટીમાં મહજ 46 ટકાની તેજી રહી. આ તેજીના દમ પર અદાણી એન્ટરપ્રાઈઝ માર્કેટ કેપના હિસાબથી દેશની 11મી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ 4.1 લાખ કરોડ રૂપિયા છે.

Niftyમાં હવે માત્ર એક સિમેન્ટ કંપની

અદાણી એન્ટપ્રાઇઝને શ્રી સિમેન્ટના સ્થાન પર નિફ્ટી 50 માં જગ્યા મળી છે. શ્રી સિમેન્ટ આ ગ્રુપમાં 27 માર્ચ 2020ને સામેલ થઈ હતી અને ત્યારથી અત્યા સુધી તે 21 ટકા મજબૂત થયો છે. તેના બહાર આવ્યા બાદ અત્યાર સુધી નિફ્ટી 50 માં માત્ર સિમેન્ટ કંપની અલટ્રાટેક સિમેન્ટ (ultra Tech Cement) છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સરકાર દ્વારા ઈન્ફ્રા પર થતો ખર્ચ તેની લાંબી અસર રહેશે: દેવેન ચોક્સી સરકાર દ્વારા ઈન્ફ્રા પર થતો ખર્ચ તેની લાંબી અસર રહેશે: દેવેન ચોક્સી
Rekha Jhunjhunwalaના રોકાણ વાળા શેરમાં 3 ટકાથી વધુની તેજી, જાણો બ્રોકરેજ ફર્મોની સલાહ Rekha Jhunjhunwalaના રોકાણ વાળા શેરમાં 3 ટકાથી વધુની તેજી, જાણો બ્રોકરેજ ફર્મોની સલાહ
રેલ કંપનીઓમાં આવી સારી ખરીદારી, RVNL માં 10% ની અપર સર્કિટ, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ રેલ કંપનીઓમાં આવી સારી ખરીદારી, RVNL માં 10% ની અપર સર્કિટ, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ
વાંધાજનક tweetને કારણે વિવાદોમાં ઘેરાયા PR Sundar, લોકોએ કહ્યું- વાંધાજનક tweetને કારણે વિવાદોમાં ઘેરાયા PR Sundar, લોકોએ કહ્યું- "વર્ષનું સૌથી અશ્લીલ ટ્વિટ"
Tyre Stocksમાં રોકાણકારોની ચાંદી! Apollo Tyres રેકોર્ડ હાઈ પર, Ceat 52 સપ્તાહના ઉપરી સ્તર પર પહોંચી Tyre Stocksમાં રોકાણકારોની ચાંદી! Apollo Tyres રેકોર્ડ હાઈ પર, Ceat 52 સપ્તાહના ઉપરી સ્તર પર પહોંચી