મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું MFમાં સ્ટેપ અપ SIP, SIP સ્ટેપઅપ કરવાના લાભ, દર્શકોના સવાલ.
મની મેનેજરમાં અમે સતત તમને તમારા નાણાંકીય ધ્યેય પ્રમાણે રોકાણ કરી સમૃધ્ધી સર્જન કરવાની વાત કરતા હોઇએ છીએ અને ખાસ કરીને SIP દ્વારા સતત લાંબાગાળા માટે રોકાણ કરવાનુ કહેતા હોઇએ છીએ હવે આજે આપણે એ મુદ્દા પર વાત કરીશુ કે જો SIPમાં સમયની સાથે રોકાણ વધારવુ હોય તો? એટલે કે SIPને ટોપ અપ કરી શકાય? અને જો કરીએ તો કેટલો લાભ આ અંગે આપણે આજે ચર્ચા કરીશુ. આગળ જાણકારી લઈશું મની મંત્રના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.
SIP એ MFમાં રોકાણનુ એક માધ્યમ છે. સ્ટેપ અપ SIPને ટોપ અપ SIP પણ કહેવામાં આવે છે. તમારી SIPમાં વધુ રકમ ઉમેરવી એટલે સ્ટેપઅપ SIP છે. વાર્ષિક ધોરણે SIPમાં સ્ટેપ અપ કરતા રહેવુ જોઇએ. આવક વધે તેની સાથે SIP વધારતા જવુ જોઇએ.
નવા રોકાણ માટે મુંઝવણ કરતા ચાલુ SIPમાં ટોપ અપ કરી શકાય છે. તમારી આવક 10% વધતી હોય તો તમે 5 થી 7% સ્ટેપ અપ કરી શકો છો. SIPમાં ઉમેરો કરવાથી પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો લાભ થશે. SIPમાં સતત રોકાણ કરવાથી માર્કેટ ટાઇમિંગ કરવાની જરૂર રહેતી નથી.
સ્ટેપ અપ SIP, ટ્રિગર SIP જેવા વિકલ્પો ઉપલબ્ધ હોય છે. ફલેક્સ SIP અને પોઝ SIP જેવા વિકલ્પો ઉપલબ્ધ હોય છે. પોતાની આવક અને ખર્ચ પ્રમાણે રોકાણ કરવા જોઇએ.
સ્ટેપ અપ SIP વિકલ્પ પસંદ કરો છો. તમે વાર્ષિક ધોરણે અમુક રૂપિયા સુધીની SIP વધારો છો. જેમકે તમે રૂપિયા XXXXની SIP દરેક વર્ષે વધારી શકો છો. તમે X% ની SIP વાર્ષિક વધારી શકો છો.
તમે SIPની શરૂઆત કરો ત્યારે સ્ટેપઅપ વિકલ્પ પસંદ કરી શકો છો. સ્ટેપઅપ અપની શરૂઆત વચ્ચેથી કરવી શક્ય નથી. સ્ટેપઅપ SIP રોકવા માટે તમે એને બંધ કરી નવી SIP શરૂ કરો છો. તમારી પાસે 3 મહિના માટે SIP પોઝ કરવાનો વિકલ્પ પણ છે.
ટ્રેડિશનલ SIPમાં સમય પ્રમાણે રોકાણ વધારવાનો વિકલ્પ નથી હોતો. સ્ટેપઅપ SIPમાં તમારી ચાલુ SIPમાં ઉમેરો કરવાનો વિકલ્પ મળે છે. રેગ્લયુલર SIP કરતા સ્ટેપઅપ SIP વધુ લાભ આપે છે. તમારા ગોલ માટે સમય સાથે રોકાણ વધતુ રહેશે.