comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

50 સ્મૉલકેપ શેરો 10-28% ભાગ્યા, જાણો આગળ બજારમાં રહેશે તેજી કે મંદી

13 ઓગસ્ટ 2022, 02:49 PM

50 સ્મૉલકેપ શેરો 10-28% ભાગ્યા, જાણો આગળ બજારમાં રહેશે તેજી કે મંદી

Market Next Week: 12 ઓગસ્ટના સમાપ્ત થયેલા સપ્તાહમાં સેન્સેક્સ-નિફ્ટી લગાતાર ચોથા સપ્તાહે બજાર પર બંધ થયા છે. અમેરિકામાં મોંઘવારી પર લગામ લગાવાના ચાલતા ગ્લોબલ સંકેત પણ પૉઝિટીવ થઈ ગયા છે. તેના સિવાય ઘરેલૂ બજારમાં એફઆઈઆઈની તરફથી આવી ખરીદારીએ પણ બજારના સેટીમેંટને સુધાર્યા છે. સારા મોનસૂન અને પહેલા ક્વાર્ટરના સારા પરિણામોએ બજારમાં જોશ ભર્યુ છે.

12 ઓગસ્ટના સમાપ્ત થયેલા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ 1074.85 અંક એટલે કે 1.84 ટકાના વધારાની સાથે 59462.78 ના સ્તર પર બંધ થયા. જ્યારે નિફ્ટી 300.7 અંક એટલે કે 1.72 ટકા વધારાની સાથએ 17,698.2 ના સ્તર પર બંધ થયા. જુલાઈની બાદથી સેન્સેક્સ અને નિફ્ટીમાં 3 ટકાથી વધારાનો વધારો જોવાને મળ્યો છે.

અલગ-અલગ સેક્ટર પર નજર કરીએ તો ગત સપ્તાહે બીએસઈ મેટલ ઈંડેક્સમાં 5 ટકાનો વધારો જોવાને મળ્યો છે. જ્યારે કેપિટલ ગુડ્ઝ ઈંડેક્સમાં 4 ટકા, પાવર ઈંડેક્સમાં 3.6 ટકાનો વધારો જોવાને મળ્યો. ત્યારે બીએસઈ FMCG ઈંડેક્સ 1 ટકા તૂટયો છે.

એફઆઈઆઈ ભારતીય બજારમાં નેટ બાયર રહ્યા છે. ગત સપ્તાહે એફઆઈઆઈએ ભારતીય બજારથી 7,850.12 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે જ્યારે ડીઆઈઆઈએ 2,478.19 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. ત્યારે ઓગસ્ટમાં એફઆઈઆઈએ અત્યાર સુધી 14,841.66 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. જ્યારે ડીઆઈઆઈએ 4243.78 કરોડ રૂપિયા વેચવાલી કરી છે.

ઈંડિપેંડેંટ ટેક્નિકલ એનાલિસ્ટ મનીષ શાહનું કહેવુ છે કે આ સપ્તાહે નિફ્ટી વીકલી ટાઈમ ફ્રેમ પર એક લૉન્ગ ગ્રીન કેંડલની સાથે બંધ થયા છે. આ નિફ્ટી માટે એક મોટો સપોર્ટ છે. કારણકે આ લગાતાર ચોથા સપ્તાહે વધારાની સાથે બંધ થયા છે. તેનીની ગતિ થોડી ધીમી છે પરંતુ આ ગતિમાં મજબૂતીના સંકેત દેખાય રહ્યા છે. હવે આગળ નિફ્ટીમાં અમે 17850-17900 ના સ્તર જોવાને મળી શકે છે. જો તે લેવલ પણ પાર થાય છે તો આગળ વધારો 18600 સુધી જઈ શકે છે.

ગત સપ્તાહે 50 સ્મૉલકેપ સ્ટૉકમાં 10-28 ટકાની તેજી જોવાને મળી. તેમાં Wonderla Holidays, TGV Sraac, Forbes Gokak, Chemicals, BEML, Capacite Infraprojects, Diamines and Chemicals, Fairchem Organics, Gayatri Projects, Jagran Prakashan ના નામ શામેલ છે.

જ્યારે બીજી તરફ Everest Kanto Cylinder, Dynemic products, Birla Tyres, Future Retail, Sandur Managanese and Iron Ores and Kirloskar Brothers જૈવા સ્મૉલકેપ શેરોમાં 15-33 ટકાનો ઘટાડો જોવાને મળ્યો છે.

આવતા સ્પતાહ કેવી રહી શકે છે બજારની ચાલ

Kotak Securities ના અમોલ અઠાવલેનું કહેવુ છે કે નિફ્ટીએ વીકલી ચાર્ટ પર એક બુલિશ કેંડલ બનાવી લીધી છે જે વર્તમાન લેવલથી વધારે તેજી આવવાના સંકેત છે. જો કે નિફ્ટી માટે ઊપરની તરફ 17,900-18,000 અને સેન્સેક્સ માટે 60,000-60,300 પર રજિસ્ટેંસ જોવામાં આવી રહ્યા છે. ત્યારે, Stochastic અને RSI જેવા મોમેન્ટમ ઈંડિકેટર ઊપરી લેવલ પર થોડી નફાવસૂલીના પણ સંકેત આપી રહ્યા છે.

અમોલ અઠાવલેએ આગળ કહ્યુ કે બજારમાં આ સમય અસ્થાયી ઓવરબૉટ સ્થિતિ જોવામાં આવી રહી છે. એવામાં નિયર ટર્મમાં સિમિત દાયરામાં કારોબાર થઈ શકે છે. નીચેની તરફ નિફ્ટી માટે 17,400-17,300 અને સેન્સેક્સ માટે 58500-58200 પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. ટ્રેડરો માટે ઘટાડા પર ખરીદી અને રેલીમાં વેચવાલી સૌથી સારી રણનીતિ રહેશે.

શેરખાનના ગૌરવ રત્નપારખીનું કહેવુ છે કે નિફ્ટીમાં લગાતાર ચોથા સપ્તાહે વધારો જોવાને મળ્યો છે અને તેજીના આ ક્રમમાં તેના તમામ શૉર્ટ ટર્મ બાધાઓ પાર કરી લીધી છે અને તે પોતાના મહત્વ ટ્રેંડલાઈનની નજીક પહોંચી ગયા. લેવલની વાત કરીએ તો 17750-17800 ના ઝોન નિફ્ટી માટે ટ્રેંડ ડિસાઈડરનું કામ કરશે. એવામાં શૉર્ટ ટર્મ ટ્રેડરોને સલાહ રહેશે કે વચ્ચે-વચ્ચેમાં નફાવસૂલી કરતા રહ્યા જ્યારે પોજિશનલ ટ્રેડર્સને સલાહ રહેશે કે તે પોતાની પોજિશનમાં બની રહો.

Religare Broking ના અજીત મિશ્રાનું કહેવુ છે કે મંગળવારના બજાર સૌથી પહેલા IIP અને CPI જેવા મેક્રો ઈકોનૉમિક આંકડાઓ અને ગ્લોબલ સંકેતો પર રિએક્ટ કરશે. ગ્લોબલ બજારમાં હાલમાં આવેલી તેજી અને બધા સેક્ટરોમાં થઈ રહેલા રોટેશનલ બાઈંગથી બજારમાં અને તેજી આવવના સંકેત કાયમ છે. જો કે વચ્ચે-વચ્ચેમાં બજાર થોડી સુસ્તા જોવામાં આવી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખતા બજાર ભાગીદારોને પોતાની પોજિશન નક્કી કરવી જોઈએ.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Multibagger Stock: નબળા માર્કેટની વચ્ચે દોરા બનાવનાર કંપની બરોડા રેયોન કોર્પોરેશનના શેરમાં અપર સર્કીટ Multibagger Stock: નબળા માર્કેટની વચ્ચે દોરા બનાવનાર કંપની બરોડા રેયોન કોર્પોરેશનના શેરમાં અપર સર્કીટ
PhonePe IPO: દિગ્ગજ પેમેન્ટ્સ અને ફાયનાન્શિયલ સર્વિસિઝ કંપની PhonePe એ આઈપીઓ લાવવા મહત્વનો પડાવ કર્યો પાર PhonePe IPO: દિગ્ગજ પેમેન્ટ્સ અને ફાયનાન્શિયલ સર્વિસિઝ કંપની PhonePe એ આઈપીઓ લાવવા મહત્વનો પડાવ કર્યો પાર
મની મેનેજર: વ્યાજદર વધારા સમયે કઈ રીતે રોકાણ કરવા? મની મેનેજર: વ્યાજદર વધારા સમયે કઈ રીતે રોકાણ કરવા?
Sep Auto Sales | સપ્ટેમ્બરમાં Bajaj Auto ની કુલ વેચાણ 2% ઘટ્યો, કુલ 3.94 લાખ વાહન વેચ્યા Sep Auto Sales | સપ્ટેમ્બરમાં Bajaj Auto ની કુલ વેચાણ 2% ઘટ્યો, કુલ 3.94 લાખ વાહન વેચ્યા
નાયકા કંપનીએ બોનસ શેર જાહેર કરવા માટે પોસ્ટલ બેલેટ દ્વારા શેરહોલ્ડર્સની લેવી પડશે મંજૂરી નાયકા કંપનીએ બોનસ શેર જાહેર કરવા માટે પોસ્ટલ બેલેટ દ્વારા શેરહોલ્ડર્સની લેવી પડશે મંજૂરી