સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Adani Wilmar અને Star Health નો IPO અરજી સેબીએ કરી મંજૂર, જાણો મહત્વની વાતો

16 ઓક્ટોબર 2021, 02:36 PM

Adani Wilmar અને Star Health નો IPO અરજી સેબીએ કરી મંજૂર, જાણો મહત્વની વાતો

CNBC TV-18 ના સૂત્રોના હવાલેથી જાણકારી આપી છે કે સેબીએ Adani Wilmar અને Star Health ની આઈપીઓ અરજીને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે FMCG કંપની Adani Wilmar પોતાના આઈપીઓમાં ફ્રેશ ઈશ્યૂના દ્વારા 4500 કરોડ રૂપિયા એકઠા કરવા ઈચ્છે છે.
એટલુ પણ બતાવીને ચાલે કે Adani Wilmar ફૉર્ચુન બ્રાન્ડ નેમથી ખાવાનું તેલ બનાવે છે. આ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ અને Asian agri business Wilmar International ની વચ્ચે મળીને બની જોઈન્ટ વેંચર કંપની છે.

આ વચ્ચે એક બીજા સમાચારના મુજબ ભારતની સૌથી મોટી પ્રાઈવેટ હેલ્થ ઈંશ્યોરેંસ કંપની સ્ટાર હેલ્થ ઈંશ્યોરેંસે પણ સેબીમાં પોતાના આઈપીઓના પેપર દાખલ કર્યા હતા. હવે તેને પણ સેબીથી આ આઈપીઓ માટે પેપર દાખલ કર્યા હતા. હવે તેમને પણ સેબીથી આ આઈપીઓ માટે લીલી ઝંડી મળી ગઈ છે.

નોંધનિય છે કે હેલ્થ ઈંશ્યોરેંસ બજારમાં સ્ટાર હેલ્થની ભાગીદારી 15.8% ની આસપાસ છે. કંપની તેના પ્રસ્તાવિત IPO દ્વારા રૂ .5,500 કરોડ એકત્ર કરવા વિચારી રહી છે. કંપનીના આઇપીઓ ઇશ્યૂમાં 2000 કરોડનો નવો ઇશ્યૂ હશે જ્યારે 6,01,04,677 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર હશે. આ ઓફર ફોર સેલ દ્વારા, કંપનીના પ્રમોટરો અને હાલના શેરધારકો તેમનો હિસ્સો વેચશે.

આ ઑફર ફૉર સેલમાં Safecrop Investments India LLP 3,06,83,553 ઈક્વિટી શેરોનું વેચાણ કરશે જ્યારે Konark Trust 1,37,816 ઈક્વિટી શેરોનું વેચાણ કરશે. જ્યારે MMPL Trust 9,518 ઈક્વિટી શેરોનું વેચાણ કરશે જ્યારે Apis Growth 6 Ltd 76,80,371 ઈક્વિટી શેરોનું વેચાણ કરશે. આ રીતે Mio IV Star 41,10,652 ઈક્વિટી શેરોનું વેચાણ કરશે.

કંપની આ IPO ના નવા ઇશ્યૂની આવકનો ઉપયોગ કંપનીનો મૂડી આધાર વધારવા અને સોલવન્સી લેવલ જાળવવા માટે કરશે, જ્યારે ઓફર ફોર સેલમાંથી નાણાં આ ઓફરમાં વેચતા શેરધારકોને જશે.

નોંધપાત્ર બાબત એ છે કે, અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનો પણ સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સમાં હિસ્સો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
આ 5 ફેક્ટર બદલી શકે છે ઈંડિયન ઈકોનૉમીની દશા અને દિશા, તેના પર બની રહે નજર આ 5 ફેક્ટર બદલી શકે છે ઈંડિયન ઈકોનૉમીની દશા અને દિશા, તેના પર બની રહે નજર
આ મલ્ટીબેગર પેની સ્ટૉકે 3 મહીનામાં આપ્યા 1200% નું રિટર્ન, 1 લાખ રૂપિયા લગાવા વાળાને મળ્યા ₹13 લાખ આ મલ્ટીબેગર પેની સ્ટૉકે 3 મહીનામાં આપ્યા 1200% નું રિટર્ન, 1 લાખ રૂપિયા લગાવા વાળાને મળ્યા ₹13 લાખ
મોતીલાલ ઓસવાલના પસંદગીના સ્ટૉક, જેમાં 40% અપસાઈડની છે ઉમ્મીદ મોતીલાલ ઓસવાલના પસંદગીના સ્ટૉક, જેમાં 40% અપસાઈડની છે ઉમ્મીદ
Paytm Q2: નફો વધીને 473 કરોડ રૂપિયા પર પહોંચ્યો, આવકમાં 64% નો વધારો Paytm Q2: નફો વધીને 473 કરોડ રૂપિયા પર પહોંચ્યો, આવકમાં 64% નો વધારો
આ 8 શેર એવા છે જેમાં છેલ્લા 3 વર્ષોથી દર વખતે ડિસેમ્બર મહીનામાં જોવા મળી 10% થી વધારે તેજી આ 8 શેર એવા છે જેમાં છેલ્લા 3 વર્ષોથી દર વખતે ડિસેમ્બર મહીનામાં જોવા મળી 10% થી વધારે તેજી