સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

IT Raid: ગુજરાતના હીરા કારોબારી ગ્રુપ પર IT વિભાગના દરોડા, ઘણા કરોડની ટેક્સ ચોરીનો દાવો

25 સપ્ટેમ્બર 2021, 04:12 PM

IT Raid: ગુજરાતના હીરા કારોબારી ગ્રુપ પર IT વિભાગના દરોડા, ઘણા કરોડની ટેક્સ ચોરીનો દાવો

CBDT એ શનિવારના કહ્યુ કે આયકર વિભાગ (IT Department) ગુજરાતના અગ્રણી હીરા ઉત્પાદક અને નિકાસકાર પર દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરીનો પર્દાફાશ કર્યો છે. 22 સપ્ટેમ્બરના રોજ, ગુજરાતમાં સુરત, નવસારી, મોરબી અને વાંકાનેર (મોરબી) અને મહારાષ્ટ્રમાં મુંબઈના 23 પરિસરમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જે ટાઇલ્સ બનાવવાના વ્યવસાયમાં પણ છે. દરોડા હજુ પણ ચાલુ છે.

તેમણે જણાવ્યુ, "આંકડાના શરૂઆતી વિશ્લેષણથી ખબર પડે છે કે આ અવધિમાં લગભગ 518 કરોડ રૂપિયાના નાના પૉલિશ કરેલા હીરોની બેહિસાબ ખરીદ અને વેચાણ કર્યુ છે."

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એ એક બયાનમાં એ દાવો કર્યો, "ડેટાથી ખબર પડે છે કે નિર્ધારિતીએ પોતાની વિનિર્માણ ગતિવિધિઓથી આવેલા રકમમાં 95 કરોડ રૂપિયાથી વધારે હીરાના સ્ક્રેપ વેચ્યા છે, જો કે બેહિસાબ છે અને તેની આવકના પ્રતિનિધિત્વ કરે છે."

બયાનમાં કહેવામાં આવ્યુ છે કે દરોડાના દરમ્યાન 1.95 કરોડ રૂપિયાની રકમ અને ઘરેણા બરામદ કરવામાં આવ્યા, 8900 કેરેટના હીરાના ભંડાર પણ બરામદ કર્યા, જેની કિંમત 10.98 કરોડ રૂપિયા છે. આ બરામદ વસ્તુઓનો કોઈ લેખા જોખા નથી.

તેમાં બતાવામાં આવ્યુસ "મોટી સંખ્યામાં સમૂહના લૉકરોને પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે. બયાનના અનુસાર આંકડાઓથી ખબર પડે છે કે છેલ્લા બે વર્ષમાં આ કંપનીના દ્વારા 189 કરોડ રૂપિયાની ખરીદ અને 1040 કરોડ રૂપિયાનું વેચાણ કરવામાં આવ્યુ."

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Market Live: બજારમાં વધારો, Nifty 17100ની આસપાસ, Eicher Motors, IndusInd Bank ટોપ ગેનર Market Live: બજારમાં વધારો, Nifty 17100ની આસપાસ, Eicher Motors, IndusInd Bank ટોપ ગેનર
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી
રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ ટાટા સ્ટૉકમાં એક્સપર્ટે આપી ખરીદીની સલાહ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ ટાટા સ્ટૉકમાં એક્સપર્ટે આપી ખરીદીની સલાહ
Coronavirus Updates: એક દિવસમાં સંક્રમણના 8,954 નવા કેસ, 267 લોકોની મૃત્યુ Coronavirus Updates: એક દિવસમાં સંક્રમણના 8,954 નવા કેસ, 267 લોકોની મૃત્યુ
Reliance Jio: જિયો ગ્રાહકોને આજથી લાગશે ઝટકો, આટલા મોંઘા થયા તમામ પ્રીપેડ રિચાર્જ પ્લાન Reliance Jio: જિયો ગ્રાહકોને આજથી લાગશે ઝટકો, આટલા મોંઘા થયા તમામ પ્રીપેડ રિચાર્જ પ્લાન