comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા

02 ડિસેમ્બર 2022, 04:47 PM

માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા

નિપુણ મહેતાનું કહેવુ છે કે ટેક્સ કલેક્શન, ગ્રોથ જેવા સંકેત સ્થાનિક માર્કેટની તરફેણમાં છે. પરિણામો, FIIsના ફ્લો પણ ભારતની તરફેણમાં છે. ફેડ વ્યાજદરની ગતિ ધીમી કરશે એ પણ પોઝિટિવ સંકેત છે. આ તમામ કારણોને લીધે બજારમાં સારો ઉછાળો જોવા મળ્યો.

નિપુણ મહેતાના મતે ચીનની જગ્યાએ ભારતમાં ઉત્પાદન સેક્ટર આવ્યું તે પોઝિટિવ છે. વૈશ્વિક બજાર માટે ચીનનું લોકડાઉન, વિરોધ ચિંતા બની રહ્યું છે. વૈશ્વિક ગ્રોથમાં ચીનનો હિસ્સો ઘટશે. યુરોપની મંદી અને મોંઘવારી પણ ચિંતાનો વિષય છે. USનું સ્લોડાઉન પણ ચિંતાનો વિષય છે. સ્થાનિક પોઝિટિવ સંકેતને કારણે ભારતમાં તેજી છે.

નિપુણ મહેતાનું માનવું છે કે સપ્લાયના જે પડકારો હતા તે હવે દૂર થયા છે. વર્ષોથી આપણે ઊંચો મોંઘવારી દર નથી જોયો. વૈશ્વિક બજારમાં મોંઘવારી હોય તો તે આયાત નથી. હાલમાં બહારની સ્થિતિને કારણે મોંઘવારી આવી છે. રૂપિયો ધીમે ધીમે મજબૂત થઈ રહ્યો છે. કૉમોડિટી અને ક્રૂડમાં પણ ઘટાડો આવી રહ્યો છે. ઈંધણની મોંઘવારી આવનારા સમયમાં ઘટશે. ભારતમાં મોંઘવારીએ શિખર બનાવી દીધું હોય એવું લાગે છે.

Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ

નિપુણ મહેતાના મુજબ માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય. અત્યારની તેજીમાં મિડકેપ સ્મોલકેપની ભાગીદારી ઓછી છે. વૈશ્વિક બજારથી ચિંતા વધે તો બજારમાં ઘટાડો આવી શકે. આવા સમયે બજારમાં ખુબ સાવચેતીથી રોકાણ કરવું.

નિપુણ મહેતાનું કહેવુ છે કે PSU સેક્ટરની કંપનીઓના વેલ્યુએશન ઘણાં સસ્તા હતા. 6 વર્ષથી આ કંપનીઓમાં તેજી નથી જોઈ. ઘણી PSU કંપનીઓની બેલેન્સ શિટમાં સુધારો થયો છે. સરકારના ટેકાને કારણે રેલવે, ગેસ સેક્ટરમાં તેજી આવી. રેલવે કંપનીઓને હવે એક્સપોર્ટ માટે ઓર્ડર મળ્યા છે. PSU દ્વારા FPO આવતા હતા તેથી કિંમતો દબાયેલી રહેતી. સરકાર દ્વારા હાલમાં FPO પણ ઘણાં ઓછા આવ્યા છે. આ બધા કારણોથી PSU કંપનીઓમાં ઉછાળો આવ્યો છે.

નિપુણ મહેતાના મતે ખાનગી બેન્કોના પરિણામો છેલ્લાં ઘણાં સમયથી સારા આવ્યા. જેથી PSU અને પ્રાઈવેટ બેન્કના વેલ્યુએશનમાં ઘણો તફાવત હતો. હાલમાં આ તફાવત ઘણો ઓછો થઈ રહ્યો છે. પ્રાઈવેટ અને સરકારી બેન્કોમાં બેલેન્સ શિટ સુધરી છે. પ્રાઈવેટ બેન્ક દ્વારા સારી એવી રિટેલ લોન આપવામાં આવે છે. સરકારી બેન્કોની સ્થિતિ સુધરતા પ્રાઈવેટ બેન્કનો માર્કેટ શેર ઘટ્યો. આવનારા સમયમાં પ્રાઈવેટ બેન્કમાં ઓછી તેજી રહેશે.

નિપુણ મહેતાનું માનવું છે કે રિટેલ લેન્ડિંગમાં માર્જિન ઘટી રહ્યા છે. બેન્કો NBFCs કરતા ઓછા દરે નાણાં એકત્ર કરી શકે છે. માર્જિન ઘટવાને કારણે NBFCsમાં ઘટાડો રહ્યો. NBFCsમાં કંસોલિડેશન જોવા મળી શકે છે.

નિપુણ મહેતાના મુજબ ITમાં ભલે ઘટાડો હોય પણ કંપનીના ગ્રોથ પર અસર મર્યાદિત છે. USમાં મંદી આવવાને કારણે ઓર્ડર ઘટવાની ધારણા હતી. પરંતુ કંપનીઓએ સારા ગ્રોથના ગાઈડન્સ આપ્યા છે. ડિઝિટાજેશન માટેનું કોસ્ટ કટિંગ ઓછું રહેવાનું છે. IT કંપનીઓએ વધારે પડતા રોજગાર નથી આપ્યા. ભારતીય કંપનીઓમાં છટણી USની કંપનીઓ જેટલી નથી થઈ. IT સેક્ટર પર અમે પોઝિટિવ છીએ.

નિપુણ મહેતાનું કહેવુ છે કે અગાઉ તેજી હતી ત્યારે સિમેન્ટ કંપનીઓએ વિસ્તરણ કરેલું છે. વિસ્તરણ બાદ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થયો ન હતો. ઈન્ફ્રા પર ખર્ચ વધતા ક્ષમતામાં વધારો થયો હતો. આવનારા સમયમાં સિમેન્ટ કંપનીઓના માર્જિનમાં વધારો થશે. સ્પર્ધા હાલ વધારે હોવાને કારણે માર્જિન ઘટી રહ્યા છે.

નિપુણ મહેતાના મતે મિડકેપ IT કંપનીઓ પર અમે પોઝિટિવ છીએ. સારી બેન્ક પર અમે પોઝિટિવ છીએ. ફાર્મામાં પસંદગીની કંપનીઓમાં રોકાણની સલાહ છે. ઈન્ફ્રા અને કેપિટલ ગુડ્ઝમાં પણ રોકાણ કરી શકાય છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
FM Exclusive Interview: નાણા મંત્રીએ કહ્યુ કૃષિ, મહિલા, કારીગર દરેકને આવરી લેવાનો પ્રયાસ કર્યો FM Exclusive Interview: નાણા મંત્રીએ કહ્યુ કૃષિ, મહિલા, કારીગર દરેકને આવરી લેવાનો પ્રયાસ કર્યો
Goldman Sachs અને JP Morgan ને Adani Group માં દેખાણી કમાણીની તક, રોકાણકારોને આપી આ સલાહ Goldman Sachs અને JP Morgan ને Adani Group માં દેખાણી કમાણીની તક, રોકાણકારોને આપી આ સલાહ
Hindenburg ના રિસર્ચ રિપોર્ટની વચ્ચે ગૌતમ અદાણીને મળી રાહત, જાણો કારણ Hindenburg ના રિસર્ચ રિપોર્ટની વચ્ચે ગૌતમ અદાણીને મળી રાહત, જાણો કારણ
Multibagger Stock: પેઇન્ટ સેક્ટરની દિગ્ગજ કંપનીએ રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, એક્સપર્ટએ આપી વેચણની સલાહ Multibagger Stock: પેઇન્ટ સેક્ટરની દિગ્ગજ કંપનીએ રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, એક્સપર્ટએ આપી વેચણની સલાહ
SBI Q3: નાણાકીય વર્ષ 2023 માં નફો 68% વધીને 14,205 કરોડ રૂપિયા, વ્યાજ આવક 24.1% વધી SBI Q3: નાણાકીય વર્ષ 2023 માં નફો 68% વધીને 14,205 કરોડ રૂપિયા, વ્યાજ આવક 24.1% વધી