comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

મની મેનેજર: ડેટના રોકાણ માટે કેવી રણનિતી રાખવી?

17 મે 2022, 07:20 PM

મની મેનેજર: ડેટના રોકાણ માટે કેવી રણનિતી રાખવી?

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું વોલેટાઇલ માર્કેટમાં રોકાણકારે શું કરવુ, વધતા વ્યાજદર માટે ડેટના રોકાણની રણનિતી, દર્શકોના સવાલ.

માર્કેટમાં વોલેટાલિટી, વ્યાજદરમાં વધારો આ તમામ બાબતો છે જે રોકાણકારોને મુંઝવણમાં મુકતી હોય છે, તો માર્કેટમાં વોલેટિલિટી શા માટે છે, આવા માર્કેટમાં રોકાણકારે શુ કરવુ, વધતા વ્યાજદરમાં ડેટના રોકાણ કઇ રીતે કરવા આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશુ. આગળા જાણકારી લઈશું RUPEE WITH RUSHBH ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટ્રજીના ફાઉન્ડર, ઋષભ દેસાઇ પાસેથી.

વોલેટાલિટીના કારણો

રશિયા યુક્રેન વોર, મોંઘુ ક્રુડ, ચીનમાં સ્લોડાઉન છે. સપ્લાયની ચિંતા, ફુગાવો, વ્યાજ દરમાં વધારો કર્યો છે. લિકવિડિટી ટાઇટનિંગ અને FIIની વેચવાલી કરી છે. 2022ના અંત થી 2023 સુધી વ્યાજદર વધારો રહેશે. ફુગાવો અને રશિયા યુક્રેન યુધ્ધ જલ્દી હલ થાય તેવી સંભાવના ઓછી છે. વૈશ્વિક મંદીની સંભાવના લાગી રહી છે. 2022ના અંત સુધી વોલેટાલિટી રહી શકે છે. ફુગાવાને પહોંચી વળવાનો એકમાત્ર માર્ગ ઇક્વિટીમાં રોકાણ છે.

તુટતા માર્કેટમાં શુ કરશો?

કંપનીના અર્નિગ સારા હોય ત્યા સુધી ગભરાશો નહી. નિફ્ટીના 27 સ્ટોકના અર્નિંગ માર્ચ 2022 ત્રિમાસિકમાં 21.38% વધ્યા છે. આ ઘટાડાનો લાભ લઇ ઇક્વિટીમાં રોકાણ કરો છો. ઇક્વિટીમાં રોકાણનો ઉત્તમ માર્ગ મ્યુચ્યુઅલ ફંડ છે. ઇક્વિટી માર્કેટની વધુ સમજ ના હોય તો ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકાય છે. ડાઇનેમિક અસેટ અલોકેશન ફંડમાં રોકાણ કરી શકાય છે.

SIPના રોકાણકારોએ પોતાની SIP કરતા રહેવી અને બને તો ટોપઅપ કરવું છે. લમસમ રોકાણકારે રોકાણ કરવા અને 3 થી 6 મહિના માટ બની રહેવુ છે. જોખમ લેવાની ક્ષમતા, અને સમય હોય તો ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરી શકાય છે. રોકાણકાર S&P 500 અને નાસ્ડેકમાં રોકાણ કરી શકે છે. ગ્લોબલ ડાઇવર્સિફિકેશન અને ડોલરની મજબૂતીનો લાભ મળી શકે છે.

ડેટના રોકાણકારે શું કરવુ?

ભારતમાં ઘણો વ્યાજ વધારો થશે અને ફિકસઇનકમ બોન્ડ પર અસર દેખાશે. રોકાણકારે યિલ્ડ કર્વના શોર્ટર કર્વ પાસે બની રહેવુ છે. ટુંકાગાળાની FD કે પોસ્ટઓફિસ સ્કીમમાં રોકાણ કરી શકાય છે.

સવાલ-
1 વર્ષ માટે બેસ્ટ ડેટ ફંડ સુચવશો.

જવાબ-

તમે ટુકાગાળાના ડેટ ફંડ અથવા આર્બિટરિચફંડ ફંડમાં રોકાણ કરી શકો છો. જો તમે હાઇર ટેક્સ સ્લેબમાં હો તો આર્બિટરિચફંડમાં રોકાણ કરો છો. તમે IDFC લો ડ્યુરેશન કે કોટક આર્બિટરિચફંડમાં રોકાણ કરી શકો છો.

સવાલ-
મારી પાસે UTIનો રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ છે, શુ આમા રોકાણ ચાલુ રાખવુ જોઇએ કે નહી?

જવાબ-

UTIનો રિટાયરમેન્ટ ફંડ 60 ટકા ડેટ અને 40% ઇક્વિટીમાં રોકાણ કરે છે. ફંડ 80C મુજબ કર રાહત આપી શકે છે. તમે અલગથી 60% ડેટ અને 40% ઇક્વિટી અલોકેશન કરી શકો છો. તમે ઇક્વિટીના રોકાણ ELSSમાં કરી શકો છો. ડેટ માટેના રોકાણ PPFમાં કરી શકો છો.

સવાલ-
જો અત્યારે ઘટેલા માર્કેટમાં ઇક્વિટીમાં રોકાણ કરીએ તો ટાઇમ હોરાઇઝન કેટલો રાખવો પડે?

જવાબ-

ઇક્વિટીમાં 5 થી 10 વર્ષના સમયગાળા માટે રોકાણ કરવુ જોઇએ. મિડકેપ કે સ્મોલકેપમાં રોકાણ હોય તો 6 થી 7 વર્ષ માટે રોકાણ કરો છો. લાર્જકેપમાં 5 વર્ષ માટે રોકાણ કરવા જોઇએ.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર બનશે, એકનાથ શિંદેને સમર્થન: દેવેન્દ્ર ફડણવીસ ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર બનશે, એકનાથ શિંદેને સમર્થન: દેવેન્દ્ર ફડણવીસ
8 કોર સેક્ટરની ગ્રોથ 9.3 ટકાથી વધીને 18.1 ટકા કોલ પ્રોડક્શન વધીને થયું 25.1 ટકા 8 કોર સેક્ટરની ગ્રોથ 9.3 ટકાથી વધીને 18.1 ટકા કોલ પ્રોડક્શન વધીને થયું 25.1 ટકા
બજારમાં હવે મોટો ઘટાડો આવે તેવું નથી લાગી રહ્યું: નિપુણ મહેતા બજારમાં હવે મોટો ઘટાડો આવે તેવું નથી લાગી રહ્યું: નિપુણ મહેતા
મોંઘવારીના સમયમાં PPF, સુકન્યા સમુદ્ધિ યોજના જેવી નાની સેવિંગ્સ સ્કીમ્સ પર વધી શકે છે વ્યાજ, આજે થશ મોંઘવારીના સમયમાં PPF, સુકન્યા સમુદ્ધિ યોજના જેવી નાની સેવિંગ્સ સ્કીમ્સ પર વધી શકે છે વ્યાજ, આજે થશ
12 કલાકની નોકરી, ઘટશે હાથમાં આવતી સેલરી પરંતુ વધશે PF, મળશે 300 રજાઓ, કાલથી મોદી સરકાર બદલી શકે છે નિયમો 12 કલાકની નોકરી, ઘટશે હાથમાં આવતી સેલરી પરંતુ વધશે PF, મળશે 300 રજાઓ, કાલથી મોદી સરકાર બદલી શકે છે નિયમો