comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Manipur Landslide: મણીપુરમાં મૃત્યુપામનાર લોકોની સંખ્યા વધીને થઈ 24, હજુ પણ 38 લોકોની શોધ ચાલુ

02 જુલાઈ 2022, 03:33 PM

Manipur Landslide: મણીપુરમાં મૃત્યુપામનાર લોકોની સંખ્યા વધીને થઈ 24, હજુ પણ 38 લોકોની શોધ ચાલુ

Manipur Landslide: રક્ષામંત્રાલયના એક પ્રવક્તાએ ગુવાહાટીમાં જણાવ્યું કે ઘટના સ્થળ ઉપર સેના, અસમ રાઈફલ્સ, ટેરિટોરિયલ આર્મી,SDRF અને NDRFની ટીમ રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન કરી રહી છે.

મણીપુરના નોની જિલ્લામાં એક રેલવે નિર્માણ સ્થળ ઉપર ભૂસ્ખલનમાં મુત્યુ પામનાર લોકોની સંખ્યા શનિવારે વધીને 24 થઈ છે, જ્યારે 38 લોકો હજુ પણ ગુમ છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.

અધિકારીઓના મત મુજબ શોધખોળ અને બચાવ અભિયાનને વધુ ઝડપથી કરવા માટે ટુપુલમાં ઘટના સ્થળ ઉપર બચાવ કર્મીઓની ટુકડીઓને રાહત કાર્યમાં લગાવી છે.

રક્ષામંત્રાલયના એક પ્રવક્તાએ ગુવાહાટીમાં જણાવ્યું કે ઘટના સ્થળ ઉપર સેના, અસમ રાઈફલ્સ, ટેરિટોરિયલ આર્મી, સ્ટેટ ડિજાસ્ટર રિસ્પોંસ ફોર્સ (SDRF) અને રાષ્ટ્રીય આપદા મોચન બલ (NDRF) ના દલ તલાશ અભિયાન ચાલુ રાખ્યા છે.

Daily Voice : 2024 સુધ FII ભારતીય બજારથી રહેશે દૂર, મોંઘવારી એક ખુબ મોટી ચિંતા

પ્રવક્તાએ કહ્યું કે,“વોલ રડારનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મદદ માટે એક ડોગ સ્કોવર્ડને તૈનાત કરવામાં આવી છે.”

તેમણે જણાવ્યું છે કે, ટેરિટોરિયલ આર્મીના 13 જવાનો અને 5 નાગરિકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે. આ સિવાય ટેરિટોરિયલ આર્મીના 18 જવાનો અને 6 નાગરિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

પ્રવક્તાએ કહ્યું,“ ગુમ થયેલા પ્રાદેશિક સેનાના 12 જવાનો અને 26 નાગરિકોની શોધખોળ હજુ ચાલી રહી છે.”  પ્રવક્તાના મત મુજબ એક જુનિયર કમિશન્ડના અધિકારી સહિત 14 જવાનોના મૃતદેહને ભારતીય વાયુસેનાના  બે વિમાન અને સેનાના એક હેલીકોપ્ટર દ્વારા તેમના શહેરમાં મોકલવામાં આવ્યા છે.

એક જવાનનો મૃતદેહ સડક માર્ગથી મણીપુરના કાંગકોપી જિલ્લામાં મોકલવામાં આવ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મૃતદેહને તેમના ઘરે મોકલતા પહેલા ઈમ્ફાલમાં મૃતક જવાનોને સૈન્ય સન્માન આપવામાં આવ્યું હતું.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
5G Launch Live Updates: પીએમ મોદીએ લોન્ચ કરી 5G સર્વિસ, ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેરમાં 5G સર્વિસ આપશે જિયો 5G Launch Live Updates: પીએમ મોદીએ લોન્ચ કરી 5G સર્વિસ, ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેરમાં 5G સર્વિસ આપશે જિયો
5G સર્વિસ લેવા વાળા ઇન્ટરનેટ યૂઝરને શું થશે ફાયદો? કેટલી રહેશે Speed અને કેવી રીતે લઈ શકશો ફાયદો 5G સર્વિસ લેવા વાળા ઇન્ટરનેટ યૂઝરને શું થશે ફાયદો? કેટલી રહેશે Speed અને કેવી રીતે લઈ શકશો ફાયદો
પ્રોપર્ટી બજાર: તક્ષશિલા ઇલેગનાનો સેમ્પલ ફ્લેટ પ્રોપર્ટી બજાર: તક્ષશિલા ઇલેગનાનો સેમ્પલ ફ્લેટ
ટેક ગુરુ: GoPro Hero 11 Blackનો રિલ્યૂ ટેક ગુરુ: GoPro Hero 11 Blackનો રિલ્યૂ
પ્રોપર્ટી ગુરુ: રિયલ એસ્ટેટના પાછલા 2 વર્ષ કેવા? પ્રોપર્ટી ગુરુ: રિયલ એસ્ટેટના પાછલા 2 વર્ષ કેવા?