comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

મની મેનેજર: વ્યાજદર વધારા સમયે કઈ રીતે રોકાણ કરવા?

03 ઓક્ટોબર 2022, 06:41 PM

મની મેનેજર: વ્યાજદર વધારા સમયે કઈ રીતે રોકાણ કરવા?

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું વધતા વ્યાજદરો વચ્ચે રોકાણની રણનિતી, ફિકસ ઇનકમના રોકાણના વિકલ્પો, દર્શકોના સવાલ.

આપણે સૌ જાણીએ છીએ તેમ ગ્લોવલી હાલ વધતા ઇન્ફ્લેશન પર કાબુ મેળવવા માટે વ્યાજદરમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આપણે ફિકસઇનકમ માટેના રોકાણ કઇ રીતે કરવા તે અંગેની આજે આપણે વાત કરીશુ. આગળ જાણકારી લઈશું રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઇ પાસેથી.

ગ્લોબલ અર્થતંત્ર હાલ વ્યાજદર વધારી રહ્યાં છે. ભારત પણ પોતાના વ્યાજ દર વધારી રહ્યુ છે. 80થી વધુ સેન્ટ્રલ બેન્કે પોતાના વ્યાજ દર વધાર્યા છે. મોટાભાગના દેશોમાં ફુગાવો 6 ટકાથી 12 ટકા છે ભારતમાં 7 ટકા છે. ફુગાવા પર નિયંત્રણ મેળવવા માટે વ્યાજદર વધારો થઇ રહ્યો છે. વ્યાજદર વધારાથી બોરોવિંગ મોંઘુ થશે. વ્યાજદર વધારાથી વધુ પડતી લિક્વિડીટી પાછી ખેંચાઇ રહી છે. ફુગાવા અને GDP ગ્રોથ જોતા ભારતનુ અર્થતંત્ર હજી ઘણુ સારુ છે. RBI મુજબ 2023 શરુઆત સુધી ફુગાવો 6 ટકા આસપાસ રહી શકે છે.

હાલમાં રેપો રેટ 5.90% છે. રેટ ડિસેમ્બર 22 થી 2023ની શરુઆત સુધી વધતા રહેશે. રેપો રેટ 6.25 ટકાથી 6.50 ટકા સુધી પહોંચી શકે છે. ફિક્સ ઇનકમ પ્રોડક્ટના વ્યાજ હજી વધી શકે છે. વ્યાજદર વધતા રોકાણકારને પોતાના રોકાણ પર સારૂ વ્યાજ મળશે. ફિક્સ ઇનકમના રોકાણકાર માટે આ રોકાણની સારી તક છે. યિલ્ચ કર્વ પ્રમાણે યિલ્ડ ખૂબ જ આકર્ષક દેખાઇ રહ્યાં છે. કોર્પોરેટ બોન્ડ અને PSUના યિલ્ડ 1 વર્ષમાં 7.2 ટકા અને 10 વર્ષ માટે 10.3 ટકા છે.

તમારા રોકાણની મેચ્યુરિટી 5 વર્ષ સુધીમાં રાખો. ઉંચા વ્યાજદર પર રોકાણ કરવુ હોય તો જાન 2023 સુધી રાહ જુઓ. રોકાણકારે ક્રેડિટ રિસ્ક ટાળવુ જરુરી છે. રોકાણકારે ક્લોઝ એન્ડેડ પ્રોડક્ટમાં રોકાણ ટાળવુ જોઇએ. ઉંચા AUM વાળા ફંડમાં રોકાણ કરો છો. રોકાણ ડાઇવર્સિફાઇડ રાખો છો. ડાઇવર્સિફિકેશન માટે FD ઘણી મહત્વની છે. બેન્ક FDમાં રોકાણ કરો, કોર્પોરેટ FD ટાળો છે. વ્યાજદર વધી રહ્યાં છે ત્યા સુધી 6 મહિનાથી 1 વર્ષ માટે FD કરોટ છે. FD માટે સારી બેન્કની પસંદગી કરો છો. 3 મહિના સુધીના સમય માટે લિક્વિડ ફંડમાં રોકાણ કરો.

6 મહિના સુધીના સમય માટે અલ્ટ્રા લિક્વિડ ફંડમાં રોકાણ કરો. 1 વર્ષ સુધીના સમય માટે લો ડ્યુરેશન ફંડમાં રોકાણ કરો. 1 થા 3 વર્ષના સમય માટે કોર્પોરેટ બોન્ડ ફંડમાં રોકાણ કરો. બેન્કિંગ, PSU ફંડ,ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકાય છે. રિયલ એસ્ટટથી મળતી ભાડાની રકમ ફિક્સ ઇનકમમાં ગણી શકાય છે. ભારતમાં રેન્ટલ યિલ્ડ માત્ર 3 ટકા થી 4 ટકા છે.

ફિકસ ઇનકમ માટે રિયલ એસ્ટટમાં રોકાણ સલાહભર્યુ નથી. સોનાને ફિકસ ઇનકમ માટેની પ્રોડક્ટ ન ગણી શકાય. સોનુ પારિવારિક આકસ્મિક સંજોગા માટે ઉપયોગી થઇ શકે છે. સોનાનુ રોકાણ યોગ્ય સમયે થવુ જોઇએ અને 3થી 5 વર્ષ માટે હોવુ જોઇએ. હાલમાં મજબૂત ડોલરને કારણે સોનાની કિંમતો ઘટી રહી છે.

સવાલ-
મારી FD ઓક્ટોબર 2022માં મેચ્યુર થશે. મારે 2 લાખ રૂપિયાનુ રોકાણ બેલેન્સ ફંડમાં કરી શકાય? બેન્ક FDથી સારા અને ટેક્સ બચત માટે રોકાણ કરવુ છે

જવાબ-

70 વર્ષની વયે BAF/DAAFમાં રોકાણ સલાહભર્યા નથી. BAF/DAAFમાં ઇક્વિટીમાં વધુ એલોકેશન હોય છે અને એ વોલેટાઇલ છે. તમારે ફિક્સ ઇનકમ પ્રોડક્ટમાંજ રોકાણ કરવુ જોઇએ. તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તમે સિનિયર સિટિઝન સ્કીમમાં રોકાણ કરી 7.6% વ્યાજ મેળવી શકો છો.

સવાલ-
બેલેન્સ ફંડ અને ફ્લેક્સિ કેપ ફંડમાંથી ક્યા રોકાણ કરવુ જોઇએ?

જવાબ-

રોકાણ ધ્યેય, જોખમની ક્ષમતા અને સમયગાળા પ્રમાણે હોવા જોઇએ. હાઇબ્રિડ અને BAF/DAAF જેવા બે પ્રકારના બેલેન્સ ફંડ છે. હાઇબ્રિડ ફંડને ફેલેક્સી કેપ સાથે સરખામણી યોગ્ય નથી. ફ્લેક્સી કેપના રોકાણ વધુ જોખમ વાળા રોકાણ છે. લાંબા ગાળે સમૃધ્ધી સર્જન માટે ફ્લેક્સી કેપ ફંડ યોગ્ય છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા
Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ
આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર
Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની
Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ